________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
બીજી રાત્રે ત્યાં જઈ શ્રીદેવીએ ગુમરીતે ભેજન વસ્ત્રાદિથી કરેલ સત્કાર સ્વીકાર્યો અને પ્રસન્ન થઈ રાજયાભિષેકસમયે તેની પાસે ભગિનીતિલક કરાવવાનું વચન આપી વિદાય થયે.
વળી એક વખત વનરાજે વગડામાં જાંબ (ચાંપા) નામના કોઈ વાણિયાને રે, તેથી પેલા વાણિયાએ એકદમ ગુસ્સે થઈ પિતાની પાસેનાં પાંચ બાણોમાંથી બે બાણ જમીન ઉપર ફેંકી દીધાં, ત્યારે વનરાજે પૂછયું કે, “તમે આમ કેમ કર્યું?” તે બલ્ય, “તમે ત્રણ જણ છે અને બાણ પાંચ છે, માટે એ બેની શી જરૂર છે?” તેના એવા જવાબથી વનરાજે આ કઈ પરાક્રમી ચતુર પુરૂષ છે એમ ધારી તેને વચન આપ્યું કે, “મારા રાજ્યાભિષેકસમયે હું તમને મારા મુખ્ય પ્રધાન નિમીશ.” જાબ તે વચન મસ્તકે ચઢાવી થેડી વાટખરચી આપીને ચાલતો થયે. - એક વખત ભૂવડે ગૂજરાતમાં રાખેલું પંચકુળ (સૈન્ય ) સૈરાષ્ટ્રદેશમાંથી છ મહિને ખંડણી ઉઘરાવી ૨૪ લાખ સેનિયા અને ૪૦૦ પાણીદાર ઘેડા લેઈ કૂચ કરતું હતું, તેનાઉપર વનરાજે એકદમ હમલે કરી સર્વસ્વ હરી લીધું. પછી એક વર્ષ કાલુંભાર નામના વનમાં રહી ધીમે ધીમે કને જની રાજસત્તાને અંત આ અને નવીન રાજધાની વસાવવા સારૂ ભૂમિનું અવલોકન કરવા લાગ્યો. તેવામાં તેને અણહિલ નામને કોઈ ભરવાડ મો. તે ભરવાડે જે જગામાં સસલાથી બીને કૂતરે નાઠે તે જગા બતાવી. વનરાજે સાનંદાશ્ચર્યમાં તે જગો પસંદ કરી, તે ભરવાડના નામથી વાસ્તુશાસ્ત્રના સર્વ ધોરણોને અનુસરી વિશાળ અણહિલપૂર પાટણ વસાવ્યું. પછીથી તે નગરને ખાઈથી વિંટાયેલા કિલ્લા, રાજમાર્ગી, દેવાલે, રાજમહેલે, હવેલીઓ, સભામંડપ, રંગમહેલે, ભૂમિગૃહે, શિહો, વિહારથાને, આરામસ્થાને, અનાથાશ્રમે, પરબડીઓ, ધર્મશાળાઓ, દાનશાળાઓ, અશ્વશાળાઓ,
૧ અગાસીઓ અથવા બનાવટી પહાડઉપર ગરમીની મોસમમાં બેસવા અથવા ફરવાની જગા.
For Private and Personal Use Only