________________
યુગદા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
Ge
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે મધ્યમ વર્ગ તૂટી રહ્યો છે. મધ્યમ વર્ગની સામાન્ય આકાંક્ષા મૂડીવાદી વર્ગનું અનુકરણ કરવાની હોય છે. આ અનુકરણ ખાદ્ય છે પણ ખરું જોતાં અંદરથી મધ્યમ વર્ગ તૂટી રહ્યો છે. આ ક્રિયા-પ્રક્રિયા ચાલુ રહેશે તો સમાજના મધ્યમ વર્ગને મજૂરવર્ગમાં ફેરવાઈ જતાં વાર નહિ લાગે. આચાર્યશ્રીએ મધ્યમ વર્ગને જિવાડવાની, તેમના ઉત્કર્ષની જે વાત કરી છે. એનું કારણ એ છે કે એ સંગઠિત નથી અને એકત્રિત અવાજ ઉઠાવી શકે તેમ નથી. સમય-જ્ઞ આચાર્યશ્રીએ કાળની નાડ પારખી સમાજને કાળની સાથે કૂચકદમ ભરતો કરવાના શુભાશયથી અનેક પ્રયત્નો કર્યાં. આચાર્યશ્રીની આ સેવા અનુપમ છે અને એનું મૂલ્યાંકન એ રીતે થવું ઘટે.
જૈન સાધુને અને સમાજસેવાને શી લેવા દેવા ? મધ્યમ વર્ગના ઉત્કર્ષની ભાવના, કેળવણી અને સુધારા માટેની હિમાયત—આ બધી પંચાત જૈન સાધુઓ શા માટે કરે? આવા પ્રશ્નો સ્વાભાવિક રીતે પુછાય છે. કારણ કે જૈનશ્રમણ પોતાના આત્માના ઉત્કર્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. એમની પ્રવૃત્તિ સાંસારિક પ્રવૃત્તિ નથી. સમાજની સામાન્ય સમજણ આવી હોવા છતાં જેઓ વસ્તુસ્થિતિને સાચી રીતે સમજી શકે છે તેઓ તો ખરાખર સમજે છે કે સમાજને પ્રગતિશીલ અને સશક્ત બનાવે એવાં કાર્યો માટે સમાજને પ્રેરણા આપવી એ એમની ફરજ છે. સમાજ અને સંસ્થા અન્યોન્ય પૂરક છે. જૈન સંઘના આપણા આદર્શમાં પણ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને સમાનભાવે પ્રરૂપ્યા છે. એ ચારેના સમુત્કર્ષમાં જ સંધનો યોગક્ષેમ છે. આચાર્યશ્રીના જીવનમાં સમાજસેવાનો આ આદર્શ ભારોભાર જોવા મળે છે. યુગમૂર્તિ તરીકેનો વિકાસ
જૈન સમાજ અને જૈન સંસ્કૃતિની વિકાસકથા બતાવે છે કે દેશની અનેકવિધ અસરોથી એ મુક્ત નથી. જૈનશ્રમણોએ સાહિત્યની અનેકવિધ સેવાઓ કરી છે. વિવિધ અસરો ઝીલતા સમાજને યોગ્ય માર્ગદર્શન કરાવ્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય, જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી અને સમર્થ વિદ્વાનો મહોપાધ્યાય શ્રીયશોવિજયજી, શ્રી આનંદઘનજી મહારાજ અને એ પછીના અનેક મહાપુરુષોએ એ સેવાને ચાલુ રાખી છે. આ પરંપરા સમાજથી પર છે એમ કહી શકાય નહિ. તે તે યુગની અસરો તે તે સમાજ પર અચૂક પડે છે. આ વાત જૈન ધર્મની પરિભાષામાં કહેવી હોય તો એમ કહી શકાય કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર એક યા બીજા રૂપે વ્યક્તિ અને સમાજ ઉપર થયા વિના રહેતી નથી. આ રીતે વિચાર કરતાં લાગે છે કે આચાર્યશ્રી કાળના પ્રવાહના અને નિત્યનૂતન સંજોગોના જ્ઞાતા હતા. આચાર્યશ્રી જોઈ શક્યા કે શ્રમણ સંસ્થા સમાજથી જુદી નથી. એ સંસ્થાએ જો વિકાસ સાધવો હશે તો એણે પણ કાળના પ્રવાહો સાથે વહેવું પડશે. તો જ એ પ્રગતિશીલ બની શકશે. આથી જ આચાર્યશ્રીએ રૂઢ સમાજના ચોકઠામાંથી બહાર જઈ તે ધાર્મિક કેળવણીની સાથોસાથ વ્યાવહારિક કેળવણીના મહત્ત્વ ઉપર ભાર મૂકયો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી માંડીને અનેકવિધ વિદ્યાલયો, કૉલેજો અને સ્કૂલોની સ્થાપના કરાવી જ્ઞાનની પ્રવૃત્તિ કરી. આ વર્ગના ઉદ્ધારની વાતો કરી. રાજકીય તેમ જ સામાજિક પરેિબળોની સાથે રહી તેઓશ્રી ‘ યુગમૂર્તિ’ બની શકયા.
આચાર્યશ્રી જૈનશ્રમણ સંસ્કૃતિના પ્રખર જાણકાર એવા હોવા છતાં તેઓશ્રી અન્ય સંસ્કૃતિઓનું પણ સમગ્રતયા દર્શન કરી શક્યા. રાજ્ય તથા સમાજની પ્રવર્તમાન અસરોને ઝીલી તેનો પડઘો પાડી શક્યા. સાંપ્રદાયિક આંતરકલહોની બાબતો પડતી મૂકી આચાર્યશ્રી સર્વગ્રાહી સિદ્ધાંતના સમન્વય કાજે પ્રયત્ન કરી તેના પુરરકર્તા બન્યા.
રાજકીય પરિબળોની સમાજ ઉપર થતી પ્રબળ અસર પ્રીછી શકેલા આચાર્યશ્રી જનતાને રાજકીય જીવનમાં રસ લેવા કહે એ એમના યુગમૂર્તિ તરીકેના વિકાસક્રમની એક કડી છે. એની પાછળનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org