________________
૬૦
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
અભિનંદન-પત્ર આપ્યું. વિહારમાં સુરતગઢ ખાતે પધાર્યાં, ત્યાં આચાર્યશ્રીએ તેમના પ્રથમ શિષ્ય શ્રીવિવેકવિજયજીના બાવન વર્ષના દીક્ષા-પર્યાય પછી, વાલોદ ખાતે કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળ્યા અને આચાર્યશ્રીએ દેવવંદન કર્યું.
પંજાબથી ઝડપી વિહાર કરી આચાર્યશ્રી બાવીસ વર્ષ બાદ બિકાનેરમાં પધાર્યાં. વરકાણાથી લાંબો વિહાર કરી આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી પણ આચાર્યશ્રીની સેવામાં હાજર થયા. બિકાનેરમાં આચાર્યશ્રીનું સુંદર સ્વાગત થયું. એક માઈલ લાંબો વરધોડો, હાથી, ડંકા-નિશાન અને લશ્કરી-બૅન્ડ, તેમ જ ભજનમંડળીના ભજનો વગેરેથી વાતાવરણ ઉમંગભર્યું બન્યું. સં ૨૦૦૦ના ચૈત્ર વદે ખીજના ધન્ય દિવસે બિકાનેરની જનતાએ અપૂર્વ ઉત્સાહથી આચાર્યશ્રીનું સ્વાગત કર્યું. ખાસ મંડપમાં આચાર્યશ્રીને એ અભિનંદન-પત્રો અપાયાં અને આચાર્યશ્રીએ જ્ઞાનમહિમા વિશે દેશના સંભળાવી.
આચાર્યશ્રીએ બિકાનેરમાં આ દિવસો દરમિયાન શાસનમહિમા સમજાવ્યો. ચૈત્ર શુદિ તેરસના રોજ મહાવીરજયંતી, ચૈત્ર વદે ત્રીજના રોજ સંક્રાંતિ-મહોત્સવ અને ચૈત્ર વદ આઠમના રોજ એ દીક્ષાઓ, વૈશાખ શુદિ ત્રીજના રોજ વર્ષીય તપના પારણાં, વૈશાખ શુદિøના દિને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય, શ્રીહીરવિજયસૂરિજી તથા પૂ॰ આત્મારામજી મહારાજની વિશાળ પ્રતિમાઓની તપગચ્છ દાદાવાડીમાં પ્રતિષ્ઠા વગેરે કાર્યો કરવામાં આવ્યાં. બિકાનેરમાં પૂ॰ આત્મારામજી મહારાજની જયંતી ઊજવી, આયંબિલ શાળાની વ્યવસ્થા કરાવી. ચાતુર્માંસમાં શ્રી ભગવતીસૂત્રની વાચના થઈ. સં॰ ૨૦૦૦ના પર્યુષણુની આરાધના પણ શ્રીસંધમાં અનેક તપશ્ચર્યાં સાથે સારી રીતે થઈ. ભાદરવા વિદ તેરસના રોજ વડોદરાનો ચારસો માણસોનો સંધ શેઠ કેસરીમલજીના નેતૃત્વ નીચે આચાર્યશ્રીના દર્શને આવ્યો. આસો શુદિ ત્રીજના દિને વરકાણાથી શ્રીસંધ ગોડવાડનું એકસો માણસોનું પ્રતિનિધિમંડળ આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યું.
*
*
彝
સં૦ ૨૦૦૧ના કારતક શુદિ ખીજના દિને આચાર્યશ્રીની ૭૫મી જન્મજયંતીની ઊજવણીની શરૂઆત ધણા ઉત્સાહથી થઈ. આસો વદે ખીજી તેરસથી કાર્તિક શુદિ ત્રીજ સુધીનો ભવ્ય કાર્યક્રમ હતો. આ પ્રસંગે શ્રી રામપુરિયા જૈન ભવનના વિશાળ ચોકમાં એક ભવ્ય મંડપ રચવામાં આવ્યો હતો. પંજાબમાંથી ચારસો જેટલાં નરનારીઓ અને હિંદભરમાંથી ભક્તસમુદાય આ પ્રસંગે હાજર થયો હતો. આસો વદ તેરસના રોજ શ્રી પંચપરમેષ્ઠિ પૂજા અને રાત્રે જાહેર વ્યાખ્યાનો થયાં. આસો વદિ ચૌદસના સંક્રાંતિ-મહોત્સવના દિને આચાર્યશ્રીએ સર્વવિધ્નનાશક સ્તોત્રો સંભળાવ્યાં અને દીપાવલિ પર્વની આરાધના માટે સચોટ ઉપદેશ આપ્યો.
આસો વદિ અમાસના દિને એક કરુણ ઘટના બની. વિદ્વાન સાહિત્યકાર મુનિશ્રી ચતુરવિજયજી પ્રભાતે સાત વાગે કાળધર્મ પામ્યા. તે દિવસે બધો કાર્યક્રમ બંધ રખાવ્યો, સાંજના શોકસભા થઈ. સં૦ ૨૦૦૧ના કાર્તિક શુદ્ધિ એકમને રોજ આચાર્યશ્રીએ વિશ્વવ્યાપી ધર્મ ઉપર મનનીય પ્રવચન કર્યું. રાત્રે શ્રી જવાહરલાલજી નાહટ્ટાના પ્રમુખપદે વૈદરાજ જશવંતરાજજી જૈન, પંડિત રાજકુમાજી, શ્રી દશરથ શર્મા વગેરેએ પ્રવચનો કર્યાં.
સં૦ ૨૦૦૧ના કાર્તિક શુદેિ ખીજના રોજ શેઠજી મંગલચંદ્રજીના પ્રમુખપદે જાહેર સમારંભ થયો. ગવૈયા પ્રાણસુખભાઈનું ગીત, જંડિયાલાગુરુના શિક્ષક શ્રી જયચંદ્રભાઈની આચાર્યશ્રીનો જીવનપરિચય, બહારગામથી આવેલા અનેક સંદેશાઓનું વાચન વગેરે થયું. આચાર્યશ્રી લલિતસૂરિજીએ મહારાજશ્રીના શુભ દિને કોઈ સ્થાયી કાર્ય કરવાનો સંધને ઉપદેશ દીધો. આચાર્યશ્રીએ જવાબમાં આભાર પ્રદર્શિત કરીને એકતાનો અનુરોધ કર્યો અને જણાવ્યું કે, “ આજના તમારાં આનંદ, ઉલ્લાસ, ગુરુપ્રેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org