________________
યુગદૃષ્ટા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
શ્રી પી, કે, શાહુ, એમ. એ.
ત
શ્રમણ ભગવાન શ્રી મહાવીરના શાસનમાં સર્વ જીવોને માટે સદાયે માંગલ્યની વાંછના થઈ છે. તેમણે પ્રરૂપેલા ધર્મ-સિદ્ધાંતો જૈન શ્રમણો જનતા સમક્ષ યુગોથી રજૂ કરતા આવ્યા છે. તે દ્વારા જનતાને સદ્ધર્મની પ્રેરણા તેઓ આપતા રહ્યા છે. કર્મ અને સ્યાદ્વાદનો સિદ્ધાંત પ્રરૂપનાર જૈનધર્મ અનેકાંતવાદી છે. અનેકાંત માત્ર તાત્ત્વિક જ નહિ, વ્યાવહારિક શુદ્ધિ માટે પણ છે. જો તે આપણાં જીવનદર્શન અને દૃષ્ટિ ન વિકસાવે તો માનવું રહ્યું કે અનેકાંતને આપણે અપૂર્ણ રીતે સમજ્યા છીએ. અનેકાંત જીવનને ઉદાર દષ્ટિ આપે છે અને જૈન વિરોના ઇતિહાસમાં યુગપ્રવર્તકોએ સમાજની આવતી કાલનો ખ્યાલ રાખીને સમાજને સદા યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. પૂ॰ ભદ્રબાહુસ્વામીથી માંડી પૂર્વ આત્મારામજી મહારાજ સુધી જૈનદર્શનની વિશિષ્ટ પરંપરા રહી છે. એમના અભિનવ માર્ગદર્શનને કારણે જૈનસાહિત્ય, સંરકાર અને ધાર્મિક જીવન ખૂબ સમૃદ્ધ બન્યાં છે. પ્રભાવક સ્થવિરોએ જીવનની મંગલ વાંછના કરી છે અને સાથોસાથ સમાજના દૃઢ વ્યવહારને નવવારિથી સિંચી જીવંત બનાવ્યો છે.
જૈન સંસ્કૃતિની દૃષ્ટિએ અનંતકાળ અનંત જીવો ચોરાશી લાખ યોનિમાં ભમતા આવે છે, ભમે છે અને ભમશે. કાળ નિરવધિ હોવા છતાં માનવ પોતાના જીવનની અવધ કાળના ગજથી માપે છે. તે જન્મે છે, વે છે, કર્મો કરે છે, આરાધે છે, વિરાધે છે અને અંતે પોતે વિસર્જન પણ પામે છે. દુન્યવી ક્ષુલ્લક સ્વાર્થી, અહંતા, અને અયોગ્ય જિવિધા જેવા ભાવો માનવીને માનવ તરીકે પણ જીવવા ન દેતાં, તેને અતિ સામાન્ય, વામણો બનાવી દે છે.
ધણા માનવીઓના જીવનમાં આમ બને છે, છતાં કેટલાક પુણ્યશાળીઓ એવા હોય છે કે જે માનવી તરીકે જીવી જાય છે અને બીજા અનેક માનવોને તેવી રીતે જીવવા પ્રેરણા આપે છે. આવા માનવીઓ સરકૃતિ અને ધર્મની વિસ્તૃતિના નિમિત્ત બને છે. જૈન ધર્મ અને સંસ્કૃતિની આપણી પરંપરામાં અનેક માનવીઓ આવી ગયા. તેમણે સમાજને નવી દિશા બતાવી. શ્રમણ ભગવાન મહાવીરની સતત પરંપરામાં શ્રી સુધર્માંસ્વામી અઠ વર્ષનો કેવળજ્ઞાનનો પર્યાય પામી મહાવીરસ્વામીના નિર્વાણના વીસ વર્ષે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જંબુરવાની આવ્યા અને વીર સંવત ૬૪માં તેઓ નિર્વાણુ પામ્યા. એમની પછી શ્રી પ્રભવસ્વામી આવ્યા. ત્યાર બાદ શ્રી શયંભવસૂરિ આવ્યા અને તેમણે દશ-વૈકાલિક સૂત્રની રચના કરી. તેમના પટ્ટધર શ્રી યશોભદ્ર અને તેમના બે શિષ્યો શ્રી ભદ્રબાહુ અને શ્રી સંભૂતિવિજય થયા. શ્રી ભદ્રબાહુના કાળધર્મ પછા તેમની પાટે આવ્યા શ્રી સ્થૂલીભદ્ર અને તેમના મે શિષ્યો શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહતિ. શ્રી આર્યમુહસ્તિ અને શ્રી સંપતિનો સમાગમ એ જૈન ઇતિહાસની જવલંત કથા છે. વિરોમાં શ્રી આર્યવજ્રસ્વામી છેલ્લા પૂર્વધર થયા. છેલ્લે શ્રી આર્યવજ્રસેન પટ્ટધર થયા. અને એ રીતે શ્રમણોની પરંપરા ચાલુ રહી.
શ્રી દેવદ્બેિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે વિ૰ સં૦ ૫૧૦માં વલ્લભીપુરમાં જૈન સિદ્ધાંત ગ્રંથોના ઉલ્હાર માટે વિરોની એક પરિષદ ભરાઈ. એ પહેલાંનાં સો વર્ષે દાર્શનિક ક્ષેત્રમાં શ્રી મલ્લવાદીએ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org