________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
આ મારા કુંવરની રક્ષા કરવા અહીં રહી છું.” પછી ત્રીજે પહોરે પણ તે વૃક્ષની છાયાને ઝેળી ઉપર સ્થિર રહેલી જોઈને આચાર્યો “ભવિ. ષ્યમાં આ કોઈ મહાન નરેશ્વર થશે” એમ વિચારીને તે બાળકનું વનરાજ” એવું નામ પડ્યું. પછી ગામમાં જઈ શ્રાવકને તે સર્વ હકીકત કહીને તેમની પાસે તે બાળકનું સારી રીતે રક્ષણ કરાવ્યું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે બીજા બાળકની સાથે છત્ર ચામરાદિ રાજચિન્હ કલ્પી ક્રીડા કરવા લાગ્યા.
पीऊण पाणीयं सरवरम्मि पिहिं न दिति सिहिडिंभा ॥ • होही जाण कलावो पयइ चिय साहए ताण ॥१॥
સિંહણના બચ્ચાં સરોવરમાંથી પાણું પીને કદી પાછી પૂઠે નજ ફરે. કેમકે, જેમની ડેકઉપર વાળ આવવાની હોય છે તે સિંહકિશોરને સ્વાભાવિકરીતે જ તે ગુણ પ્રાપ્ત થાય છે.
પણ પેલા બાળકેથી તે વનરાજનો પ્રતાપ જેરવા નહીં. એમ કેટલેક વખત ચાલતાં શ્રાવકોએ તેના ઉત્તમ ગુણેથી ઉશ્કેરાઈ તેની મા રૂપસુંદરીને તેને કોઈ શૂરવીર પાસે રાખવાની સલાહ આપી. તેથી તેણીએ પોતાના ભાઈ સૂરપાળની સાથે વનરાજને બહારવટું કરવા મોકલ્ય. - પ્રથમ વનરાજે કાકર ગામમાં કેઈ શેઠને ઘેર ખાતર પાડ્યું. ત્યાં પ્રવેશ કરતાં જ દહીંના ગોરસામાં તેને હાથ પડવાથી તે થોડુંક દહીં ખાઈ બીજી સર્વ વસ્તુઓ પડી મૂકી જતા રહ્યા. પ્રાત:કાળે તે શેઠની પુત્રી શ્રીદેવીએ ગોરસામાં પડેલી હાથની રેખાઓ ધીથી ભરેલી જોઈ વિચાર્યું કે, “આ કઈ મેટે ભાગ્યશાળી પુરૂષ જણાય છે. તે મને બંધુ સમાન છે, માટે હું તેનાં દર્શન કર્યા સિવાય ભજન કરીશ નહીં.” વનરાજને એવી પ્રતિજ્ઞાની ખબર પડી, તેથી તેણે
૧ ટીકા-સિંહણનાં બચ્ચાં પાણીમાં પિતાનું પ્રતિબિંબ (પડછાયો ) રેખાય તેને સિંહ માની પૂઠ ન કરે; કારણ કે, તેમને જાતિસ્વભાવજ એ હેય છે કે, રણમાંપૂઠ ન બતાવવી.
For Private and Personal Use Only