________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ચલું છે, તે જગહ્માતા સરસ્વતી મારી સરસ્વતી (વાણી) ને પાવત કરો.
પીઠિકા. પૂર્વ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર શ્રેણિક વિગેરે ઘણા પ્રભાવિક શ્રાવકે રાજપદવીને ધારણ કરી ગયા, પરંતુ જગતમાં અત્યંત આશ્ચર્યકારક અહિંસાપ્રવર્તન વિગેરે ગુણેથી કુમારપાળ રાજાની તુલનાને પહોંચે એ કેઈથ નથી. એક પ્રાચીન ગ્રંથકાર પણ લખે છે કે, કીજૈન કુમાર નરપતિએ તેની આજ્ઞામાં રહેનાર અઢાર વિશાળ દેશોમાં પ્રસરેલી હિંસા તેના પ્રતાપથી ચાર વર્ષપર્યત આદરપૂર્વક બંધ કરાવી અને કીતિને અમર રાખવા કીર્તિસ્તંભ સમાન ચૈદસેં રમણીય જિનમંદિરે બંધાવી પિતાના પાપને તદ્દન નાશ કર્યો માટે હું મારી રસનાને પાવન કરવા ચાલુક્ય વંશમાં અદ્વિતીય મક્તિક સમાન, જેનું હથકમળ શ્રીમા પર લાગેલા રસના આવેશથી પ્રફુલ્લિત રહેતું હતું, જે સર્વ જીવોપર દયા રાખતા હતા અને જે શ્રી હેમચંદ્ર સુરીંદ્રના ચરણકમલની ઉપાસના કરતા હતા તે પરમહંત કુમારપાળ રાજર્ષિના સંબંધમાં કેટલાક પ્રબંધ લખું છું. - ૧ પ્રતાપી.
For Private and Personal Use Only