________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
ધર્મમાં રમમાણ થઈ જાય છે, મહાયોગી બને છે પણ એ સમાજમાંથી આવે છે, છે અને સમાજ પણ એની ઉપર અસર કર્યા વિના રહેતો નથી. જૈન સિદ્ધાંતો અને રિવાજોની જડ મૂળ સંસ્કારોને આવરી લઈ કલુષિત કરે છે. આથી એ માગી લે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમાજનું માર્ગદર્શન કરવું જરૂરી બને છે. પૂ॰ આત્મારામજી મહારાજે પ્રેરણા આપેલી. સમાજનો નવો પ્રવાહ આવતો હતો તેનો પણ ખ્યાલ એ સમયજ્ઞ મુનિએ આપ્યો હતો. દીક્ષા-જીવનની એકવીશી બાદ મુનિશ્રી સમજી શક્યા હતા કે સમાજને પ્રગતિશીલ અને જીવંત બનાવવો હશે તો ધર્મ એ માત્ર રૂઢ વ્યવહારમાં નહિ પણ સમગ્ર જીવનદૃષ્ટિમાં આવવો જોઇ એ. ધર્મ એટલે માત્ર દહેરાસર-ઉપાશ્રય નહિ, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો, જે ધર્મ સર્વ જીવોનું માંગલ્ય વાંછનારો છે એ ધર્મ રૂઢ સમાજના હાથમાં વારસાગત બંધિયારખાનું બને, ધર્મ ભુલાઈ જાય, રૂઢિઓમાં, રિવાજોમાં, ઓલીઓમાં, ઉછામણીઓમાં વહેંચાઈ જાય ને માત્ર વ્યવહારમાં જ ધર્મ મનાય એ વસ્તુ કેવી રીતે ઇચ્છાય ? જે ધર્મ બધા માટે સમાનવૃત્તિ—સમભાવ દર્શાવવાનું કહે તે ધર્મના અનુયાયીઓ અસહિષ્ણુતા આદરે, જીવનમાં અસંગત અને અનુચિત વ્યવહાર કરે, રૂઢ સંસ્કારોમાં કુંતિ અને એ વસ્તુ અસહ્ય લેખાય.
રાજકીય પ્રવાહો પણ નવી રીતે વહેતા હતા. “ ઝેર ગયાં ને વેર ગયાં'નો કવિ ક્લપતરામનો જમાનો વિદાય થતો હતો અને “ સાંભળો સુધારાનો સાદ ” કહેનાર કવિ નર્મદનો જમાનો આવતો હતો. બ્રિટિશ સરકાર ગમે તેવી હોય પણ તે પરદેશી હતી. એની સામે અરજીઓ અને વિનતિ કરી કાર્ય કરવાનો જમાનો પૂરો થવા આવતો હતો. કેળવણીનું મહત્ત્વ સર્વ જગાએ સ્વીકારાતું હતું. રાષ્ટ્રીય આંદોલન નવસ્વરૂપ લેતું હતું. મુનિશ્રીના જીવન સાથે રાષ્ટ્રીય લડતની આખી તવારીખ, એ વિશ્વયુદ્ધો અને એ યુદ્દોએ જન્માવેલાં આર્થિક અને સામાજિક પરિબળો; આઝાદી, આઝાદી પછીની યાતનાના વર્ષોં વગેરેથી સંકળાયેલી છે. મધ્યમ વર્ગ યુદ્ધ પહેલાં આબાદ હતો; નવાં પરિબળો આગળ એ વર્ગે નમતું જોખવું પડ્યું અને એની સામાજિક દ્વિધા એની એ રહી. પાલણપુરમાં સમાધાન કરાવનાર મુનિશ્રી અને મુંબઈમાં મધ્યમ વર્ગ માટે ફંડની પ્રેરણા આપનાર આચાર્યશ્રી—એક જ વ્યક્તિ. સામાજિકરાજકીય-આર્થિક–વૈજ્ઞાનિક પરિબળોએ ઘડેલી આ કથા એક રીતે આજની આપણી અને મધ્યમ વર્ગની કથા છે. ગુજરાતમાં દીક્ષિત થઈ એકવીસ વર્ષ બાદ ગુજરાતમાં પાછા ફરનાર મુનિશ્રી એ જ હતા. પંજાબ જેવી ભૂમિના પરિચયે દૃષ્ટિ વિશાળ બની હતી અને દૂર રહ્યા છતાં એ સમાજનું અનોખું દર્શન કરી શક્યા હતા. સમાજના રોગનું નિદાન એમની પાસે હતું. જૈન સંસ્કૃતિની પ્રણાલિકાના જાણકાર હતા અને પ્રયોગ કરવાની દૃષ્ટિ એમની પાસે હતી.
*
Jain Education International
*
સમાજ પર અસર કરે સનાતન છે; પણ રૂઢિ વખતોવખત નિરીક્ષણ
પાલણપુરમાં મુનિશ્રીએ જૈન સંધનો કલેશ જોઈ એ ટાળવાનો સફળ પ્રયાસ કર્યો. સં૦ ૧૯૬૫ના જે શુદિ આઠમના દિને મુનિશ્રીએ શ્રાવકોના સામાન્ય મતભેદો અંગે ચુકાદો આપ્યો. સંધમાં સર્વત્ર આનંદ પ્રવર્તી ગયો અને મુનિશ્રીએ પાલણપુરમાં ચોમાસું કર્યું. આ સમયે મુનિશ્રી લલિતવિજયજી સાથે પાંચ શિષ્યોને યોગોદ્દહન કરાવવાને માટે મહેસાણા ખાતે પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી પાસે મોકલ્યા. આષાઢ મહિનામાં શ્રી વિચક્ષણવિજયજીની દીક્ષા થઈ. જ્ઞાનપ્રચાર માટેના એમના સતત આગ્રહને લીધે ‘ આત્મવલ્લભ કેળવણી ફંડ'ની સ્થાપના થઈ. આ રીતે શિક્ષણપ્રચારનું કાર્ય શરૂ થયું. અઠ્ઠાઈની તપશ્ચર્યા નિમિત્તે થતા નાતિલા કર-જમણનો રિવાજ બંધ કરાવ્યો અને તેને મરજિયાત બનાવ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org