________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલો.
ભાગ ૧લો.
જય :
-
અણહિલપુરની સ્થાપના અને ચાવડાવંશ.
આ ભારતભૂમિમાં ક્ષત્રિયે તેમના નામ પ્રમાણે ક્ષત્ર એટલે રાજયનું રક્ષણ કરવામાં હમેશ અગ્રભાગ લેતા હતા. કાળાનુક્રમમાં તેમના જૂદા જૂદા છત્રીશ વંશ થયા, તેમનાં નામ
૧ ઈક્વાકુ, ૨ સૂર્ય, ૩ સેમ (ચંદ્ર), ૪ યાદવ, ૫ પરમાર, ૬ ચાહમાન (હાણ ), ૭ ચૌલુક્ય, ૮ છિંદક, ૯ સિલાર, ૧૦ સૈધવ, ૧૧ ચાત્કટ (ચાવડા), ૧૨ પ્રતિહાર, ૧૩ ચંદુક, ૧૪રાટ, ૧૫ ફૂટ, ૧૬ શક, ૧૭ કરટ, ૧૮ પાલ, ૧૯ કરંક, ૨૦ વાઉલ, ૨૧ ચંદેલ, ૨૨ ઉહિલ્લ, ર૩ પિલિક, ૨૪મારિક, ૨૫ ચંદુયાણક, ૨૬ ધાન્યપાલક, ૨૭ રાજપાલક, ૨૮ અમંગ, ૨૯ નિકુંભ, ૩૦ દધિલક્ષ, ૩૧ તુરૂદલિયક, 3ર હુણ, ૩૩ હરિયડ,. ૩૪ નટ, ૩૫ ભાષર અને ૩૬ પૈષર. આમાંના ચાલુક્ય વંશને ભૂવડ નામે રાજા વિક્રમ સંવતના લગભગ આઠમાં સૈકાની વચમાં જાણે છત્રીસ લાખ ગામેથી આબાદ હેય એવા કન્યકુન્જ (કને જ) દેશની કલ્યાણી નામની રાજધાનીમાં રાજય કરતા હતા. તેણે ચાવડાવંશના જયશિખર રાજાને પરાભવ કરી મેળવેલી ગૂર્જરભૂમિ તેની પુત્રી મિનળદેવીને કંચુસ્થાનમાં આપી હતી.
એ પ્રસંગે તે ગૂર્જરભૂમિના વઢિયાર પ્રદેશમાં આવેલા પંચાસર ગામની નજીકના કોઈ જંગલમાં શ્રીશીલસૂરિ નામના જૈનાચાર્ય શકુન જેવાસારૂં જઈ ચઢયા. તેમણે ત્યાં ઝાડીમાં એક વૃક્ષની શાખાએ બાંધેલી ઝોળીમાં એક ભવ્ય બાળકને સૂતેલે જોઈ પાસે ઉભેલી તેની માતાને પૂછ્યું, ભદ્ર! તમે કોણ છે? તે બાઈએ જવાબ દીધે કે, “હું રણભૂમિમાં પડેલા ગુજરાતના રાજાની રાણી છું, પરંતુ કને જ દેશના ભૂવડરાજાના ભયથી ચાવડા કુળના કમળબંધુ
For Private and Personal Use Only