________________
જેન જાતના ચિત્રપ્રસંગેવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત
૧૬૭
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં રાજકુમારી સરસ્વતી એક પરિચારિકા સાથે વૃક્ષ નીચે ઊભેલી છે. મધ્ય ભાગમાં ગદૈભિલ રાજા ઘોડા પર બેસીને જતો દેખાય છે. નીચેના ભાગમાં એક સ્ત્રીની રજૂઆત કરેલી છે.
- ઉપરની કિનારમાં અનુક્રમે છ સ્ત્રીઓ, એક દંપતી યુગલ, એક પુરુષ, એક પુરુષ અને એક ભૂમિતિની આકૃતિ ચીતરેલી છે.
નીચેની કિનારમાં બે પુuો, એક વૃક્ષ, ચાર સ્ત્રીઓ, એક પુષ, એક સ્ત્રી, એક પુરુષ અને એક સ્ત્રી બેઠેલાં છે.
પાનાની મધ્યમાં “શ્રી વીર વજ્યાનુંમતં સુપર્વ” થી શરૂ થતી કાલકકથાર સોનાની શાહીથી લખેલી છે.
૧૫. કાલકકથાના પાના એકનો આંકવાળો ભાગ :
ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં દર્પણકન્યા તથા નીચેના ભાગમાં શુકન્યા હાથમાં પોપટ લઈને ઊભેલી છે.
મધ્ય હાંસિયામાં સુંદર કલ્પનાકૃતિ ચીતરેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શુકન્યા ઊભેલી છે અને નીચેના ભાગમાં ચામરકન્યા હાથમાં ચામર પકડીને ઊભેલી છે.
ઉપર અને નીચેની કિનારમાં સુંદર કલ્પનાકૃતિઓ છે.
ઉપરોક્ત ૧થી ૧૫ પાનાંઓ મારા તરફથી ઈ. સ. ૧૯૫૪માં “ક૯પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો'ના નામથી માત્ર સવાસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં દબદ સોનેરી શાહીમાં છપાવવામાં આવેલી હતી, જે લગભગ અપ્રાપ્ય થવાની તૈયારીમાં છે.
વળી દરેક માણસ તે કૃતિ મેળવી શકે નહિ અને આવી સુંદર કલાકૃતિવાળી હસ્તપ્રત તરફ કલારસિકોનું ધ્યાન ખેંચવાની એકમાત્ર મહેરછાથી આ નાનો લેખ લખવા હું ઉઘુક્ત થયો છું; અને આશા રાખું છું કે આ લેખ વાંચીને જૈન ભાઈઓ તથા આ લેખ વાંચનાર કલારસિકોને અમદાવાદ આવવાનો પ્રસંગ બને ત્યારે ઉપરોક્ત બંને સુવર્ણાક્ષરી હસ્તપ્રતોની અંદર સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દર્શન કરે. " પ્રાંત, આ સામળાની પોળવાળી હસ્તપ્રતની મને સૌથી પ્રથમ જાણ કરવા માટે વિદર્ય ગુરૂદેવ શ્રીપવિયજીનો અને શ્રી પાર્શ્વચંદ્રગચ્છના ઉપાશ્રયે તે વખતે બિરાજતા પૂજય શ્રીવૃદ્ધિચંદ્રજીનો આભાર માનવાની આ તક લઉં છું.
૨. કાલિકાચાર્ય સંબંધી જુદા જુદા જૈનાચાર્યોએ રચેલી ૩૬ કાલકકથાઓ ૮૮ ચિત્રો સાથે “કાલકકથાસંગ્રહ’ નામના
ગ્રંથમાં મારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે,
us,
'T S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org