________________
ર
સમજાવવાની સરળ પદ્ધતિ
જૈનધર્મના આચાર્ય તરીકે તેઓશ્રી આગમો, વ્યાકરણ, સિદ્ધાંતો અને પ્રણાલિકા–પરંપરાથી વાકેફ હતા. જૈન ધર્મમાં વૈશિષ્ટય શું છે એનો . તેઓશ્રીને ખ્યાલ હતો. વ્યાખ્યાન દરમિયાન એમની તીવ્ર સ્મૃતિને કારણે શ્લોકો ઉપર શ્લોકો બોલ્યે જતા અને એનો અર્થ પણ સમજાવતા. વિરોધીઓના તર્કનો બુદ્ધિગમ્ય જવાબ આપવાની આચાર્યશ્રીની શક્તિ અજોડ હતી. એઓશ્રી ખીજાની શક્તિની કદર કરી શકતા અને એને ઉત્તેજન આપતા, અને છતાં કદીયે તેઓશ્રીએ પોતાને ‘ વિદ્વાન ગણવાનો દંભ કર્યો નથી અને કરાવ્યો પણ નથી. અનેકાંત જેવા ગહન વિષયને સમજાવવા તેઓ ધરગથ્થુ દાખલા આપતા. તેઓ કહેતા : “ એક માણસ ભત્રીજાનો કાકો, ભાણેજનો મામો, ભાઈનો ભાઈ, બાપનો ભેટો અને એટાનો બાપ તથા બહેનનો ભાઈ છે. એક જ માણસ જુદા જુદા માણસની જુદા જુદા સંબંધોની અપેક્ષાએ વિવિધ રીતે ઓળખાય છે. આવી રીતે એક જ વસ્તુ દરેકની જુદી જુદી દષ્ટિએ જુદી જુદી સમજાય છે. કોઈ કહે તે આપ છે અને બેટો નથી. એવો આગ્રહ કેમ રખાય ? એટાની અપેક્ષાએ તે બાપ છે અને ખાપન અપેક્ષાએ તે એટો છે. એ રીતે સત્યને સમજવા માટે સંબંધોની અપેક્ષા રહે છે. ’
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
શાસ્ત્રની વસ્તુ સમજાવવામાં આચાર્યશ્રી ઘણી વખત સાદાસીધા રૂપકનો ઉપયોગ કરતા અને તે પછી મૂળ વિષય પર જઇ એમાનું ચિંતન, એ ચિંતન પર વિવિધ આચાર્યોએ દર્શાવેલો અભિપ્રાય અને એમાંથી વિકસેલા જ્ઞાનનો અદ્યતન ખ્યાલ આપતા. આમ આચાર્યશ્રી એક વસ્તુને એના સ્વરૂપમાં રજૂ કરતા ત્યારે એ વિષયના મૂળથી માંડીને છેક અદ્યતન માહિતી મૂકી વિષયને રસિક અનાવતા. આનું પરિણામ એ આવતું કે આચાર્યશ્રી ધર્મના ગહન સિદ્ધાંતો અને ગહન વિષયો માનવીઓને સહેલાઈથી સમજાવી શકતા.
મૂર્તિપૂજાનો વિરોધ કરનારને તે પડકારતા અને કહેતા : “ પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા સ્વરૂપે છે જ. મૂર્તિઓ ભાવની પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ સ્થળો વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય પરંતુ માનવીના જીવનને ઉદાત્ત બનાવવા માટે પ્રતીક હોવું જોઈએ. આ પ્રતીક વિના કોઈ ને ન ચાલે. કોઈ છક્ષ્મીને માને, કોઈ ગ્રંથને માને. હિંદુઓ હરદ્વારની યાત્રાએ જાય. મુસલમાનો પાક થવા માટે મક્કાની હજે જાય. પારસીઓ અગિયારીમાં જાય. શીખો ગુરૂદ્વારામાં જાય. ઇસાઈઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌ કોઈનો હેતુ જીવનને ધન્ય બનાવવાનો અને જીવનનો ભાર ઓછો કરવાનો છે. મૂર્તિપૂજામાં ન માનનારા નાસ્તિકો પણ પોતાના માતા-પિતાની છબીઓ પડાવે છે તે એને સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તો છે શું? પ્રભુનું નામ અક્ષરોમાં લખાય એ પણ મૂર્તિપૂજાનો એક પ્રકાર છે. તો પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં પૂજ્યભાવ જાગ્રત કરીએ તો એમાં કશું ખોટું નથી.’’
પ્રતિષ્ઠાઓ તથા ઉપધાન
ઉપધાન તથા પ્રતિષ્ઠા જેવાં અનુષ્ઠાનોના આચાર્યશ્રી પુરસ્કર્તા ન હતા તેમ કહેવું તદ્ન ખોટું છે. પરંતુ આ ક્રિયાઓના નામે જે પ્રદર્શનાત્મક બિનજરૂરી ખર્ચાઓ થાય છે અને સમાજ ઉપર એનો જે ભારે બોજો પડે છે એનો પોતે ચોક્કસ વિરોધ કરતા. આચાર્યશ્રીએ અનેક ગામોમાં પ્રભુની પ્રતિમાઓ વિરાજમાન કરી પ્રતિષ્ઠામહોત્સવો ઊજવ્યા હતા ને મંદિરો માટે ફંડફાળા કર્યાં હતા. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના દહેરાસરની પ્રતિષ્ઠા, જાડણુમાં દહેરાસર, અંબાલામાં સં૦ ૧૯૭૯માં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા, સં૦ ૧૯૮૦માં આચાર્ય-પદ સ્વીકાર્યા પછી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org