________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
કરવા માટે પુરુષવિશેષના સ્વરૂપને બતાવતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પહેલાં “મહાદેવ' અષ્ટકને કહે છે. મહાદેવનું તાત્ત્વિક મહત્ત્વ સર્વજનોને સુલભ ન હોય તેવા સ્વરૂપવાળા અતિશયોથી છે. તે અતિશયો અપાયાપગમ, જ્ઞાન, વચન અને સુખ વગેરે છે. બીજા અતિશયો અપાયાપગમ અતિશયપૂર્વક હોય છે, અર્થાતું પહેલાં અપયાપગમ અતિશય આવે છે. પછી બીજા અતિશયો આવે છે. આથી બે શ્લોકોથી મહાદેવના અપાયાપગમ અતિશયને જ કહે છે–
શ્લોકાર્થ– જેને સંક્લેશ ઉત્પન્ન કરનાર રાગ સર્વથા નથી જ, ઉપશમરૂપી કાષ્ઠને બાળવામાં દાવાનલ સમાન ઠેષ પણ જીવો ઉપર સર્વથા નથી જ, સમ્યજ્ઞાનને આવરનાર (=ઢાંકી દેનાર) અને અશુદ્ધ વર્તનને કરનાર (=જીવોને અશુદ્ધ વર્તન કરાવનાર) મોહ પણ જેને સર્વથા નથી જ, અને જેનો મહિમા ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે, તે મહાદેવ કહેવાય છે. (૧-૨).
ટીકાર્થ– “જે દેવવિશેષને રાગ નથી જ તે મહાદેવ કહેવાય છે” એ પ્રમાણે સંબંધ છે. તેમાં જિન, બુદ્ધ, વિષ્ણુ, શિવ, બ્રહ્મા વગેરે કોઇના પણ નામનો નિર્ણય (=ઉલ્લેખ) કર્યા વિના જે કોઇ દેવવિશેષને રાગ નથી તે મહાદેવ કહેવાય છે, એમ સામાન્યથી નિર્દેશ કર્યો છે. આમ સામાન્યથી નિર્દેશ કરીને ગ્રંથકારે પોતાનું મધ્યસ્થપણું બતાવ્યું છે. કહ્યું છે કે-“મને વીર પ્રભુ પ્રત્યે પક્ષપાત નથી, અને કપિલ (=સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક મુનિ) વગેરે પ્રત્યે દ્વેષ નથી. જે દેવનું વચન યુક્તિયુક્ત હોય તે દેવનો સવીકાર કરવો જોઇએ.” (લો.ત.નિ. ૧-૩૮)
માબચ્ચને બતાવવા દ્વારા પોતાના વચનમાં શ્રોતાઓમાં ઉપાદેયતાની બુદ્ધિનું સ્થાપન કર્યું છે. કારણ કે આગ્રહરહિત જ વક્તાથી તત્ત્વોનો બોધ થાય છે.
“આગ્રહી પુરુષ જ્યાં એની મતિ રહેલી હોય ત્યાં યુક્તિને લઇ જવાની ઇચ્છા રાખે છે. પક્ષપાત રહિત પુરુષની મતિ જ્યાં યુક્તિ હોય ત્યાં પ્રવેશ કરે છે.”
રાગના દોષરહિત સ્વરૂપને (=લક્ષણને) જણાવવા માટે ગ્રંથકાર કહે છે-રાગ સંક્લેશને ઉત્પન્ન કરે છે. આત્માના સ્વાભાવિક સ્વાથ્યમાં સંપૂર્ણપણે બાધા કરે તે સંક્લેશ.
પૂર્વપક્ષ- વ્યભિચારમાં જ વિશેષણ સાર્થક બને છે. રાગ અસંક્લેશને ઉત્પન્ન કરનાર પણ નથી. જેથી “સંક્લેશને ઉત્પન્ન કરનાર' એવા રાગના વિશેષણથી “અસંક્લેશને ઉત્પન્ન કરનાર” રાગનો વ્યવચ્છેદ થાય. વળી પ્રસ્તુત મહાદેવના રાગની બીજી રીતે પણ વિવક્ષા કરવામાં આવતી નથી. આ પ્રમાણે રાગનું “સંક્લેશને ઉત્પન્ન કરનાર” એવું વિશેષણ નિરર્થક છે.
ઉત્તરપક્ષ— વિશેષણ નિરર્થક નથી. કારણ કે જે પદાર્થના સ્વરૂપનું જ્ઞાન નથી તે પદાર્થના સ્વરૂપને પ્રગટ કરવા માટે (=જણાવવા માટે) વિશેષણ ઇષ્ટ છે. જેમ કે-પરમાણુ પ્રદેશ રહિત હોય છે. પરમાણુ હંમેશાં પ્રદેશથી રહિત હોય છે. આમ છતાં કોઇને પરમાણુના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો તેને પરમાણુના સ્વરૂપને જણાવવા માટે “પરમાણુ પ્રદેશથી રહિત હોય છે એમ જણાવવામાં આવે છે.
રાગ- વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી જીવના સ્વરૂપને રંગી નાખે તે રાગ. રાગ અભિવૃંગરૂપ છે, અર્થાતુ રાગ કહો કે અભિવંગ કહો એ બંનેનો એક જ અર્થ છે.