________________
યુગદષ્ટા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી ડૉ. એલ. ડી. ધળે, એમ. ડી. ની સારવાર શરૂ થઈ. દિનપ્રતિદિન સુધારો જણાતો ગયો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પધાર્યા ત્યારથી આચાર્યશ્રીની સર્વશ્રેષ્ઠ સારવાર થાય અને તેમનું સ્વાથ્ય એકદમ સુધરે તે અંગેનો સંસ્થાની વ્યવસ્થાપક સમિતિનો આદેશ ધ્યાનમાં લઈ સર્વ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓશ્રીના સ્વાથ્ય અંગે દેશપરદેશથી આવતા તાર તથા પત્રોના યોગ્ય પ્રત્યુત્તર તુરત આપવામાં આવતા હતા. આચાર્યશ્રીની લોકપ્રિયતાને કારણે દરરોજ હજારો ભક્તો સંસ્થામાં તેઓશ્રીના દર્શનાર્થે આવતા હતા. આ સમય દરમિયાન સંસ્થા તીર્થધામ બની ગઈ હતી. દાકતરી ઉપચાર માટે જરૂરી સર્વ સૂચનોનો બરોબર અમલ કરવામાં આવતો હતો. દિનપ્રતિદિન તબિયતમાં પણ સુધારો ચાલુ રહ્યો.
આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી બોરસદથી ઉગ્ર વિહાર કરી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આચાર્યશ્રીની શુશ્રષામાં હાજર થયા. ઘાટકોપરમાં ઉપધાનના તપસ્વીઓ અને સંઘને આચાર્યશ્રીએ સાવધાન રહેવાનો અનુરોધ કરી કહ્યું, “મુંબઈને શ્રીસંઘે ખ્યાલ રાખવો જોઈએ કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક બૉકિંગ છે પણ એ મહાવીર જૈન વિદ્યાલય જે યુનિવર્સિટીના સ્વરૂપમાં હોય તો ધાર્મિક અને સાંસારિક બે પ્રકારની શિક્ષાનો પ્રચાર સુલભ થઈ શકે. એ વિના જૈન સમાજની દશા સંપૂર્ણ રીતે સુધરવી મુશ્કેલ છે. શ્રાવકસમુદાય ભૂખ્યો ન રહે અને કેળવણી વિના કોઈ ન રહે એ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ.” સં. ૨૦૧૦ના ચૈત્ર શુદિ એકમના રોજ પૂ. આત્મારામજી મહારાજની ૧૧મી જયંતી શાનદાર રીતે ઉજવાઈ ચિત્ર શદિ તેરશના દિને મુંબઈ સરકારના કેળવણી ખાતાના પ્રધાન શ્રી દિનકરરાવ દેશાઈના પ્રમુખપદે મહાવીર જયંતી પ્રસંગે “અહિંસા દિન ની ઉજવણી થઈ. જેઠ વદિ બારશના દિને આચાર્યશ્રી સમુદ્રસૂરિજીએ “શિક્ષણ દ્વારા સમાજનો અભ્યદય” એ વિષય ઉપર મનનીય પ્રવચન કર્યું. આષાઢ શુદિ બારસના રોજ આચાર્ય તુલસી આચાર્યશ્રી ને મળવા વિદ્યાલયમાં પધાર્યા. આસો વદિ ત્રીજે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સમક્ષ આચાર્યશ્રીએ કહ્યું, “વિદ્યાપ્રાપ્તિનું મુખ્ય ધ્યેય સત્ય સમજવાનું અને સત્યનું આચરણ કરવાનું છે. વિદ્યા પ્રાપ્ત કરી તેનો ઉપયોગ સમાજના કલ્યાણમાં અને ધર્મેદ્વારમાં કરવો એ જ મહાન સગુણ છે.”
આચાર્યશ્રીને શક્તિ અનુસાર હરવાફરવાની છૂટ મળી અને દરરોજ સવારમાં વાલકેશ્વર દર્શનાર્થે જવાનો કાર્યક્રમ લગભગ દોઢ માસ ચાલુ રહ્યો. વર્ષાઋતુ શરૂ થતાં આ કાર્યક્રમ બંધ થયો. આ સમય દરમિયાન તબીબી સલાહકાર મંડળના દાકતરો નિયમિત રીતે આચાર્યશ્રીનું સ્વાથ્ય તપાસવા આવતા હતા અને સુધારા પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા હતા. આચાર્યશ્રીની સંસ્થામાં સ્થિરતા હોવાથી દાકતરી લાઈનના જૂના વિદ્યાર્થીઓ હંમેશાં મદદ આપવા તત્પર હતા. આ રીતે જુલાઈના અંત સુધી ચાલ્યું. આચાર્યશ્રીની શારીરિક સ્થિતિમાં સવિશેષ સુધારો કે રોગ તદ્દન નાબૂદ ન થયેલ હોવાથી ઉપચારસમિતિ બોલાવવામાં આવી હતી; જે વખતે ઉપાયોમાં ફેરફાર કરવા અંગે જુદાં જુદાં સૂચનો થયાં. આ સમિતિએ પર્યુષણ પર્વ પછી ફરી મળી પુનઃ વિચારણું કરવાનું નક્કી કર્યું. થોડા દિવસો સુધી સારવાર અને ઉપચાર ચાલુ રાખ્યા. દાકતરોએ નિયમિત આવી શારીરિક તપાસ ચાલુ રાખી.
આચાર્યશ્રીની શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા દરમિયાન તબીબી મંડળના દાકતરોએ કોઈ પણ જાતના સંકોચ વિના સમગ્ર શક્તિ અને નાણાંના ભોગે સેવા અપ છે. તબીબી મંડળના દાકતરોએ રાત્રે કે દિવસે ગમે તે સમયે, સમયની અનુકૂળતા હોય કે ન હોય, છતાંયે આચાર્યશ્રીના સ્વાથ્ય માટે તરત જ રૂબરૂ આવી પૂરતી કાળજી રાખી હતી. ડૉ. જયંતિલાલ ચંદુલાલ શ્રોફે મહિનાઓ સુધી સંસ્થામાં અને પછી ઈશ્વરનિવાસમાં દરરોજ એક વખત નિયમિત જઈને સેવા આપી હતી. પેથોલૉજિસ્ટ ડૉ. શાંતિલાલ એન. શાહે સંસ્થામાં આચાર્યશ્રીની સ્થિરતા દરમિયાન અને પછી પણ મહત્વની સેવા આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org