________________
શ્રીમતી ભાનુમતીબહેન ભોગીલાલ ઝવેરીનો આ કાર્યમાં સહકાર આપવા બદલ આભાર માનું છું.
ડૉ. ધનવંત શાહનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે તેમના અતિવ્યસ્ત જીવનવ્યવહારમાંથી સમય કાઢીને મારા આ પુસ્તક માટે બે બોલ લખી આપ્યા. એમનો સાથ અને સહકાર મને હંમેશાં મળતા રહ્યા છે અને એમના આશીર્વાદરૂપ અમૃતધારા મારા પર સહૃદય વરસતી રહે છે. તેમની હું ઋણી છું. ડૉ. કુમારપાળ દેસાઈ અને પ્રતિમાબહેન દેસાઈની વાત હું કયા શબ્દોમાં રજૂ કરું અને ક્યાંથી શરૂ કરું એ જ મને સમજાતું નથી. કુમારપાળભાઈએ આ પુસ્તક પ્રગટ કરવા માટે મને ઉત્સાહિત કરી છે અને મને દરેકેદરેક કાર્યમાં અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે તેમજ આ ગ્રંથ વિશે અભિપ્રાય આપીને ઉપકૃત કરી છે.
મારા પુસ્તકની કવરપેજની ડિઝાઇન કરી આપવા બદલ શ્રી દેવનભાઈ મોદી તથા શ્રીમતી હેતલબહેન મોદી(ઘાટકોપર-મુંબઈ)નો હૃદયપૂર્વક આભાર માનું છું. મફીબહેન રમણલાલ શાહ (અંબુજા મેટલ), રાજેશભાઈ તથા લંડનમાં રોકાણ દરમિયાન શ્રી અશોકભાઈ પટ્ટનીના સહયોગ બદલ તેમનો તથા તેમના પરિવારનો આભાર માનું છું.
૧૯-૧૦-૨૦૦૯
- ડૉ. રેખા વોરા
IX