________________
યુગદા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
૭૧
થાણામાં સ્થિરતા કરી ઉપધાન કરાવ્યાં. ઉપધાનમાં આચાર્યશ્રીએ સૂતરની માળાનો સુધારો કર્યો. ઉપધાન તપસમિતિએ માળાના ઘી બોલનારની ઈચ્છા મુજબ ઘીની બોલીની ઉપજ સાધારણમાં લઈ જવાનો ઠરાવ કર્યો. મહા શુદિ ચોથના દિને માળારોપણની વિધિ થઈ અને ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજ્યજીને આચાર્ય-પદવી આપવામાં આવી. આ બધા પ્રસંગોએ જનતાનો ઉત્સાહ સારો હતો. - થાણાથી આચાર્યશ્રી ગોડજીના ઉપાશ્રયે પધાર્યા. ફાગણ મહિનાની શરૂઆતમાં આચાર્યશ્રીએ જૈન સિદ્ધાંતોના પ્રચાર માટે “પુસ્તક પ્રકાશન ફંડ” શરૂ કરાવ્યું. ફાગણ શુદિ નોમના દિને જૈન ધર્મ અંગે પાશ્ચાત્ય વિદ્વાનોએ પ્રવચન કર્યો અને જૈન સિદ્ધાંતોના પ્રચાર માટે વિદ્વાનોની સમિતિ નીમવાનું સૂચન કર્યું.
ફાગણ વદિ બીજના દિવસે આચાર્યશ્રી સાથે ચાલીસ ચાલીસ વર્ષ રહેલા આચાર્ય સમુસૂરિજીએ પબ જવા માટે વિહાર કર્યો. ઉત્કર્ષ કંડ માટેનો પ્રચાર જોરશોરથી શરૂ થયો. ધનજી ટીટની સભામાં બહેનોએ બંગડીઓ આપી. પાટણ જૈન મંડળ બિલ્ડિંગમાં એસી ભાઈઓએ બે હજાર રૂપિયા ભેગા કરવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીએ ગલીએ ગલીએ પ્રવચનો કર્યા.
આઝાદ મેદાનમાં ચારે ફિરકાના આશ્રયે મજુર-સચિવ શ્રી શાંતિલાલ શાહના અધ્યક્ષપદે મહાવીર જયંતીની ઉજવણી થઈ. આ પ્રસંગે આચાર્યશ્રીએ જિનેશ્વર દેવે બતાવેલ અહિંસાધર્મને આચરણમાં મકવાનો ઉપદેશ આપ્યો. જૈનોના ઉત્કર્ષની મોટી યોજના માટે શ્રી કપુરચંદ મહેતા તથા શ્રી સોહનલાલ દુગડજીએ મોટી રકમ આપવાની તૈયારી બતાવી.
ચૈત્ર વદિ ચૌદશના રોજ આચાર્યશ્રીએ લુહારચાલની વિરાટસભામાં દારૂત્યાગ પર પ્રેરક પ્રવચન કર્યું. આ પ્રસંગે શ્રી મંગળદાસ પકવાસા, તેમ જ બીજા જાણીતા ગૃહસ્થોએ હાજરી આપી હતી, આચાર્યશ્રીએ જણાવ્યું: “ધર્મ-શાસ્ત્રો પુકારી પુકારીને કહે છે કે ખોટાં સાધનો અને પીણાં મનુષ્યને દુર્ગતિને પંથે ધકેલે છે. એવો દોષિત મનુષ્ય પોતાનું નુકસાન કરે છે અને પોતાના કુટુંબનો, સમાજનો અને રાષ્ટ્રનો ઉચ્છેદ કરે છે. માટે બૂરી આદતોને છોડી દો. મનુષ્યમાં મનુષ્યત્વ હોય તો દુર્ગતિને પંથે લઈ જતી વસ્તુઓ છોડી દેવી ઘટે. આત્મતત્વના વિકાસની આડે આવતી બધી વસ્તુઓને છોડી દો. પરદેશીઓ વિદાય થયા એની સાથે દારૂ પણ જવો જોઈએ. કોઈ પણ જાતનો નશો નાશકારક છે.”
આચાર્યશ્રીએ વધુમાં કહ્યું કે, “હું પંજાબમાં અંબાલા શહેરમાં હતો. ત્યાં મને પંડિત મોતીલાલ નહેરુનો ભેટો થઈ ગયો. વાર્તાલાપ દરમિયાન મેં તેમને પૂછ્યું કે “તમે દેશને આઝાદ કરવા બહાર પડ્યાં છો તો પછી પરદેશી સિગારેટ કેમ પીઓ છો ?' તરત જ મોતીલાલજી એ સિગારેટ ફેંકી દીધી અને સિગારેટ ન પીવાની પ્રતિજ્ઞા લીધી. પછી પંડિત મોતીલાલ નહેરુએ એક જાહેર સભામાં કહ્યું હતું કે
અત્યાર સુધી હું અકકલ ગુમાવી બેઠો હતો પણ એક જૈન મુનિએ અક્કલ આપી.” શ્રી કે. કે. શાહ અને શ્રી પોપટલાલ શાહ વગેરેએ પણ આ પ્રસંગે પ્રેરક પ્રવચનો કર્યા હતાં.
આચાર્યશ્રીએ વાલકેશ્વરમાં સ્થિરતા કરી. વૈશાખ વદિ ત્રીજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં મનુષ્યજન્મની દુર્લભતા' અને બીજે દિવસે જૈનોની એકતા' ઉપર આચાર્યશ્રીએ પ્રેરક અને ઉબોધક પ્રવચન કર્યું. ઉદ્યોગગૃહો ખોલવાનો આચાર્યશ્રીએ અનુરોધ કર્યો. વૈશાખ શુદિ પાંચમથી દશમ સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આચાર્યશ્રીએ બોધપ્રદ પ્રવચનો કર્યો. ૩૪૦ મૂતિઓની અંજનશલાકા વિધિ કરી પાયધૂનીથી આચાર્યશ્રી ભાયખલા પધાર્યા. ચારિત્રમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ થયો. સમારંભમાં પ્રમુખપદે શ્રી શ્રેયાંસપ્રસાદ જૈને આચાર્યશ્રીને “હીરક મહોત્સવ ગ્રંથ' અર્પણ કર્યો. ચારે ફિરકાઓમાં એકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org