________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ડાબી બાજુના હાંસિયાની મધ્ય ભાગમાં તથા નીચેના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના અઢારમા તથા ઓગણીસમા ભવની રજૂઆત કરેલી છે.
નીચેની કિનારમાં અનુક્રમે પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના વીસ, એકવીસ અને ત્રેવીસમાં ભવની રજૂઆત કરેલી છે.
બાવીસમા પૂર્વભવની રજૂઆત ઉપરની કિનારમાં જ ચાર ઝાડોની સાથે એક માણસ ચીતરીને કરેલી છે.
પાનાની મધ્યમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ સમયે જગતમાં કેવું વાતાવરણ હતું તેનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે.
૭. પ્રતના પાના ૪૪નો આંક વાળો ભાગઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના ચોવીસમા ભવની, મધ્ય ભાગમાં પચીસમા ભવ અને નીચેના ભાગમાં છવ્વીસમા ભવની રજૂઆત કરેલી છે.
મધ્ય હાંસિયામાં ભૂમિતિની સુંદર આકૃતિ ચીતરેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરને સાધુ-અવસ્થામાં બંને કાનમાં ખીલા ઠોકીને ગોવાળિયાએ કરેલા ઉપસર્ગનો પ્રસંગ અને નીચેના ભાગમાં પ્રભુ મહાવીરના પગની પાસે ખીર રાંધતા ગોવાળિયાના પ્રસંગની રજૂઆત કરેલી છે.
" ઉપરની કિનારમાં અનુક્રમે એક બેઠેલો પુરુષ, સાધુને આહાર આપતી એક સ્ત્રી, સિદ્ધાર્થ અને ત્રિશલા તથા બંને હાથની અંજલિ જોડીને બેઠેલા બે ગૃહસ્થો તથા બે સ્ત્રીઓની રજુઆત ચિત્રકારે કરેલી છે. • નીચેની કિનારમાં અનુક્રમે ઊભેલા ત્રણ ઘોડાઓ તથા ત્રણ હાથીઓ ચીતરેલા છે.
આ પાનાની મધ્યમાં પણ પ્રભુ મહાવીરના જન્મને લગતું જ વર્ણન સોનાની શાહીથી લખેલું છે. • ૮. પ્રતના પાના ૬૭નો પ્રથમ ભાગઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં અરવિંદ રાજાની રજૂઆત કરેલી છે. મધ્ય ભાગમાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવના માતાપિતાનો પ્રસંગ છે. નીચેના ભાગમાં પૂર્વભવો પૈકીના આઠમા ભવનો પ્રસંગ ચીતરેલો છે. ' ': ઉપરની કિનારમાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવની રજૂઆત સુંદર રીતે કરેલી છે.
જમણી બાજુના હાંસિયામાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના બીજા, ત્રીજા અને ચોથા ભવના ચિત્ર-પ્રસંગે રજૂ કરેલા છે.
નીચેની કિનારમાં પ્રભુશ્રી પાર્શ્વનાથન પાંચમ, છઠ્ઠા અને સાતમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે.
પ્રતના પાના ૭નો આંકવાળો ભાગઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના તીર્થંકરના ભવના માતાપિતા અશ્વસેન રાજા તથા વામદેવી રાણીની રજૂઆત કરેલી છે. મધ્ય ભાગમાં પૂર્વભવો પૈકીના નવમા ભવના દેવવિમાનની તથા નીચેના ભાગમાં કમઠના નરકાવાસમાં ઉત્પન્ન થયેલા પ્રસંગની રજૂઆત ચિત્રકારે કરેલી છે.
મય હાંસિયામાં સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org