Book Title: Bhaktamar Tubhyam Namaha Author(s): Rekha Vora Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 8
________________ સૂરિજી સ્તોત્રની રચનામાં જણાવે છે કે, હે ત્રણ જગતના નાથ, મહાસત્તાધીશ, ત્રિભુવનનાયક પરમાત્મા ! આપ એકમેવ સકલ જગતના આરાધક છો, હે દયાના સાગર પ્રભુ ! આપ સર્વેશ્વર, લોકેશ્વર, જિનેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વોપરિ મહાસત્તાધીશ છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનીય, સકલ વિશ્વને વંદનીય છો. આપના સિવાય અમને આ ત્રિભુવનમાં કોઈનો જ આધાર નથી. આપ જ અમારું સર્વસ્વ છો. ત્રિભુવન અત્યંકર જે સંપૂર્ણ અભયને પામેલા છે તે પરમકૃપાળુ પરમાત્મા જ સંપૂર્ણ અભયને આપનાર છે. તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને સૂરિજી તેમના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. Where there is faith in god fear has no power. જ્યારે આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર કેન્દ્રિત થાય છે ત્યાં ભયની શક્તિ તરત નાશ પામી જાય છે. શ્રી માનતુંગસૂરિજીએ સાધના–ધ્યાનયોગ–ભક્તિ દ્વારા કાર્યસિદ્ધિનાં પાંચ પગથિયાં બતાવ્યાં છે : ૧. Fear is nothing but luck of faith in God. પરમાત્મામાં શ્રદ્ધાનો અભાવ તેનું નામ ભય છે. આમ સૂરિજીએ કાર્યસિદ્ધિનું પ્રથમ પગથિયું શ્રદ્ધા બતાવી છે. ૨. In action. શ્રદ્ધાને અમલમાં મૂકવી એ કાર્યસિદ્ધિનું બીજું પગથિયું છે. 3. Stop thinking about the difficulties. આવી પડેલી મુશ્કેલીનો વિચાર બંધ કરવો. આ કાર્યસિદ્ધિનું ત્રીજું પગથિયું છે. ૪. Think only about good. માત્ર અને માત્ર પરમકૃપાળુ પરમાત્માનો જ વિચાર કરવો. આ કાર્યસિદ્ધિનું ચોથું પગથિયું સૂરિજીએ જણાવ્યું છે. 4. When human mind is silent then divine mind is in active expression. જ્યારે પ્રભુના નામસ્મરણથી મન શાંત થઈ જાય છે ત્યારે આત્મામાં રહેલી અનંતશક્તિ જાગ્રત થાય છે અને તે દ્વારા મુશ્કેલમાં મુશ્કેલ કાર્યમાંથી માર્ગ મળી આવે છે. ગમે તેવાં મહાન કાર્યો સિદ્ધ કરી શકાય છે. પછી તે જંજીરોથી જકડાયેલ બંધન અવસ્થા હોય તો પણ તેમાંથી મુક્તિ મેળવી શકાય છે, તે માનતુંગસૂરિજીએ સાબિત કરી બતાવ્યું છે. જ્યારે હૃદયમાં સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે ૫રમાત્મા ત્યાં હાજર જ હોય છે. અહીં સૂરિજીએ પરમાત્મા સાથે એકાત્મતા સાધવાની કળા સિદ્ધ કરીને બતાવી છે. જે મનુષ્યોએ મનની એકાગ્રતા સાધવાની કળા સિદ્ધ કરી છે તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ છે. મનુષ્ય આમ કરી શકે છે તેને VIIPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 544