________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
કાળ અને ભાવથી અવલોકવાના હોય છે. દરેક પદાર્થ આ રીતે જ સત હોય છે. સ્યાદવાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવલોકવાનું કહે છે, Truth in its manifold and seemingly contradictory aspects.
પૂઆત્મારામજી મહારાજ
આજના યુગના અનેક પ્રશ્નોને યથાર્થ રવરૂપે સમજનાર પૂજ્યપાદ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો જન્મ સં. ૧૮૯૨માં થયો હતો. તે સમયના સામાજિક પરિબળોએ સમાજમાં અનેક જાતની અશાંતતા સર્જી હતી. આત્મારામજી મહારાજે સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ગ્રહણ કરી અને સં. ૧૯૪૨માં પાલીતાણા તીર્થમાં પાંત્રીસ હજાર માણસોની હાજરીમાં એમને આચાર્યની પદવી અર્પણ થઈ. તેઓશ્રી સમાજના પરિબળો જોઈ શક્યા. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી મણિવિજયજી મહારાજ અને શ્રી આત્મારામજી મહારાજના આજના જૈન સમાજ પર અનેક ઉપકારો છે. સં. ૧૯પરમાં શ્રી આત્મારામજી મહારાજનો કાળધર્મ થયો. આ વખતે મુનિશ્રી વલ્લભવિયેની વય પચ્ચીસ વર્ષની હતી.
પૂઆત્મારામજી મહારાજ વિચારક અને સમય-જ્ઞ હતા. જીવનના અનેકવિધ અનુભવોમાં તવાયેલા હોવાથી પૂ. આત્મારામજી મહારાજ જૈન સંસ્કૃતિના પ્રવર્તક ખ્યાલોની સાથોસાથ જીવનને અભિનવ દર્શન આપતા અને કાળની ગતિ કઈ તરફ છે તે એ સમજી શકતા. રાજકીય અશાંતિના યુગ પછી ૧૮૫૭ની પ્રથમ સ્વાતંત્ર્યક્રાંતિ પછી ભારતમાં નવો રાજકીય યુગ શરૂ થયો હતો. એક બાજુ આર્ય સમાજના પ્રણેતા દયાનંદ સરસ્વતી નવા ઉત્સાહથી હિંદુ ધર્મના નવાં મૂલ્યાંકન, વેદની નવી રજૂઆત કરતા અને એ સમયના રૂઢ સંસ્કારોને પડકારતા હતા. બીજી બાજુ કાળના આ પ્રવાહને
ઓળખી પૂ૦ આત્મારામજી મહારાજે કાર્ય આરંભ્ય. પશ્ચિમના ચિંતકો જૈન ધર્મને સાહિત્યિક દૃષ્ટિએ વિચારતા. પૂ. આત્મારામજી મહારાજ તેમના પૂરક થયા. જૈન ધર્મનો વિશ્વને ખ્યાલ આવે એ આશાએ પૂ. આત્મારામજી મહારાજે સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીને ચિકાગો સર્વધર્મપરિષદમાં મોકલ્યા. અનેક મુમુક્ષુઓને સંવેગી દીક્ષા આપનાર પૂ. આત્મારામજી મહારાજ જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી હતા. સાહિત્યની ગષણ અને સાહિત્યનો પ્રચાર કરવાની એમની ધગશ અનોખી હતી. પૂ. આત્મારામજી મહારાજે જીવનની આજના યુગની વિષમતાનો જનતાને ખ્યાલ આપ્યો અને આજના યુગને તૈયાર કર્યો. અનેક સાથે સંપર્ક સાધી જીવનની નવી દષ્ટિ વિકસાવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ સમાજને તૈયાર કરવામાં પૂ. આત્મારામજી મહારાજે મોટો ફાળો નોંધાવ્યો. એમની “અજ્ઞાનતિમિરભાસ્કર', “ શ્રી જૈન તવાદર્શ” તેમ જ અન્ય કૃતિઓ આજે પણ પ્રેરણા આપે એવી છે. સં. ૧૯૫૧ના ભાદરવા શુદિ ૧૩ના રોજ પૂ. આત્મારામજી મહારાજ તરફથી મુનિ શ્રીવલ્લભવિજયે લખેલ પત્ર આ સાથે રજૂ કરેલ છે. આ પત્ર દ્વારા બન્ને મહાન વિભૂતિના હસ્તાક્ષર અને વિચારોનું દિગ્દર્શન થાય છે. પૂ. આત્મારામજી મહારાજ કેટલા વિનમ્ર અને શાસ્ત્ર-જ્ઞ હતા તેનો ખ્યાલ પણ એઓશ્રીના આ પત્રથી આવી જાય છે. આચાર્ય હોવા છતાં યે શ્રી સંઘને તેઓ વિનમ્રતા અને ભક્તિભાવથી વિચાર કરવાનું કહે છે. સાધુ-મહારાજે પ્રત્યે પણ તેમને કેવું આદરમાન છે અને પૂજ્યભાવ છે તે પણ આ પત્રથી પ્રત્યક્ષ થાય છે. આ આખોય પત્ર ઐતિહાસિક મહત્વ ધરાવતો હોવાથી રજૂ કરેલ છે. આ પત્ર આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિના સંગ્રહમાં છે. પત્રની દરેક પંક્તિમાં સંયમ અને વિચારસ્વાતંત્ર્ય ઝમકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org