________________
૯૫
યુગદા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
ઘણાં વર્ષોથી કહી છે. પશ્ચિમના ચિંતકો આપણા સ્વતંત્ર દર્શનને સ્વીકારતા થયા છે. જર્મન ચિંતક હેગલ આપણા જૈન દર્શનની નજીક આવે છે. સ્વ પ્રા॰ આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમના સાપેક્ષવાદના સિદ્ધાંતને લઈ તે જૈન સિદ્ધાંતની ઘણી નજીક આવે છે. ‘મેટર’ અને ‘માઇન્ડ ’ની વ્યાખ્યામાં અને વિશ્વના ઉદ્ભવ સંબંધી વિચારણામાં જૈન વ્યાખ્યાઓનો હવે વ્યાપક રીતે સ્વીકાર થઇ રહ્યો છે. વિજ્ઞાનની ચકાસણીમાં આપણો ધર્મ ટકી રહ્યો છે અને ટકી શકે એમ છે એ નક્કર સત્ય છે.
વિજ્ઞાન અને ધર્મ વચ્ચે મેળની જરૂર
આજના વિજ્ઞાને સમય અને સ્થળનું અંતર દૂર કર્યું છે. સમસ્ત વાતાવરણમાં આપણા અવાજનો પડધો પડે છે એ વસ્તુ રેડીઓ જેવી શોધોએ પુરવાર કરી છે. આજના વિજ્ઞાને આસુરી કહી શકાય એવી વિનાશક શક્તિ પેદા કરી છે. આજના માનવી પાસે સાધનો છે, સંપત્તિ છે, જ્ઞાનના વિવિધ પ્રકારનો વિકાસ અને સિદ્ધિઓ છે. આજના યુગમાં માનસશાસ્ત્રજનિત વિજ્ઞાને માનવીના ચિંતન અને એ પરત્વેનું એનું વલણ બદલી નાખ્યાં છે. માનવીએ ભૌતિક પ્રતિ કરી વિપુલતા પ્રાપ્ત કરી છે પણ આજના દાર્શનિકો અને તત્ત્વજ્ઞોને લાગે છે કે આ ભૌતિક પ્રગતિના મુકાબલે માનવી આધ્યાત્મિક અને નૈતિક જીવનમાં કંઈ જોજનો દૂર પાછળ રહી ગયો છે. આમ આજના અપરિમિત જ્ઞાનવિજ્ઞાનની અનેક શોધો છતાં માનવી હજી કેટલીય બાખતમાં પાછળ છે–અન છે.
વિજ્ઞાન એક તરફ આગળ વધી રહેલ છે, જ્યારે બીજી તરફ આપણા વિનાશનું કારણ બની રહેલ છે. આથી વિજ્ઞાન ઉપર અંકુશ મૂકવો જરૂરી બની રહેલ છે. આ લગામ જો નહિ આવે તો માનવીના વિનાશની એક નવી તવારીખ રચાશે. અણુબૉમ્બ અને બીજી શોધોએ યુદ્ધનું આખું શાસ્ત્ર બદલી નાખી આજના જીવનમાં અનેક કોયડાઓ પેદા કર્યાં છે.
વિજ્ઞાનની શોધોને પરિણામે આજે સંકુચિત ભાવનાઓને ક્યાંયે સ્થાન રહ્યું નથી. માનવીની દૃષ્ટિને વિકસાવે એવું ધણું ધણું આ ભૌતિક દુનિયામાં બની રહ્યું છે. ભૌતિક દુનિયાનો વિકાસ અને આધ્યાત્મિક નૈતિક જીવનની પીછેહઠ આ બંને કારણોને લઈ આજની જીવન-વીણા વિસંવાદી સૂરો વહાવી રહી છે. સમષ્ટિના સંધર્ષમાં પણ આ જ બે કારણો છે. પરિણામે નિષ્ફળતા અને નિરાશાના ધોર વાદળો ચારે બાજુ ઝળુંબી રહ્યાં છે. વિજ્ઞાને જન્માવેલી લાગણી અને ધર્મભાવના વચ્ચે મેળ સાધવાની ખાસ જરૂર છે. આ કાર્ય ધર્મગુરુઓ જેટલું બીજું કોઈ ન કરી શકે. આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી આ રીતે આપણી ઘણી સેવા બજાવી ગયા.
આદર્શ ગુરુ
આજના યુગને પ્રતિકૂળ થવાથી—યુગની પ્રવૃત્તિઓથી નિર્લેપ થવાથી આપણે સાચું જીવન જીવી શકવાના નથી. એમ કરવા જતાં આપણી તાકાત જ તૂટી જશે. એથી આજના યુગને સમજીને આપણે પ્રવૃત્તિ કરવાની છે. કોઈનું યે અમંગળ ઇછ્યા વિના, સદાયે જાગ્રત રહી, આત્મકલ્યાણ સાધવાનું છે. આ આત્મકલ્યાણ આપણે આપણી રીતે કરવાનું છે. એ માટે આપણને સદ્ગુરુની જરૂર છે. આજના યુગમાં આ સદ્ગુરુ કેવા હોઈ શકે એનો દાખલો આચાર્યશ્રીએ આપણી સમક્ષ મૂક્યો છે. એમની અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિનું ઉદાહરણ આપણી સમક્ષ છે. એઓશ્રીએ આપણને આપણી ફરજનું ભાન કરાવ્યું છે. યુગવીર–યુગદષ્ટા આચાર્ય તરીકેનું એઓશ્રીનું સ્થાન અનન્ય છે. પરિવર્તનશીલ સંસારમાં સમાજ તેમજ ધર્મને નજરમાં રાખી ધર્મમય પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય એનો અનુપમ દાખલો આચાર્યશ્રી આપણી સમક્ષ મૂકી ગયા છે. એમનો વારસો આપણે જીરવવાનો છે. આપણે આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org