________________
યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
એ છે કે અમારા નામરાશિ સરદારશ્રી વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે આ શાખાનું ઉદ્ઘાટન થવાનું છે. આશા છે કે જેમ સરદાર પ્રજાવત્સલ થઈ રહ્યા છે, તેવી જ રીતે આ સંસ્થા પણ પ્રજાવલ્લભ થશે જ થશે, અને દિન-પ્રતિદિન ઉન્નતિના પંથ પર ચાલશે એ જ મંગળ આશીર્વાદ.”
ગુજરાનવાલા પધારી જેઠ શુદિ આઠમના દિને પૂ૦ આત્મારામજી મહારાજના નિર્વાણના દિનની ઊજવણી કરી. આ પ્રસંગે આચાર્યશ્રીએ રચનાત્મક કાર્યનો અનુરોધ કર્યો. ભારતના અનેક સ્થળોએ પૂ. આત્મારામજીની નિર્વાણ અર્ધશતાબ્દી ઊજવાઈ. અહીં આચાર્યશ્રીએ ગુરુકુળનું નિરીક્ષણ કર્યું અને
ને ખ્યાલ મેળવ્યો. આષાઢી સંક્રાંતિ ઉત્સાહપૂર્વક ઊજવાઈ અને ગુજરાનવાલા શ્રાસંધની ચાતુમોસ • કરવાની વિનતિ સ્વીકારી. આચાર્યશ્રીએ પ્રતાપજયંતીની ઉજવણીમાં હાજરી આપી. મહારાણું પ્રતાપ
અને ભામાશાની વાત કરી તેમણે અંજલિ અપી. આ ચોમાસામાં ધર્મારાધના સારી થઈ પર્યુષણ પર્વ બાદ શ્રી હીરવિજયસુરિજીની જયંતી ઊજવાઈ. કાર્તિક શુદિ બીજે આચાર્યશ્રીની ૭૭મી વર્ષગાંઠ હિંદભરમાં ઊજવાઈ. આ દિવસે આચાર્યશ્રીએ સંદેશો આપતાં જણાવ્યું કે, “શિક્ષણસંસ્થાઓનું સંગઠન અત્યંત આવશ્યક છે. આજે જે આઝાદીની નોબત વાગે છે તે માટે આપણે–જૈન સમાજે સાવધાન રહેવાનું ન ભૂલવું જોઈએ. કાલે હિંદુસ્તાન-પાકિરતાન ગમે તે થાય, પણ જૈનસંઘનું, જૈન સમાજનું અનુપમ સંગઠન થવું જોઈએ.” કાર્તિક શુદિ પૂનમે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્યની જન્મજયંતી ઊજવાઈ અને આચાર્યશ્રીએ વિહાર કર્યો.
આચાર્યશ્રીની પ્રેરણાથી શિયાલકોટમાં બે માળનું ભવ્ય એવું ચૌમુખજીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું. આ મંદિર જમીનથી ૧૨ ફૂટ ઊંચું છે. આચાર્યશ્રી અહીં પધાર્યા અને વિ. સં. ૨૦૦૩ના માગશર શદિ પાંચમે તા. ૨૯-૧૧-૧૯૪૬ ના રોજ પ્રતિષ્ઠા કરાવી. બપોરે શહેરમાં રથયાત્રા નીકળી. સાતમના દિવસે લાલા મોતીલાલજીની પુત્રી પ્રકાશવંતીને દીક્ષા આપી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીશ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ઉપર આચાર્યશ્રીએ સં. ૨૦૦૩ ના પોષ સુદિ ચોથના રોજ ૫૫નાખાથી વિદ્યાલયની પ્રગતિ વિશે એક પત્ર લખ્યો. આ પત્રમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “અમદાવાદના પ્રયત્નો સફળ થવા સાથે જ અમારી-તમારી પૂનાની ભાવના સફળ થઈ તે વિશેષ આનંદની વાત છે. અમારી તો પ્રથમથી જ જવલંત ભાવના રહી છે કે જ્યાં સુધી “જૈન વિદ્યાપીઠ”ની યોજના મૂર્તસ્વરૂપ નહિ લે ત્યાં સુધી આપણું ધ્યેય પૂરું સધાશે નહિ.
કાયિાવાડ તથા મેવાડ-મારવાડમાં એક એક શાખા ખોલવાની જરૂર છે. પ્રયત્ન કરો તો બનારસમાં પણ એક શાખા થઈ શકે અને પછી તો મુંબઈના પરામાં એક કોલેજ થઈ જાય તો જૈન સંશોધનને માટે ઘણું ઘણું થઈ શકે તેમ છે. આપણી કોમના સ્વરાજના ઘડતરમાં જૈન-સમાજને વિદ્વાનો. લેખકો, વિવેચકો, વક્તાઓ, સેવકો અને સંશોધકો જોઈશે, જે આવી વિદ્યાપીઠ સિવાય શકય નથી. જૈન સમાજ જેવી સમૃદ્ધ કોમ માટે પૈસાનો પ્રશ્ન તો ગૌણ છે. સાચા એકનિષ્ઠ ધગશવાળા કાર્યકર્તાઓ જોઇશે. આજે પણ ઘણા દાનવીરો છે. તેઓને જૈન સમાજના ઉત્થાન માટે અને જેન શિક્ષણના વિકાસ માટે અનન્ય પ્રેમ છે. તમે નિર્ણય કરો તો ગુરુદેવની કૃપાથી સંજોગી મળી રહેશે. તમારી અનન્ય સેવાભક્તિ માટે ધન્યવાદ. તમારા જેવા દસ-વીસ નવલોહિયા સમાજ–દેશના ઘડવૈયાઓ તૈયાર કરવાની જવાબદારી ક્યારે સ્વીકારશે? તે દિશામાં પણ પ્રયત્ન કરવાની જરૂર છે.”
આચાર્યશ્રીની પ્રવૃત્તિ વધતી જતી હતી પણ રાજકારણ અને રાજકીય પ્રવાહો ખેદજનક હતાં. જેન સંશોધન અંગે વિદ્વાનો મદદ માગતા હતા. લાહોરના મ્યુઝિયમના કયુરેટર મિ. કાશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org