________________
૨૬
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ નજર સામે ગુરૂદેવ આવી ઊભે છે–ત્યારે એમનો હીરક મહોત્સવ ઉજવાય છે–વિરાટ મેદની એમને બિરદાવે છે ત્યારે એ મહાસંત શું બોલે છે?
“હીરક મહોત્સવ ઊજવવા તૈયાર થયેલા ભાઈઓ ! મારી આ વાણું ધ્યાનમાં રાખોઃ - “આત્મકલ્યાણઅર્થ સાધુધર્મ રવીકારનાર મારા સરખા આત્માને જીવન-મરણ પર સમદષ્ટિ જ હોય. એ નિમિત્તે એકાદો “મારક ગ્રંથ' પ્રકટ થાય કે “શત વર્ષાયુ વો” એવા આશીર્વાદ મળે એની કિંમત માહારે મને ઝાઝી નથી. જાણ્ય, વિચાર્યું અને હૃદયમાં દઢ કર્યું અને યથાશક્તિ આચરણમાં મૂકયું એ મારો આચાર. એનાં મૂલ્યાંકન તો જ્ઞાની જ કરી શકે. x x x x x”
આ પુરુષ! મહાસંત ! આચાર્યશિરોમણિ ! એ યુગદષ્ટા જયારે યુગઋષ્ટ બને છે ત્યારે એનું સર્જન કેટલું વિપુલ, સમૃદ્ધ અને વિશ્વોપયોગી હોઈ શકે તે સમજાય છે ? જીવનની પળેપળ, શરીરનું રોમેરોમ, વિચારના પરમાણુ પરમાણુ અને સાધુતાનું સર્વસ્વ જેણે શાસન-ભાનવ-પ્રભુ અને ગુસેવામાં સમર્પ દીધું, જીવનમરણ સરખાં માણ્યાં એવા નરોત્તમ-નરસિંહને પામીને જૈન સમાજ શું ધન્ય નથી બન્યો?
અને ગયેલ ચક્ષુનાં તેજલ જ્યોતિની પુનઃપ્રાપ્તિપ્રસંગે એ જૈન સમાજને સંગઠનની નવી દૃષ્ટિ આપી દે છે અને ઈશ્વરરવરૂપ થવા જ જાણે જતા હોય તેમ એ મરીનડ્રાઈવના (શ્રી કાન્તિલાલભાઈના) ઈશ્વરનિવાસમાં જાય છે. અંતિમ પ્રયાણની તૈયારી કરતા હોય તેમ પળપળનાં જીવનલેખાં લે છે. પ્રેમ અને પ્રભુતાના પયગામો પાઠવે છે. ભારતના મહામંત્રીઓને કર્તવ્યબોધ આપે છે. આવતી કાલનો જૈન સમાજ રચવા રાત-દિવસ મંથન કરે છે. પળનો યે પ્રમાદ એને પોસાતો નથી. ભગવાન મહાવીરના ઝંડા હેઠળ સૌને ઊભવા અને એ ઝંડો વિશ્વભરમાં લહરે એ જેવા એ તલસે છે. એ પંજાબનો વાઘ, ગુજરાતનો પ્રાણ, સૌરાષ્ટ્રનો સિંહ અને સૌનો લાડકવાયો એ મહાપ્રાણ ! વીર વલ્લભ! લહેરિયાં લેતા સાગરકિનારે, સાગરનાં કર્તવ્યસંગીત ગુંજતાં મોજાં સંભળતો, તેમાંથી જેને ભગવાન મહાવીરના સમવસરણની દેશનાનો માલકોશ રાગ સંભળાય છે એવો એકતાર બનેલો–રવરૂપમાં લીન, આત્માનંદમાં મસ્ત, કર્તવ્યપૂર્ણતાનો સંતોષ અનુભવતો, જૈનશાસનને પ્રભુતાના પગથારે ઊભેલું નીરખતો, એ મહાન આચાર્યદેવ ! સૂરિપુરંદર ! અનેકનો તારક અને નિજ ગુણનો વિચારક, મધ્યરાત્રે જ્યારે અંતિમ વિદાયપળ માવે છે ત્યારે–અનેક અણપૂર્યા અભિલાષોની યાદ– અનેક મહાકાયની મીમાંસાવાણી તો વિરમી હતી–પ્રભુસ્મરણ અને ચારે શરણ જ્યારે એમના મન-વાણી-કાયાનો કબજો લેતા હશે, દેવલોક પ્રવાસનાં દેવવિમાન દેખાતાં હશે, શિષ્ય સમુદાય નિકટ ન હશે, ભક્તગણુ નિંદિત હશે, વિશ્વ વિરામ લેતું હશે–ત્યારે અમરધામના મહાપ્રયાણે પગલું ઉપાડતો એ વિરાટ-મહામાનવ–– લાખોનો ગુરુ કાંઈક કહેવા માગતો હશે! મૃત્યુ એમને ખોળામાં લેવા માગતું હશે ! અને એ મૃત્યુને રમાડતા હશે ! અને જીભનું કામ નેત્રને સોંપ્યું હશે ! એ–એ–અંતિમ દૃષ્ટિનિર્દેશ–નેત્રસંકેત— આત્માનાં કહેણુ–અભિલાષાઓના ઉદગમ ! શાં શાં હશે ? એ કોણે ઝીલ્યા હશે? પણ ગુરુ વિજયાનંદસૂરિના એ નિર્દેશ આત્માના વલ્લભે ઝીલ્યા તેમ આ સમુદ્ર કાંઠડે કરાયેલો દષ્ટિનિર્દેશ શ્રીસમુદ્રસૂરિજીએ તો ઝીલવો અને તે સફળ કરવો જ રહ્યો—એ જ એમની કુલપરંપરા-કુલપ્રણાલિકા-જીવનકાર્યજીવનસાધના થઈ પડે છે. શાસનદેવ, એ મહાન આત્માના અંતિમ નિર્દેશ પૂર્ણ કરવા શ્રી સમુદ્રસૂરીશ્વરજીને અનંત આત્મબળ આપો અને ગયા છતાં હૈયે હૈયે હિંચી રહેલ યુગવીર વલલભ અમર રહો ! સાંભળો સાગર ગાય છે: જય વલભ! કૉયલ કુંજે છે: જય વીર વલ્લભ! અને જનતા ગાજી ઊઠે છે : જય જગવલલભ ! અને માટે જ એનાં પુણ્ય-સ્મરણાર્થે આ સ્મારક-ગ્રંથનાં પ્રાકટય પણ એનાથી ન રીઝનાર એ સંતના શબ્દો તો “ કર્તવ્યતત્પરતા, વાર્પણ અને શાસનનાં ઉત્થાન” માગે છે. આપો ! ભારતના શાસન-સંતાનો ! યુગવીરને એ નજરાણું જ વહાલું હતું. એને એ જ સમર્પો, ને તમે માનવમાંથી દેવ બનશો! ૐ શાન્તિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org