________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
બપોરના જાહેર સમારંભમાં ઘણું મનનીય પ્રવચનો થયાં. આચાર્યશ્રીએ પ્રવચનની શરૂઆત કરતાં જણાવ્યું કે “મુંબઈ શહેરમાં ઘણું ધનાઢયો છે, ઘણાં ઉદારદિલ ગૃહસ્થો છે, ઘણા સાક્ષરો છે, છતાં મારી ભાવના મુજબ આ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ તેટલી થઈ દેખાતી નથી. અલ્પ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું કે હજુ આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણના અનેક કાર્યો થાય. સમજનાર માટે ઇશારો બસ છે. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણના કાર્યને વેગ આપો. જૈન શાસનનો ઉદય કરવો હોય, જૈન શાસનનો ઝંડો જગતમાં ફરકાવવો હોય તો તમારું ધન શિક્ષણપ્રચારના કાર્યમાં લગાવો. આ મારી ભાવના છે—મારા અંતરની ભાવના છે. હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.”
મુંબઈ સરકારના મજૂર સચીવ શ્રી. શાંતિલાલ શાહે જણાવ્યું કે, “ભારતવર્ષના જૈનો પાસે પુષ્કળ ધન છે. જેની પાસે વિદ્વાનોની કમી નથી. જેની પાસે વિદ્યા તથા ત્યાગને વરેલો પૂજનીય સાધુવર્ગ છે. તો જૈનો જૈન ધર્મ તથા તત્ત્વજ્ઞાનની એકાદ કૉલેજ ઊભી કરે તો તે આવકારદાયક ગણાશે.”
મુંબઈના તે વખતના નગરપતિ શ્રી ગણપતિશંકર દેસાઈએ જણાવ્યું કે, “કાળ વહી રહ્યો છે. એનો સદુપયોગ કરો. જુગેજગે આવા આચાર્યો જન્મતા નથી. કર્તવ્યબુદ્ધિને જાગ્રત કરો. જાગ્રત કરનાર જો કોઈ વસ્તુ હોય તો તે વિદ્યા છે. સમાજ વિદ્યાથી ઉન્નત બનશે. આચાર્યશ્રીએ સમાજમાં વિદ્યારૂપી દીવો પ્રગટાવ્યો છે, એનો પ્રકાશ સદાકાળ તેજપૂંજ વેરતો રહે એમ હું ઈચ્છું છું.”
પુરાતત્વ વિશારદ મુનિશ્રી જિનવિજ્યજીએ જણાવ્યું કે “આ પ્રસંગે આચાર્ય વિજયવલસૂરિજીના દર્શનનો લાભ મળશે એમ સમજી હું અહીં આવ્યો છું. એમના ચરણોમાં થોડા દિવસ રહેવાનો મને લાભ મળ્યો હતો. આચાર્યમહારાજે તમને આ સંસ્થાને આગળ વધારવાની જે વાત કહી છે તે તમે સમજો. તમને તેમના પ્રત્યે ભક્તિભાવ હોય તો દરેક ભાઈએ તેમની પાસે જઈ કહેવું જોઈએ કે “પૂ. આચાર્યશ્રી, આપની ઇચ્છા મુજબ અમે કાર્ય કરવા તૈયાર છીએ.” આ પ્રમાણે તેમની ઈચ્છા મુજબ વિદ્યાનો પ્રચાર કરવાના કાર્યમાં લાગી જાઓ.”
પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી મનસુખલાલ માસ્તરે સંસ્થાની ધીમી છતાં નક્કર પ્રગતિ માટે સંચાલકોને અભિનંદન આપ્યા હતા. તેમણે આચાર્યશ્રીના પ્રવચનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,
જૈન કોમ બુદ્ધિશાળી અને વ્યવહારુ છે એટલું જ નહિ, તેની પાસે ધન પણ છે. આચાર્યશ્રીએ જે મૂર્તિ ખડી કરવાની, જે પ્રાસાદ રચવાની યોજના કરી હતી એ યોજના સિદ્ધ થઈ નથી. સંચાલકોએ તેમની આ ભાવનાને આ વિદ્યાલયમાં મૂર્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે “ધનાઢ્ય પુરુષો ઓછા થતા જાય છે એમ કહેવાય છે. ધીમે ધીમે કર વધતો ગયો છે અને ધીમે ધીમે માલમિલકતનો મોટો ભાગ સરકાર તેના હાથમાં લઈ લેશે એ વાત સાચી છે. આથી જેમની પાસે ધન છે તેમણે પોતાની હયાતી દરમિયાન સારી એવી રકમનું દાન કરવું જોઈએ. વળી વિદ્યાદાન જેવું બીજું એકેય દાન નથી. એટલે આ દિશામાં જૈન સમાજ દાનનો પ્રવાહ વહેતો કરશે એવી આશા છે.”
આવી રીતે આચાર્યશ્રીની નિશ્રામાં ત્રણ દિવસનું ભરાયેલું આ સ્નેહસંમેલન ખરે જ “ઐતિહાસિક સંમેલન” તરીકે ઓળખાય તેવું બન્યું
આ પછી આચાર્યશ્રીની પ્રવૃત્તિ દિન-પ્રતિદિન વિકસતી રહી. શિવ, ભાંડુપ વગેરે સ્થળોએ પ્રેરક પ્રવચનો આપી આચાર્યશ્રી થાણામાં પધાર્યા. માગસર શુદિ દશમથી બે મહિના સુધી આચાર્યશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org