________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
પણ સૂરિએ તેનો નિષેધ કર્યો; પછી સૂરિના આદેશથી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું તથા તેમાં પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી. ૪ ---
पञ्चासरग्रामतः श्रीशीलगुणसूरीन् सभक्तिकमानीय धवलगृहे निजसिंहासने निवेश्य कृतज्ञचूडामणि तया सप्ताङ्गमपि राज्यं तेभ्यः समर्पयंस्तैर्निःस्पृहैर्भूयो निषिद्धस्तत्प्रत्युपकारबुद्धया तदादेशाच्छ्रीपार्श्वनाथप्रतिमलङ्कृतं पञ्चासराभिधानं चैत्यं निजाराधकमूर्तिसमेतं च कारयामास ।
(આચાર્ય શ્રીજિનવિજયજીની વાચના, પૃ. ૧૩ )
પ્રભાચન્દ્રસૂરિષ્કૃત ‘ પ્રભાવકચરિત ' (સં. ૧૭૩૪)ના અભયદેવસૂરિચરિત'માં કહ્યું છે કે “ નાગેન્દ્રગચ્છરૂપી ભૂમિનો ઉદ્દાર કરવામાં આદિવરાહ સમાન અને પંચાશ્રય નામે સ્થાનમાં આવેલા ચૈત્યમાં વસત્તા ( પશ્ચાત્રયામિધસ્થાનસ્થિત નૃત્યનિયાસિના )શ્રીદેવચન્દ્રસૂરિએ વનરાજને બાલ્યકાળમાં ઉછેર્યો હતો. વનરાજે આ નગર ( અણહિલપુર ) વસાવીને ત્યાં. નવું રાજ્ય સ્થાપ્યું. એ રાજાએ ત્યાં વનરાજવિહાર બંધાવ્યો અને કૃતજ્ઞતાપૂર્વક એ ગુરુનો સત્કાર કર્યો '' (શ્લોક ૭૨–૭૪). અહીં પશ્ચાત્રયામિષસ્થાનસ્થિત નૃત્ય એટલે પાટણનું પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય નહિ, પણ પંચાસર ગામમાં જ આવેલું ચૈત્ય, કે જ્યાં એ આચાર્યે પાટણની સ્થાપના પહેલાં રહેતા હશે. પાટણની સ્થાપના પછી વનરાજે બંધાવેલો ‘ વનરાજવિહાર ’ એ પંચાસરા પાર્શ્વનાથ ચૈત્યનું જ ખીજું નામ છે એ ‘ ધર્માભ્યુદય ’ના ઉલ્લેખથી સ્પષ્ટ છે. આ મન્દિરમાં ૪૦ આસાકની મૂર્તિ નીચેનો શિલાલેખ પણ એ સૂચવે છે.
*
૭. જયશેખરસૂરિષ્કૃત ‘ પંચાસરા વીનતી” (સં. ૧૪૬૦ આસપાસ )
સં. ૧૪૬૨માં સંસ્કૃતમાં ‘ પ્રબોધચિન્તામણિ ’ નામે આધ્યાત્મિક રૂપકગ્રન્થિ રચીને પછી એનું છટાદાર ગુજરાતી પદ્યમાં ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ ' નામથી રૂપાન્તર કરનાર અંચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિનું સ્થાન જૂના ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ કવિઓમાં છે. એમણે રચેલી કેટલીક પ્રકીર્ણ ગુજરાતી કાવ્યરચનાઓની ૨૧ પત્રની એક પ્રાચીન હસ્તપ્રત પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અને પૂ. મુનિશ્રી રમણીકવિજયજીએ ચાણુસ્માના ભંડારમાંથી મેળવી હતી. એ પોથીના પાંચમા પત્ર ઉપર ‘ પંચાસરા વીનતી ’ એ નામનું પંચાસરા પાર્શ્વનાથનું એક સુન્દર સંક્ષિપ્ત સ્તુતિકાવ્ય છે. આ પહેલાંના, પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના ઉલ્લેખો, ઉપર સૂચવ્યા તેમ મળે છે, પણ એ વિષેનું ગુજરાતી ભાષામાં આ પહેલું જ ઉપલબ્ધ સ્તવન છે. આ સ્તવન જયશેખરસૂરિએ પાટણમાં રહીને જ રચ્યું હોય એ સંભવિત છે. એની પહેલી કડી નીચે મુજબ છેઃ
66
સખે પાસુ પંચાસરાધીશ પેખ, હુઉ હર્યું કેતઉ ન જાણુૐ સુલેખઉં,
કિયાં પાશ્લિષ્ઠ જમિ જે પુણ્યકાજ, ફલિયાં સામટાં દેવ દીઇ તિ આજુ.'
૪. ‘પ્રબન્ધચિન્તામણિ – અંતર્ગત કેટલાક પ્રબન્ધોનો આશરે ૪૦૦ વર્ષે પર થયેલો સંક્ષેપ ‘પુરાતન પ્રબન્ધસંગ્રહ'ના પરિશિષ્ટમાં છપાયો છે. તેમાં ‘પ્રબન્ધચિન્તામણિ'ના ઉપર્યુક્ત વૃત્તાન્તનો સારોદ્ધાર આપતાં કહ્યું છે (પૃ. ૧૨૮)માાર્યવત્રતા શ્રીવાક્ષેત્રતિમા દ્વૈત નિખારાષમૂર્તિયુતં પશ્ચાસર રિતમ્ । આજે પણ આ મન્દિરને સામાન્ય ખોલીમાં ‘ પંચાસરા' નામે ઓળખવામાં આવે છે તે રચ્યા સાથે સરખાવી શકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org