________________
યુગદા આચાર્ય શ્રીવિજ્યવલભસૂરીશ્વરજી
૩૫
આ પરંપરાને જૈન કવિઓએ જાળવી રાખી. કવિ ઉત્તમવિજ્યજી મહારાજનો જન્મ શામળાની પોળમાં સં. ૧૭૬૦, સં. ૧૭૯૬માં દીક્ષા અને સં. ૧૮૨૭માં અમદાવાદના પરા હરિપુરામાં કાળધર્મ. એમની અનેક કૃતિઓઃ “સંયમ શ્રેણી ગભિત”, “મહાવીર સ્તવન', “અષ્ટપ્રકારી પૂજા', જિનવિજય-નિર્વાણ રાસ.”
બીજા કવિ શ્રી પદ્મવિજયજી મહારાજ. સં. ૧૭૯૨માં શામળાની પોળમાં જન્મ અને ૧૮૬૨માં કાળધર્મ. અષ્ટપ્રકારી પૂજામાં આપેલ સ્થવિરાવલિ પ્રમાણે પોતે ૫૦ ઉત્તમવિજયજીના શિષ્ય થાય.
- ગુજરાતી સાહિત્યને સમર્થ કરનાર શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ શાંતિનાથના પાડામાં થયો. ૧૮૪૮માં એમણે દીક્ષાધર્મ લીધો. એમના હાથે પાલિતાણામાં મોતીશાની ટૂંક બંધાઈ અને પાંચ હજાર પ્રતિમાઓની એમણે સ્થાપના કરી. વિ. સં. ૧૯૦૩માં હઠીભાઈના દહેરાની પ્રતિષ્ઠા અને ૧૯૦૮માં તેમનો સ્વર્ગવાસ થયો.
આ તવારિખ ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જૈન મુનિ વિદ્વાનોએ સંસ્કૃતિ અને સાહિત્યની પ્રણાલિકા ચાલુ રાખી છે અને ભાષાસાહિત્યના વિકાસમાં જીવનનો મોટામાં મોટો ફાળો આપ્યો છે. પ્રાચીન અને અર્વાચીન સમાજના ઘડતરમાં જૈન શ્રમણોનો ફાળો નાનોસૂનો નથી; સંસારથી વિરક્ત છતાંયે આ મુનિઓએ સમાજને સાચો માર્ગ ચીંધ્યો છે અને સમાજના આંતર-જીવનમાં કોઈ નૂતન જીવનરસનું સિંચન કર્યું છે.
કપરા સમયમાં જેન શ્રમણએ સંસ્કૃતિ અને સાહિત્ય જાળવવામાં મદદ કરી છે. રાસાઓ અને કથાઓ દ્વારા જૈન સાધુઓ અને કવિઓએ સાહિત્યનો વિકાસ કર્યો છે અને મધ્યયુગમાં સાધુઓએ જ સાહિત્યનો પ્રવાહ વહેતો રાખ્યો હતો.
આ તવારિખો બતાવે છે કે જેનોએ આ સમગ્ર પરંપરા વહેતી રાખી છે અને એની સાથે એમણે વિશિષ્ટ જૈન-દર્શનનો જગતને પરિચય કરાવ્યો છે. જૈન દર્શન અનેકાંતિક છે. વસ્તુને વસ્તુની રીતે જોવાનો તેનો આગ્રહ છે. આપણું દર્શન કેવળ પર્યાયોમાં પૂર્ણ થતું નથી, પણ વસ્તુને વ્યાપક રીતે જુએ છે. અંગ્રેજીમાં જેને Dynamic Realism કહે છે તેને આપણે પ્રતિપાદન કરીએ છીએ. જર્મન ફિલસૂફ હેગલ બીજી રીતે આપણા દર્શનની છેક નજીક આવી જાય છે. જ્ઞાનથી અજ્ઞાનનું નિવર્તન થાય છે અને એથી જ જ્ઞાન પર આપણે ભાર મૂકીએ છીએ.
આપણો મુખ્ય સિદ્ધાંત સ્યાદવાદ. વસ્તુને જુદા જુદા દૃષ્ટિબિંદુથી અવલોકવી યા કહેવી એ સ્યાદવાદનો સીધો અર્થ. આપણે એક જ વસ્તુમાં નિત્ય ભાવનું અને સાથે સાથે અનિત્ય ભાવનું દર્શન કરીએ છીએ. જૈન દર્શન માને છે કે કોઈ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કોઈ મૂળ વસ્તુનો સર્વથા નાશ થતો નથી. મૂળ તત્ત્વો એના એ હોય છે. એમાં અનેક પરિવર્તન થાય છે. એટલે કે એક પરિણામનો નાશ અને બીજા પરિણામનો પ્રાદુર્ભાવ થાય છે. આમ બધા પદાર્થોનો સ્વભાવ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિનો છે. આપણે આ વસ્તુને પર્યાયના નામે ઓળખીએ છીએ, અને મૂળ વસ્તુ છે દ્રવ્ય. દ્રવ્યથી દરેક પદાર્થ નિત્ય અને પર્યાયથી દરેક પદાર્થ અનિત્ય. આથી પ્રત્યેક વસ્તુને માત્ર નિત્ય નહિ, માત્ર અનિલ્મ નહિ, પણ નિત્ય અને અનિત્ય સ્વરૂપે અવલોકવી એ સ્યાદવાદ. દરેક પદાર્થને કવ્ય, ક્ષેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org