________________
વાદિદેવસૂરિનું જન્મસ્થાન કર્યું?
શ્રી ગોકળભાઈ દૌલતરામ ભટ
ગયે વર્ષે પંડિત બેચરદાસજી દોશીનો “ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ” નામક ગ્રન્થ ફરીને ઉથલાવતો હતો તેનાં પૂર્ણ ૨૧ ઉપરના એક ઉલ્લેખ તરફ મારું ધ્યાન વિશેષે કરીને ગયું ઃ
વાદિદેવસૂરિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રાણ પંડિત હતા, પ્રખર તૈયાયિક અને અદ્ભુત કવિ હતા. શ્રી હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકા ઉપર પણ લખનાર મુનિ ચંદ્રસૂરિ દેવસૂરિના ગર પણ મહાપંડિત, તપસ્વી અને સુવિહિતાગ્રણી હતા અને વાદિદેવસૂરિના શિષ્યો ભદ્રેશ્વસૂરિ તથા રત્નપ્રભસૂરિ વગેરે પણ મહાવિદ્વાન હતા. વાદિદેવસૂરિનું જન્મસ્થાન ‘મહત” આજનું “મદુઆ આબુની આસપાસ ગુજરાત દેશના અષ્ટાદશશતી નામના એક પ્રાંતમાં તે સ્થાન આવેલું છે. સૂરિનો જન્મ વિક્રમ સંવત ૧૧૪૩, જાતિ પોરવાડ, પિતા વીરનાગ, માતા જિનદેવી, આચાર્યોનું મૂળ નામ પૂર્ણચંદ્ર. “મદુઆ માં મહામારિનો ઉપદ્રવ થયો. વીરનાગ પોતાના એ ગામને છોડીને ભરૂચમાં રહેવા આવ્યો...”
શ્રીવાદિદેવસૂરિજીની વાદપટુતા, વિદ્વત્તાની વિગતોમાં ઊતરવાનો તથા ગુજરાતની સીમાની ચર્ચા કરવાનો ઉદ્દેશ અત્રે નથી. દેવસૂરિજી જેવા વિદ્વાનનું જન્મસ્થાન કર્યું એની જિજ્ઞાસા જાગી. “મદાહત' તે જ “મદુઆ’ કે ‘ભડાર–મઢાર ?' એવો તર્ક ઊઠ્યો. મને જે કાંઈ મળી શકયું છે તે પંડિત બેચરદાસજી તથા અન્ય વિદ્વાનોની વિચારણા–પુનઃવિચારણા માટે તથા સત્ય તારવવાની દૃષ્ટિએ રજૂ કરું છું.
વાદિદેવસૂરિજી પોતાના અદ્વિતીય “ પ્રમાણનયતત્તાલોકાલંકાર' નામના ગ્રંથમાં પ્રમાણ અને નયનું સ્વરૂપ પોતાના કાળ સુધીની ભિન્નભિન્ન માન્યતાના અવલોકનપૂર્વક યોગ્ય એકીકરણ કરી બહુ જ સુંદર રીતે સ્થાપે છે”. આ ગ્રન્થના ગુજરાતી અનુવાદક શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી સને ૧૯૩૨માં સૂરિજીનો જીવનપરિચય ઉપર પ્રમાણે કરાવતાં પૃa ૮ ઉપર લખે છેઃ
વાદિદેવસૂરિ જ્ઞાતિએ પોરવાડ વણિક હતા ને જેઓનો જન્મ “માહત' નામના ગામમાં થયો હતો, જે આજે ઉચ્ચારમાં બદલાઈને આબુ પાસે આવેલા વૈષ્ણવોના તીર્થ મદુઆ તરીકે પ્રસિદ્ધ છે... આ મડાર? યા મદુઆ ગામમાં દેવયોગે મહાન મરકી થઈ અને જેથી પોતાને કુટુંબના રક્ષણ માટે વીરનાગને બાળક અને સ્ત્રી સહિત ભરૂચ નગરમાં આવવું પડયું...”
મદાહત' તે મદુઆ એ પંડિત બેચરદાસનું કથન; “માહતી તે “મદુઆ-મહાર' એ શ્રી ગાંધીનું વિધાન. મુનિ કલ્યાણવિજયના મતાનુસાર “મડાહડ” આજનું “મદુઆ સ્થાન છે.
હવે આપણે આ સંબંધી અન્ય ઉપલબ્ધ વિગતોનું અવલોકન કરીએ.
આબુરોડ પાસે છ માઈલ દૂર આવેલા મદુઆ સ્થાનનો ઇતિહાસ જાણી લેવી જરૂરી છે. મદુઆજી આબુરોડથી માર તરફ જતી પાકી સડક ઉપર આબુરોડથી છ માઈલ દૂર છે. તે મુંડસ્થલ (મુંગથલા) તીર્થથી અરધો માઈલ દૂર પશ્ચિમ દિશા તરફ છે. રાજા અંબરીપની રાણી તોરાવટીએ આ વૈષ્ણવ મન્દિર મધુસુદન ”નું બંધાવ્યું હતું. એમાં શ્રીકૃષ્ણ ભગવાનની ૪૦ ઈચની ખડી પ્રતિમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org