Book Title: Bhaktamar Tubhyam Namaha Author(s): Rekha Vora Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 9
________________ શિવરમણીરૂપી મોક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈને તેના કંઠમાં આરોપણ કરવા તત્પર બનીને જ રહે છે. ભક્તામરને અનેક ભૂમિકાથી જોઈ શકાય. આ જ તેની વિશેષતા છે. અભ્યાસક, સંશોધક, આધ્યાત્મિક શોધ કરતી વ્યક્તિની ભૂમિકાથી, ભાવપૂર્ણ ભક્તિની ભૂમિકાથી, એક મુમુક્ષાર્થીની ભૂમિકાથી... આ બધા જે સ્તર છે તેને એકસાથે લેવાનો પ્રયાસ આ ગ્રંથમાં છે. શ્રી માનતુંગસૂરિજીની પ્રભુના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ, ફળસ્વરૂપ સમ્યફ ભક્તિ અને એમની સાધનાનાં રહસ્યો આપણી આરાધનામાં અને ભક્તિમાં નવા પ્રાણ પૂરનારાં બની રહેશે. સૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં જે વર્ણવ્યું છે તેને આપ સમક્ષ રજૂ કરવાનો બાળ-સહજ પ્રયાસ માત્ર આ પુસ્તક છે. આમાં જે કંઈ છે તે તેમણે જણાવેલ રત્નત્રયીરૂપી સાધ્ય સુધી પહોંચવાનું સાધન છે. જે ત્રુટિ છે તે આ અલ્પમતિજ્ઞ – અલ્પશ્રુતિજ્ઞ મારી પોતાની છે. આ પુસ્તક સર્વ આરાધકોના કરકમલમાં મૂકતાં દિવ્ય આનંદ અનુભવાય છે. સૂરિજીએ સર્વ જગતના કલ્યાણાર્થે ભક્તામર સ્તોત્ર'રૂપી અણમોલ ભેટ આપી છે. આ ચિંતનાત્મક પારસમણિને સર્વજન હૃદયમાં ધારણ કરે અને પ્રથમ જિનેશ્વર શ્રી આદિનાથ ભગવાનના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી સમ્યકભક્તિ વડે સમ્યકજ્ઞાન–સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે એ જ પરમકૃપાળુ પરમાત્માને અભ્યર્થના. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી, આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી, આચાર્યશ્રી કુંદકુંદસૂરિ મહારાજસાહેબ, આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજસાહેબ તથા પાલિતાણા નિવાસી શ્રી ભોગીલાલ મણિલાલ ઝવેરીના સંસારી ભાઈ શ્રી પ્રીતિવિજયજી મહારાજ સાહેબ(રાજસ્થાન)ના મળેલા આશીર્વાદથી મારું આ કાર્ય પરિપૂર્ણ થયેલ છે તેનો મને હર્ષ છે. જેમના સાનિધ્યમાં રોમેરોમમાંથી “ભક્તામર સ્તોત્ર ઊભરાતું હતું તેવા ડૉ. દિવ્યપ્રભાશ્રીજીના સહયોગ બદલ તથા સાધ્વીજી શ્રી તત્ત્વપૂર્ણાશ્રીજીના શિષ્યા તત્ત્વદર્શિતાશ્રીજીના શિષ્યા શ્રી તત્ત્વરંજિતાશ્રીજી મહારાજસાહેબ જેમના મુખમાંથી વહેતાં અમૃત વચનોથી મને બળ મળતું રહ્યું છે તેમની હું આભારી છું. મારા સંશોધન તથા આ પુસ્તકપ્રકાશનના કાર્યમાં સર્વપ્રથમ હું ઋણી છું મારાં માતુશ્રી શારદાબહેન વ્રજલાલ વોરા તથા પિતાશ્રી વ્રજલાલ પોપટલાલ વોરાની. તે બંનેના શુભ-આશિષ નિરંતર મારા પર વરસતા રહે છે. મારી માતાનું સ્વપ્ન હતું કે મારી પીએચ.ડી. ડિગ્રીનો મહાનિબંધ પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય. આજે મારી માતા જ્યાં પણ હશે ત્યાં સવિશેષ પ્રસન્ન હશે અને મને પણ એટલી જ પ્રસન્નતા છે કે આજે એમનું એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. મારા પરિવારના દરેક નાના-મોટા સભ્યોનો આ તકે આભાર માનું છું, જેમનો સાથ-સહકાર સતત મળ્યા કર્યો છે. VIIIPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 544