________________
૭૨
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
જૈન અને બાહ્ય પ્રતિમાઓથી જુદા તરી આવે છે. મથુરાની મૂર્તિઓ વિશાલ ખભાને લીધે વધુ મજબૂત
દેખાય છે.
શ્રીપાર્શ્વનાથની આ પ્રતિમામાં છાતીની નીચે પેઢાનો ભાગ જે રીતે ધડેલો છે તે પ્રાચીન યક્ષમૂર્ત્તિઓ, લોહાનિપુરની ચળકાટવાળી મસ્તકરહિત જિન પ્રતિમા વગેરેને મળતો આવે છે.
મોહેં-જો-ડારો અને મોર્ય કે શૃંગ યુગો વચ્ચે સમયનું એટલું મોટું અંતર હોવા છતાં, ભારતમાં પ્રાચીન કલાપ્રણાલિઓ ચાલુ રહી એવું માનવાને કાંઈ જ હરકત નથી. લોહાનિપુરની પ્રતિમાના ધડતરને અને પાર્શ્વનાથજીની ધાતુપ્રતિમાના ધડતરને સરખાવતાં તો બે વચ્ચે જે સમ્બન્ધ દેખાય છે તે જોતાં આ પ્રતિમા ઈ. સ. પૂર્વે ખીજા સૈકાથી પણ પ્રાચીન હોઈ શકે પણ આપણી પાસે એવા નિર્ણય પર આવવા માટે અત્યારે ખીજાં કોઈ સાધન નથી.
ધાતુપ્રતિમા ભરવાની કલા તો હિંદમાં હતી જ. મોહેં-જો-ડારોની નર્તકી એની સાક્ષી પૂરે છે. અને એક બાજુ મોહેં-જો-ડારોની કલાકૃતિઓ અને બીજી બાજુ મથુરા, હાથરસ, લોહાનિપુર વગેરે સ્થળોની મૂર્ત્તિઓ અને પાષાણુશિલ્પ સાથે સમ્બન્ધ ધરાવતી આ પ્રતિમા પશ્ચિમ ભારત કે ઉત્તર ભારતમાંના કોઈ સ્થળેથી મળી આવી હોય એમ સંભવી શકે.
આપણી પાસે મૌર્યકાલીન કે શૃંગકાલીન બીજી કોઈ ઢાળેલી કે ભરેલી ધાતુપ્રતિમા નથી જેની સાથે આ પ્રતિમાને સરખાવી શકાય. કુષાણુકાલીન, ઈ. સ.ના પહેલાથી ત્રીજા સૈકા સુધીની ધાતુપ્રતિમાઓ પણ ભાગ્યે જ મળે છે. અત્યાર સુધીમાં ઈ. સ.ના પહેલા સકામાં નિશ્ચિતરૂપે મૂકી શકાય એવી પણ ધાતુ પ્રતિમાઓ જાણીતી નથી.
અકસર પાસે ચૌસા નામના સ્થળેથી કેટલાંક વર્ષો ઉપર થોડીક જૈન ધાતુપ્રતિમાઓ મળી આવી હતી. બધી જ પ્રતિમાઓ તીર્થંકરોની છે, બધી જ નગ્ન છે અને બધી પ્રતિમાઓને અંદાજે ઈ. સ.ના પહેલાથી ચોથા સૈકામાં મૂકી શકાય તેવી છે. આ પ્રતિમાઓ હજુ પૂરતી જાણીતી નથી થઈ કેમકે તેને વિષે કોઈ એ ઝાઝો વિચાર કે ઊહાપોહ કર્યાં નથી. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિઅમના મુલેટિનના પહેલા અંકમાં આ લેખકે એમાંની એક, ઋષભદેવની પ્રતિમા છપાવી છે. બાકીની પ્રતિમાઓ The Art of the Akota Bronzes નામના આ જ લેખકના ટૂંકમાં પ્રસિદ્ધ થનારા પુસ્તકમાં છપાશે.
આ પ્રતિમાઓ સાથે પણ પાર્શ્વનાથજીની પ્રતિમાને સરખાવતાં ઉપર દોરેલું અનુમાન યોગ્ય લાગે છે. પ્રાર્શ્વનાથજીની પ્રતિમા ઉપર શ્રીવત્સ ચિહ્ન નથી એ નોંધપાત્ર છે. સંભવ છે કે તે સમયમાં શ્રીવત્સ અંકિત કરવાનો પ્રચાર શરૂ પણ ના થયો હોય. ચૌસાની પ્રતિમાઓમાં કેટલીક ઉપર શ્રીવત્સ છે. પાર્શ્વનાથજીના મસ્તક ઉપરની કેશરચના દક્ષિણાવર્ત નાના કેશની (Schematic curls of hair) છે. શાસ્ત્રો મુજબ આ મહાપુરુષ લક્ષણ છે. દક્ષિણાવર્ત રોમરાજિ મથુરાની કુષાણુકાલીન પ્રતિમાઓમાં તો મળે છે જ પણ બોધગયાના ઈ. સ. પૂર્વે પહેલી સદીના શિલ્પમાં પણ જોવામાં આવી છે. એટલે દક્ષિણાવર્ત કેશના કારણે પણ પાર્શ્વનાથજીની આ ધાતુપ્રતિમાને પ્રાચીન માનવામાં કોઈ વિરોધ નડતો નથી.
ઉપર જણાવ્યું તેમ આ પ્રતિમાને શ્વેતામ્બર–દિગમ્બર મતભેદ સાથે કાંઈ સમ્બન્ધ રહેતો નથી. કેમકે એ તો એ ભેદથી ઠીક ઠીક પ્રાચીન સમયની છે. હિંદમાં પ્રાગૈતિહાસિક સમયની ઈ. સ. પૂર્વે આશરે એ હજાર વર્ષ પૂર્વેની મોહેં-જો-ડારોની નર્તકીની ધાતુપ્રતિમાને બાદ કરીએ તો ઐતિહાસિક સમયની ભારતમાંથી આજસુધી ઉપલબ્ધ સહુ ઢાળેલી ધાતુપ્રતિમાઓમાં આ પ્રતિમા સૌથી વધુ પ્રાચીન છે એ નિર્વિવાદ છે.૪
૪. વધુ માટે જુઓ, ડૉ. ઉમાકાન્ત કે. શાહ લિખિત, ઍન અલી ઇમેજ ઑફ પાર્શ્વનાથ ઇન ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ એ લેખ, ખુલેટિન ઑફ ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, અંક ૩ પૃ. ૬૩-૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org