________________
૧૫૬
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
કર્યો આ તેમની અપૂર્વ વિશિષ્ટતા છે; તેથી જ શ્રીમદ્ આનંદધનજીએ દર્શન જિન અંગ ભણીને રૂપે શ્રીનેમનાથજીના સ્તવનમાં કહ્યું છે.
પદાર્થવિજ્ઞાન(Science) તો પરમાત્મા મહાવીરના અનંતજ્ઞાનનો એક વિભાગ છે; દા॰ ત॰ શ્રીભગવતી સૂત્રમાં ભાષાવર્ગણાના પુદ્ગલોને ક્યા ક્યા વર્ણ, ગંધ, રસ અને પોં છે તે ગૌતમ સ્વામીજીના પ્રશ્નોનો ઉત્તર પ્રભુ મહાવીરે આપ્યો છે; આવું સમજ્ઞાન સર્વના સિવાય બીજાને હોઈ શકે નહિ; હજારો વર્ષ પહેલાં પરમાત્માએ કહ્યું છે કે ભાષાવર્ગણા એ પુદ્ગલરૂપ છે. તે હાલમાં રેડીઓ અને ગ્રામોફોન દ્વારા સિદ્ધ થયું છે તેમ જ શરીરની છાયાના અને પ્રકાશનાં પુદ્ગલો પણ કૅમેરાથી ઝડપાયા છે.
3
પરમાત્મા મહાવીરના વ્યાપક જીવનના સારરૂપે આપણે એમનું આલંબન સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થઈએ, સંગતિ થઈ એમના જીવનસદ્ધાંતોને કાર્યમાં ઉતારીએ, નજીવા કલેશોને તિલાંજલી આપી જૈન સમાજની ઉન્નત માટે એકત્ર થઇ એ, એમના સિદ્ધાંતો પરદેશમાં ફેલાવવા નિશનો મોકલીએ, એમના જીવનનો મહાન ગ્રંથ—ઐતિહાસિક, વૈજ્ઞાનિક, યૌગિક અને આધ્યાત્મિક રીતે ગૃહસ્થજીવન, સાધુજીવન, માતૃ—પિતૃ—ભક્તિ, બંધુનેહ, ગણુધરવાદ, તીર્થસ્થાપના વગેરે અનેક દૃષ્ટિબિંદુઓથી સરળ ભાષામાં તૈયાર કરાવીએ, આલસ્ય ખંખેરી પુરુષાર્થ-પરાયણ થતા રહીએ, અહિંસા, સંયમ, તપ, સામાયિક, બ્રહ્મચર્ય, દાનધર્મ વગેરેમાં પ્રગતિ કરતા રહીએ તો તે સંસ્કારો પાડતાં પાડતાં આપણે આપણા આત્માની અનંત શક્તિઓનો વિકાસ કરી એમની માફક અવશ્ય મુક્તિગામી બની શકશું એ નિર્વિવાદ સત્ય છે.
ભગવાન મહાવીરનો આર્હતધર્મ ઉદ્ઘોષણા કરે છે કે ‘કર્તવ્યકમને આદરી સર્તન ધારણ કરજો, ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય કે જે મનોબળને નબળું પાડનાર છે અને આત્માના ભાવિ ઉજ્યને અટકાવનાર છે તેમને હૃદયમાં પેસવા દેશો નહિ, નિરંતર આત્મચિંતવન કરજો, કટુતામાં મધુરતા રાખજો, દુઃખમાં સુખ માની લેતાં શીખો, દુઃખોને અનુભવી ઢીલા થશો નહિ અને સંતાપનાં રોદણાં રડશો નહિ; તમારા આત્માને દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઓતપ્રોત કરી નિશ્ચય ખળ(will power)થી તેને ટકાવી રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરો.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org