________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
गतासु तृतीयमुत्तरतो गतासु चतुर्थम् । उपरि च गतासु पञ्चमं गर्दभमुखम् । एवं पञ्चमुखः संजातः । शम्भुना च गर्दभशिरसि छिन्ने चतुर्मुख इति ॥
हरिस्तु वामन एवम्-किल बलेर्दानवस्य बन्धनार्थं विष्णुमिनो भूत्वा मठिकानिमित्तं पदत्रयमात्रां भुवं तमेव याचितवान् । बलिना च प्रतिपन्ने तद्दाने पदत्रयेण त्रिलोकमाक्रम्य स्थानवर्जितं तं पाताले निहितवानिति ।
क्षयी चन्द्रमाः कथम् ? अत्रोच्यते । किल दक्षस्य सप्तविंशतिर्दुहितरस्ताच चन्द्रेण परिणीताः । तासु च मध्ये रोहिण्यामासक्तोऽसौ । शेषाभिस्त्वपमानिताभिः पितुर्निवेदितम् । तेन शापाक्षयीकृतोऽसौ । पुनर्देवैः प्रसादितेन चानुग्रहादेकत्र पक्षे वृद्धिमान् इति ।।
नागाः पुनरेवं द्विजिह्वाः-किल देवैः क्षीरसमुद्रमथनादमृतमुत्पादितम् । तस्य च कुण्डानि भृतानि दर्भश्चाच्छादितानि । सर्पास्तद्रक्षणे नियुक्ताः । तत एकान्तमाकलय्य तैस्तत्पातुमारब्धं दर्भच तज्जिह्वा द्विधा कृताः । अन्ये त्वाहुः, अमृतपानप्रवृत्तानां तेषामिन्द्रेण वज्रक्षेपात् जिह्वाभेदो विहित इति । राहोः शिरोमात्रता पुनरेवम्- देवैः किलामृतस्य कुण्डानि भृतानि विष्णुच तद्रक्षायां नियुक्तः । ततश्च कार्यान्तरव्याक्षिप्तस्य तदाहुणा पातुमारब्धम् । विष्णुना च तं तथा वीक्ष्य चक्रक्षेपेण तच्छिरश्छेदः कृतः । पीतामृतत्वात्तच्छिरोऽजरामरं संवृत्तमिति । व्याख्यातं ब्रह्मा लूनशिरा इत्यादि वृत्तद्वयमिति । तथा “स एष भुवनत्रयप्रथितसंयमः शङ्करो, बिभर्ति वपुषाऽधुना विरहकातर कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः करं, करेण परिताडयञ्जयति जातहासः स्मरः॥१॥" तथा "दिग्वासा यदि तत्किमस्य धनुषा सास्त्रस्य किं भस्मना, भस्माथास्य किमङ्गना यदि च सा कामं परिद्वेष्टि किम् । इत्यन्योन्यविरुद्धचेष्टितमिदं पश्यन्निजस्वामिनो, भृङ्गी सान्द्रसिरावनद्धपरुषं धत्तेऽस्थिशेषं वपुः ॥१॥" इति ॥१-२॥
પહેલું મહાદેવ અષ્ટક (મહાદેવ કોને કહેવાય, તેમાં કયા કયા દોષો ન હોય, કયા કયા ગુણો હોય, મહાદેવનું વર્તન કેવું હોય, મહાદેવની આરાધના કરવા શું કરવું જોઇએ, તેની આરાધનાનું ફળ શું છે વગેરે વિષયોને જાણવા આ અષ્ટક અત્યંત ઉપયોગી છે.)
દોષોના અભાવથી મહાદેવનું સ્વરૂપ આ જગતમાં વિવાદ કરતા મિથ્યાદષ્ટિ જીવોં અસત્ કાર્યો કરીને સ્વયે નાશ પામેલા છે અને અસદ્ ઉપદેશ આપીને બીજાઓનો પણ નાશ કરી રહ્યા છે. આ જોઇને તે બંને ઉપર ઉપકાર કરવા માટે પ્રાતઃ સ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા બત્રીશ અધિકારો દ્વારા ઉપદેશ પ્રદાનરૂપ શાસ્ત્રને કરવાની ઇચ્છાવાળા થયા. તે શાસ્ત્ર કલ્યાણ સ્વરૂપ હોવાના કારણે વિઘ્નનો સંભવ છે. આથી તે વિઘ્નને દૂર કરવા માટે અસાધારણ ગુણગણરૂપ રત્નસમૂહ માટે સમુદ્ર સમાન પુરુષવિશેષને નમસ્કાર કરવા રૂપ ભાવમંગલને કરતા તથા પરલોકનાં સઘળાં કાર્યોમાં પ્રાયઃ શાસ્ત્રથી જ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. અને તે શાસ્ત્ર પુરુષવિશેષથી જ રચાયેલું હોય તો પ્રમાણ બને છે. કુશાસ્ત્રોને અનુસરનારા લોકો પુરુષવિશેષ માટે વિવાદ કરી રહ્યા છે. આથી તે વિવાદને દૂર