________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
તેત્રીસમું ચોમાસું શાસન-કાર્યની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું થયું. ચોમાસા બાદ મુનિશ્રી લલિતવિજયજી, મુનિશ્રી ઉમંગવિજ્યજી, મુનિશ્રી વિદ્યાવિજયજી વગેરેને ગણિપદ તથા પન્યાસપદ આપ્યાં. | ગુજરાત કરતાં રજપૂતાનાની પરિસ્થિતિ અને સામાજિક દશા વિષમ હતાં. કેળવણીનું તદ્દન ઓછું પ્રમાણ, નિરક્ષરતા, જના રીત-રિવાજો, કન્યા-વિક્રય, વૃદ્ધલગ્નો, મૃત્યુ પાછળનાં જમણ, વિલાસપ્રિયતા, બાળવિધવાનો પ્રશ્ન, વિપુલ સંપત્તિની વચ્ચે જ ગરીબાઈ અને ખાવાની ચિંતા –સમાજની આવી વિષમ દશા રજપૂતાનાની હતી. પૂર્વગ્રહો અને પક્ષપાતો માનવી જીવનને કલુષિત કરતા હતા. આ સમયે રજપૂતાના મભૂમિના સમય-જ્ઞ આગેવાનોએ મહારાજશ્રીને આગ્રહ કર્યો. તેઓશ્રી જોઈ શક્યા કે
જો આ પ્રજાનો ઉદ્ધાર નહિ થાય, સામાજિક દૂષણ દૂર નહિ થાય તો આવતી કાલ ઘણી કપરી થશે. રૂઢિ, વહેમ અને અજ્ઞાનના નાશ માટે ગોડવાડમાં વિદ્યાલયની સ્થાપના માટે પ્રવૃત્તિ ચાલી. ઉનાળામાં સં. ૧૯૭૫ના જેઠ શુદિ એકમના દિને ખીવાડી ગામમાં ફંડ માટે પ્રયાસ કર્યો. ત્યાંના કુસંપને દૂર કરાવતો ફેંસલો આપ્યો. આ રીતે ત્રીસ વર્ષનો જૂનો ઝઘડો દૂર થયો. ખીંવાડીથી વિહાર કરી પોમાવા થઈ શિવગંજ થઈ બાલી ગયા. પાંચ મુનિરાજોએ બાલીમાં અને મહારાજશ્રીએ સાદડીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પછી પોષ માસમાં લાલ દોલતરામના પ્રમુખપદ નીચે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન થયું. તેમાં કોન્ફરન્સની જરૂરિયાતો, શાંતિની યોજના, અવિદ્યા, કર્તવ્ય-પરાયણતા, એકતાની જરૂરિયાત, કેળવણીના ફાયદા વગેરે વિષયો પર મહારાજશ્રીએ પ્રવચનો કર્યો.
સાદડીથી શિવગંજ થઈ, ત્યાંથી સંઘમાં પેરવા, બાલી, લુણાવા, લાઠાર થઈ રાણકપુર પહોંચ્યા. ત્યાં યાત્રા કરી સાદડી, ધાણેરાવ, મુછાળા મહાવીરની યાત્રા કરી સંઘ દેસુરી પહોંચ્યો. ત્યાંના શ્રાવકોમાં કલેશ હતો, અદાલતમાં કેસ ચાલતો હતો. મહારાજશ્રીએ અંદરોઅંદર ફેંસલો કરવા બન્ને પક્ષોને સમજાવ્યા, પણ તેઓ માન્યા નહિ. ક્ષણભર વિચાર કરીને મહારાજશ્રીએ સાધુઓને ગોચરી ન જવાનો આદેશ દીધો. વાતાવરણમાં નવી ચમક આવી. આખરે સમાધાન થયું. દેસુરીથી જઈ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી ઉદયપુર પધાર્યા. ઉદયપુરમાં આચાર્ય શ્રીને મસૂરીશ્વરજી સાથે મુલાકાત થઈ. બંને મહામુનિઓએ દિલ ખોલીને વાત કરી. બંને એકમેકની નજીક આવ્યા. આમંત્રણમાં મુનિ-સંમેલનના બીજ રોપાયાં અને બંનેના સમુદાય એકમેકની નજીક આવ્યા.
ગોડવાડનાં ગામોમાં જ્ઞાનના પ્રચારની નેમથી મહારાજશ્રીએ ફાલનામાં ચોમાસું કર્યું. બીજા મુનિઓએ બિકાનેર, સાદડી, તખતગઢ સાચવ્યાં. સાદડીમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળાની સ શ્રી લલિતવિજયજીના હસ્તે થઈ. મુંડારામાં પણ પાઠશાળા અને લાયબ્રેરી થઈ. મુંડારાથી સંઘમાં વરકાણા અને ત્યાંથી રાણી, ચાંચોરી વગેરે સ્થળે થઈ મહારાજશ્રી ખાંડ ગયા. ત્યાં પાઠશાળાની સ્થાપના થઈ. ત્યાંથી ગંદોજ પધારી પાઠશાળા સ્થાપિત કરી. ત્યાંથી કુલ્લાગામ, પાલી થઈ જાડણ ગયા અને ત્યાંને કુસંપ દૂર કરાવી મંદિર તથા ધર્મશાળાના જીણોદ્ધાર માટે ફંડ કરાવ્યું. અહીંથી સોજત ગયા અને ત્યાં “શ્રી શાંતિ વર્ધમાન પેઢી ની સ્થાપના કરી જીણોદ્ધારનું કામ શરૂ કરાવ્યું. ત્યાંથી કાપડૅજીની યાત્રા કરી. ખ્યાવરમાં બે ભાઈઓના મનદુઃખનું નિવારણ કરી સં. ૧૯૭૭ના ચૈત્ર શુદિ ૯ના દિને મહારાજશ્રીએ બિકાનેરમાં પ્રવેશ કર્યો. અહીં ભગવતી સૂત્રની વાચના કરી. અહીંના ચોમાસા દરમિયાન ઘણી ધર્મારાધના કરાવી. સંઘે સારો લાભ લીધો. ત્યાંથી વિહાર કરી લૂણકરણસર, મહાજન આદિ ગ્રામોમાં થઈ સૂરતગઢ પધાર્યા. ત્યાંથી હનુમાનગઢ વગેરે ગામોમાં પ્રચાર કરી ડબવાલીથી મંડી ગયા અને પંજાબમાં પ્રવેશ કર્યો.
ત્રણ વર્ષના ગાળામાં ગોડવાડના ઉદ્ધાર માટેના મહારાજશ્રીના સતત ભારે પરિશ્રમ છતાં જ્ઞાનપ્રચારનું ધાર્યું કામ ન થઈ શક્યું. સ્થળે સ્થળે પાઠશાળાની સ્થાપના થઈ. માનવીને કચડતી રૂઢિઓ સામેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org