________________
યુગવીરનો અંતિમ દષ્ટિનિદેશ!
શ્રી, પાદરાકર
રોમરોમ, શાસનસેવાના ચોળમજીઠે રંગાયા ભાન અને આરામ ભાન સૌ-પ્રભુ-ગુરુ ચરણે અર્પયાં. નૂતન દૃષ્ટિથી સૃષ્ટિ–સમષ્ટિ, જેને હૈયે પરખાયાં.
અંતિમ દષ્ટિનિર્દેશ-સન્દશ મણિમય દેવાયા, કર્તવ્ય પ્રતિપાલનની બાણશય્યામાં આરામ-પુષ્પો પથરાયાં હોતાં નથી.” જૂની સાધુ પેઢીના જોગંદરોની જમાતમાંથી એકલી-અટૂલી પડી ગયેલી એક મહાન વિભૂતિ, માનવતાને ટૂંઢતી, સંસ્કૃતિને શોધતી, માનવને દેવ બનાવવા મથતી, ભગવાનનું શાસન જ નહીંમાનવમાત્રને રોટલ-ઓટલે અને વચ્ચે તૃપ્ત થઈ કર્તવ્ય કરતા જોવા તલસતી, વિરાટ વિશ્વની જોખમી હૈયારખી ( દીવાલનો કંદોરો) પર પગ દેતી વિચરી રહી છે.
સ્વર્ગલોકથી બીજા સ્વર્ગસમી તત્સમયના આદર્શ રાજવી ગાયકવાડ સયાજીરાવના વડોદરા આંગણે એ ઉતરી. ઘડિયાળી પોળને ઘડિક ગૌરવાન્વિત બનાવી. પણ પૃથ્વીને પાટલે દેવોની સ્થિરતા કેટલી ? અલ્પાતિઅલ્પ જ ને? એ તો હતી મહાન કેશરીકુળની વિભૂતિ ! એને અજકુળમાં રહેવાં ન જ શોભે! અને “આત્માએ આત્મનને પરખ્યો ” તેમ જ વિશ્વના વિરાટ-જુગજૂના-જોગંદર એવા શ્રીવિજયાનંદ-આત્મારામ, આ વિભૂનિને આત્મ જ્ઞાનબોધ દ્વારા દર્શન દે છે–આત્માનું નિજ સ્વરૂપ બતાવી દે છે–એ કેશરી આ બાલ કેશરીને–વકુળ-કેશરીકુળનાં દર્શન કરાવી અજના ટોળામાંથી રવ-કેશરીગુરુકુલવાસમાં લઈ જાય છે.
વડોદરાના વીરક્ષેત્રસમા ઉધાનમાંની પિતા-માતા કુળ માધવી લતાપર ૧૯૨૭ના કાર્તિક શુકલ દિતીયાના એક સુભગ દિવસે એક બટમોગર કલિકા પ્રકટી; અને સંસાર તેમ જ ત્યાગનાં રસરસાયણે પુષ્ટ બનતી એ કલિકા મોટી થતી ચાલી; અને સૌને યે વલ્લભ બનતી ગઈ. અંગસૌષ્ઠવ અને મનનાં માર્દવ, જ્ઞાનનાં તેજલ જયોતિ અને ગુણની ગરિમાનાં વર્તુલ એ સંસારવાટિકામાં જ પ્રકટવા લાગ્યાં અને શિક્ષકો. સગુરુઓ, ઉપાધ્યાયો અને આચાર્યો સંસારવ્યવહારના સંસ્કારોને, તપ-ત્યાગ-તિતિક્ષાનાં અમૃત છાંટ ભૂસવા લાગ્યા. સૌ પોતપોતાનાં મહાભાગનાં હૈયાંહીર એને પાવા લાગ્યા અને એ બાલકલિમાં પરગના પ્રાણ અને આત્મગુણનાં સૌરભ સિંચી રહ્યા, અને સોળ વસંત વીતતાં તો એની સોળ સોળ પાંખડીઓ ખીલી ઊઠી–ત્યાગ-સંયમ-વિરાગના ધ્વનિ ઊઠવા લાગ્યા. આ તો ભવભવનાં મહાપુણ્યધનને લઈ આવેલ જોગી હતો, જગતમાં સંસારી ખેલ ખેલવા નહોતો આવ્યો એ ! મહાભિનિષ્ક્રમણના અવસરે તો દેવોને યે પોલવું પડે. અને અને એક મહાન જોગંદર-મહાન વિરાટ મહામાનવ-વટોદરના ચોકમાં એને લેવા આવી ઊભો--આહલેક જગવ્યા અને એ આહલેકનાં આવાહન અદ્દભુત હોય છે – અવ્યર્થ હોય છે. એણે પ્રથમ તો સંસારની સર્પિણી માયા-ભોગવિલાસ અને ભાગ્યના ભંગાર–જન્મ– જરા-મરણનાં ઝંઝાવાતો અને એનાં જ્ઞાનગુણના વિકાસમાં અનંત અવ્યાબાધ મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થનાં દર્શન કરાવ્યાં. સ્વર્ગ-નર્ક, બંધ અને મુક્તિ, અનંત દુખના સાગર તેમ જ અનંત આત્મ-સુખના સંભારનું ભાન કરાવ્યું. અને જગદુહરણનાં કર્તવ્યની હાલનાં હાઈનાં ઘેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org