________________
ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય
હતું.
રાક્ષસ કહ્યો છે તે બિલ્લરાજ મર્મરક તે પછી એક જ સકામાં “ ખાખરો ભૂત ” બની જાય છે તે સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯–૧૨૬૨)ની પ્રીતિકૌમુદીમાંના નીચેના ઉદ્દરણ પરથી સ્પષ્ટ થશે :
" श्मशाने यातुधानेन्द्रं बद्ध्वा बरकाभिधम् । સિદ્ધરાનેતિ રાનેન્દુો નો રાનાનિથુ ||” ૨૮.
અર્થાત્ – “ બર્બરક નામના સ્મશાનમાંના મોટા ભૂતને ખાંધીને તે રાજચન્દ્ર રાજાઓની પંક્તિઓમાં ‘ સિદ્ધરાજ ’ બન્યો.
""
તામ્રપત્રોમાં સિદ્ધરાજને વર્યનિષ્ણુ એવું વિશેષણ લગાડાયેલું હોવાથી આ પ્રસંગ બહુ મોટો ગણાતો હોવો જોઈએ.
t
પોતાના વિ. સં. ૧૨૫૬ના ભાદ્રપદ અમાસ વાર મંગળના પાટણના તામ્રપત્રમાં ભીમદેવ બીજો પોતાને “ અમિનસિદ્ધાન ” કહેવરાવે છે. આ પછીનાં પણ કેટલાંક તામ્રપત્રોમાં આ બિરુદ મળે છે. આથી સમજાય છે કે માત્ર ૫૦ જ વર્ષમાં જયસિંહ સિદ્ધરાજ ચૌલુક્યવંશનો અનુકરણીય આદર્શ રાજા ગણાવા લાગેલો.
આ કાવ્યમાં વર્ણવેલા મૂળરાજના સૌરાષ્ટ્રવિજય તથા તેના જ શાસનકાળ દરમ્યાન ચામુણ્ડરાજના લાટવિયને સ્વ॰ દુર્ગાશંકર શાસ્ત્રી કલ્પિત માને છે; પરન્તુ સ્વ॰ રા॰ ચુ॰ મોદીએ આનો સચોટ ઉત્તર આપેલો છે. મૂળરાજ પછી ભીમદેવ સુધી કોઇએ સૌરાષ્ટ્ર પર આક્રમણુ કર્યાનું કથન મળતું નથી; જ્યારે સોમનાથની ભાવભૃહસ્પતિની પ્રશસ્તિમાં પણ ભીમદેવે સોમનાથનું પથ્થરનું મન્દિર બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, તે આપણે આગળ જોઈ ગયા. તે જ રીતે ચામુણ્ડરાજથી કર્ણદેવ સુધીના કોઈ ગુર્જરેશ્વરે લાટ ત્યાનું સૂચન ક્યાંય મળતું નથી; જ્યારે કર્ણનું વિ. સં. ૧૧૩૧નું નવસારીનું તામ્રપત્ર તેની લાટ પરની સત્તાનું સૂચક છે. આથી આ પ્રસંગોને સત્ય માનવા પડે છે.
ઉપર ઉતારેલા સંસ્કૃત યાશ્રયના છેલ્લા શ્લોકમાં ઋષિઓ ચૌલુકયચૂડામણિ રાજા કુમારપાલને પૃથ્વીને અટ્ટણી કરી સ્વકીય સંવત્સર-પ્રવર્તન માટે આદેશ – આશીર્વાદ આપે છે. ત્રિષ્ટિશાળાપુરુષ પતિના ૧૦મા પર્વના ૧૨મા સર્ગના ૭૭મા શ્લોકમાં શ્રી મહાવીરસ્વામીના મુખમાં મૂકેલી ભવિષ્યવાણી પણ કહે છે કે
Co
'दायं दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् । अङ्कयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः ॥”
અર્થાત્ – “ તે (કુમારપાલ) દ્રવ્ય આપી આપીને જગને ઋણમુક્ત કરીને પૃથ્વી ઉપર નિજ સંવત્સર આંકશે ~ પ્રવતાવશે. ’
-
“ શ્રી જૈન સત્યપ્રકાશ ’ના ૯૩મા અંકમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ શત્રુંજયની ચોમુખજીની દૂકના મૂળ મન્દિરના દરવાજાની ડાબી બાજુની એક ધાતુપ્રતિમા ઉપરનો લેખ પ્રકાશિત કરેલો, જેમાં “ શ્રીસિદ્ધદેમવુમાર્ સ ૪ ” આપેલી છે. હેમચન્દ્રાચાર્યના પોતાના મિયાનજિન્તામળિ’ કોશમાં એક સ્થળે (૬. ૧૭૧) ‘ સંવત્ ’નો અર્થ સમજાવતાં કહ્યું છે કેઃ
દ
'यथा विक्रमसंवत् सिद्धहेमकुमारसंवत् ”
આથી વિશેષ પ્રકાશ આ વિષય પર અદ્યપર્યન્ત પડ્યો નથી, પરન્તુ કુમારપાલની નૂતન સંવત્સર પ્રવર્તાવવાની તીવ્ર ઇચ્છા ફલીભૂત થઈ હશે, જેને પરિણામે સિદ્ધરાજ, હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ એ ત્રણે વિભૂતિઓનાં નામથી અંકિત આ સંવત્સર શરૂ થયો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org