________________
૨૪
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
એની કમળશી કોમળ અંતરઆંખડીને પોપચે પરસી-પરસીને ભર્યાં. એ ગૂઢ વિચારમંથનમાં ડૂબ્યો. મૂળથી જ તો જોગીઓની જમાતનો જ એ મહાન જોગીડો ને? સંસારીઓ-અજકુળ-માં એને કેમ ગોઠે ? મહાન આત્માઓ પોતાની આત્મજ્યોતિ જ્યારે કોઇ સુભાગી પ્રાણાત્મામાં રેડે છે ત્યારે તે મહાન જ બની રહે છે. એ પહોંચ્યો રાધનપુર—પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજના ચરણે સર્વસમર્પણપૂર્વક અર્પાઈ ગયો. નાનકડો છગન જગ-વલ્લભ બની ગયો, અને પછી તો કોહિનૂર પામનાર ઓછો જ કાચના કટકે લોભાય ? પરમ સત્ય, આત્મતત્ત્વ, પંચમહાવ્રત અને ત્યાગવિરાગનું મહત્ત્વ માપી લેનારને સંસારમાંથી માત્ર સાચી કર્તવ્યનિષ્ઠા જ લેવી ખાકી હતી તે લઈ ૐ અર્હમ્ ઉચ્ચારતાં ચાલી નીકળ્યા સંસારક્ષિતિજને પેલે પાર ! થયો જોગીઓની જમાત ભેગો અને દેવોને યે દુર્લભ એવાં પંચમહાવ્રતોથી એ વિભૂષિત બન્યો. શાસનદેવીનો લાડીલો બન્યો. શિવસુંદરીનો ઉમેદવાર અન્યો. ગુરુનો, જૈનાલમનો અને વિશ્વનો વલ્લભ બની રહ્યો.
આમ્રમંજરીના આહાર કોયલને મીઠું રસભર્યું ગાતી કરી મૂકે છે. આપણા શ્રીવલ્લભને ગુરુકુલવાસમાં ગુરુદેવની પરખે જે જ્ઞાનઅમૃત પીવા મળ્યાં તે એણે ધરાઈ ધરાઈ પીધાં અને જ્યારે વાણી મારફતે ભવ્યાત્માઓને ઉપદેશ દેવા લાગ્યા ત્યારે એ વાણીય જીવતી વાણી બની ગઈ. એમાં ધનુષ્યનો ટંકાર, શાસ્ત્રના સારના સંભાર, પ્રભુપ્રણીત તત્ત્વનો રણકાર, ત્યાગ-વૈરાગ્યના અંબાર સાથે આચારક્રિયાના સાર છવાઈ રહેવા લાગ્યા. ગુરુદેવ તો આપાડીલા મેધગર્જન સ્વરાવતા વીરનાં ઉપદેશો દેતા વિચરી રહ્યા હતા. ગુજરાત-સૌરાષ્ટ્ર-પંજાબના પાદવિહારોમાં શ્રીવલ્લભ નિત્ય ગુરુકુળવાસી જ હતા.
જૈનશાસનનો વિરાટ સ્તંભ, વિદ્વત્તા તત્ત્વજ્ઞાન, સંવેગરસરસાયણ, ત્યાગ-તપ-તિતિક્ષા, શાસ્ત્રનું પારગામીપણું, એથી સોહંતા શાસન-સમ્રાટ એવા શ્રીમદ્ આત્મારામજીસૂરીશ્વરજીની છત્રછાયા પૂરાં નવ વર્ષ અને ચોવીશ દિવસ એકધારી એમના શિર પર છવાઈ રહે છે. કટ્ટર ગુરુભક્ત તે દરમિયાન નિજ દક્ષતાથી, ગુરુદેવની પળેપળની દિનચર્યાં, વાણીનાં વહન, ચર્ચા અને વાદવિવાદ, સત્યનાં પ્રરૂપણુ અને નયનિક્ષેપનાં નિરૂપણ, આચારવિચાર, લેખન અને સંલેખન, જ્ઞાન અને આત્મભાન, ધર્મઉદ્ધરણનાં ધ્યાન અને તત્તવપ્રાપ્તિનાં તાન, એ સૌ પોતાનાં ક્ષયોપશમ, ગુરુભક્તિ, બુદ્ધિની તિક્ષ્ણતાના કટોરે પીતા જાય છે. દિલનાં દ્વાર, વૃત્તિઓનાં વહેણ અને બુદ્ધિનાં મળ ખીલે છે—ખૂલે છે-ઝળકા ઊઠે છે. ઈયળ– ભ્રમરી ન્યાયે જાણે શ્રીવલ્લભ ખીજા આત્મારામજી ખનતા જાય છે અને ગુરુ રીઝી પોતાની અખૂટ આત્મસમૃદ્ધિ નિશિષો સાથે શિષ્યને આપી હળવા ફૂલ બની જાય છે અને એ સૌ જાગતા રહી જાળવવાની જવાબદારીનું ભાન કરાવે છે. પરિણામે જ્યારે આ જોગંદર અમરપથ પ્રયાણની વાટે ચાલી નીકળવા તૈયાર થાય છે ત્યારે તેમના અંતિમ શબ્દો શું હતા? ‘અંતિમ આદેશ નિર્દેશ' શો હતો? મેરી પીછે વલ્લભ રંજામકો સમાલેગા. ? કેટલા બધા આત્મવિશ્વાસથી નીકળ્યા હશે એ શબ્દો ? અને ગુરુ જતાં ભાંગી પડતા શિષ્યે એ નિર્દેશ ઝીલ્યો—વિશ્વના ધર્મસમરાંગણનો એ વીર, એ ગુરુદીધા આદર્શને ખાતર કર્તવ્ય, સતત જાગૃતિ, કટ્ટર આચાર, પ્રખર પરિભ્રમણ અને પરમ શાંતિ સહિત એ નિર્દેશને સફળ બનાવી, શિષ્યે શિરસાવંદ્ય કરેલ ગુરુઆજ્ઞાનું પાલન કર્યું છે, એ વિશ્વે જોયું, જાણ્યું, અનુભવ્યું. પણ એ હતો અંતિમ આદેશ નિર્દેશ? આત્મસ્વરૂપ અનેલ વિજયવલ્લભસૂરિજએ તો આદેશ અંતિમ પળેય નથી આપ્યો. માત્ર દૃષ્ટિનિર્દેશ જ અંતિમ પળે શિષ્યને આપ્યો છે. એ દૃષ્ટિ! હજારો લાખો સંદેશાઓના તેજસ્વી શર છૂટતાં અને અપાતાં જોયાં છે તેને જ એનું જ્ઞાન ને ભાન છે. ઝીલનાર એને ફલિત કરવા ફના થઈ જાય એવાં હતાં એ દૃષ્ટિનિર્દેશનાં આખરી વસિયતનામાનાં દાન. આપણા મહાન પૂર્વાચાર્યોં અને વર્તમાનકાલીન આચાર્યો પ્રત્યેક કાંઈ ને કાંઈ જીવનકાર્ય લઈ તે જ આવતા હોય છે. કોઈ તીર્થોદ્દાર, કોઈ આગમ ઉદ્દાર, કોઈ મહાત્યાગ પ્રચાર, કોઈ યોગ અધ્યાત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org