________________
w
wwww
શ્રી કેશીગણધરને સંબધ. ર્ઘકાળ પર્યત શુદ્ધ એવા શ્રાદ્ધ ધર્મને પાલનારા તે ભૂપતિને તેની સ્ત્રીએ મારી નાખે તેથી તે, સૂર્યાભ દેવલેકમાં સૂર્યસમાન કાંતિવાળે મહા સમૃદ્ધિવાળે દેવતા થયે.
આ પ્રમાણે પ્રદેશ રાજાને પ્રતિબંધ પમાડીને પછી કેશી ગણધર ભવ્ય જનેને પ્રતિબોધ પમાડવા માટે શ્રાવતી નગરીના તિંદુક વનમાં સમવસર્યા આ ધખતે શ્રત કેવળી ઈંદ્રભૂતિ (ૌતમ) ભગવાન અનેક શિવે સહિત વિહાર કરતા કરતા તેજ નગરીના કોષ્ટક વનમાં સમવસર્યા. હવે તે નગરીમાં વિહાર કરતા એવા તે બનેના શિષ્યોએ પરસ્પર એક બીજાના વેષને જોઈ ભ્રાંતિ પામવાથી તુરત તે વાત પિતપોતાના ગુરૂને કહી. પછી મૈતમ ગણધર પિતાના અને પરના શિષ્યોની શંકા દૂર કરવા માટે જયેષ્ઠ અને વ્રતથી લાભ માની કેશિ ગુરૂ પાસે ગયા. પિતાના શિષ્ય સહિત આવતા એવા ગૌતમ મુનિને જેમાં કેશિ ગણધરે વિનયથી પાથરેલા દર્શાસન ઉપર તેમને બેસાર્યો. પોત પોતાના શિષ્યગણુસહિત અને ઉપશમ રસથી. પૂર્ણ એવા તે બને સુગુરૂઓ, નિર્મલ જ્ઞાનવડે તેજથી સૂર્ય ચંદ્ર સમાન શોભતા હતા. બન્ને પક્ષને વિષે કુતુહલ જોવા માટે હર્ષ પામેલા બહુ માણસે એકઠા થયા હતા. એટલું જ નહિ પણ “અહિં મોટો વાદ થશે” એમ કહેતા એવા દેવતાઓ પણ બહુ આવ્યા હતા, પછી મુનિઓના સંશયને નાશ કરવા માટે કેશિ ગુરૂએ બને હાથ જોડીને કહ્યું કે “હે મૈતમ! હું જે તમને પૂછું તે કહે ?”ૌતમે કહ્યું “હે પૂજે! તમને જે રૂચે તે પૂછે.” દૈતમનાં આવાં વચન સાંભળી વિનયને વિસ્તાર કરતા એવા કેશિ ગણધરે પૂછયું. “હે મુનિ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ચાર મહાવ્રત કહ્યાં છે અને શ્રી વિરપ્રભુએ પાંચ મહાવ્રતો કહ્યાં તે અપવર્ગ રૂપ સાધ્ય એક છતાં આ ભેદ કેમ?” મૈતમે કહ્યું. “ શ્રી આદિનાથના અવસરે જીવો સરળ જડ હતા ત્યારપછી મધ્યમ અવસરે સરળ પ્રાજ્ઞ હતા અને વીર પ્રભુના અવસરે વક જડ હતા. ગણમાં સરળ જડ જ હોય છે તેઓ ગુરૂએ કહેલા ધર્મને દુઃખથી જાણી શકે છે. વકજડ જીવો પણ ગુરૂ પ્રભુત ધર્મને અતિ કષ્ટથી જાણે છે તેમ પાળે પણ છે. પરંતુ મધ્યમ કાળને વિષે રહેલા શ્રેષ્ઠ પ્રજ્ઞા યુક્ત સરળ બુદ્ધિવાળા જીવો તો જિન ધર્મને સુખેથી જાણું શકે છે અને રક્ષણ કરી શકે છે. એ જ કારણથી જિનેશ્વરેએ બે પ્રકારને ધર્મ કહે છે.
આ પ્રમાણે મૈતમ ગુરૂએ કહ્યું એટલે કેશિ ગણધરે કહ્યું કે “સંશયને હરણ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે ! માટે બીજે પણ એક હારો સંશય હરણ કરે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાના શિષ્યોને ઈચ્છા પ્રમાણે વેષ ધારણ કરવો કહ્યો છે તે પછી શ્રી વીર પ્રભુએ પિતાના શિષ્યોને પ્રમાણવાળો વેષ શા માટે કહ્યું?” તમ ગુરૂએ કહ્યું. સ્થિર મનવાળાને વેષની કંઈ જરૂર નથી જેમકે વેષ વિના પણ સ્થિર મનવાળા ભરત રાજા કેવળી થયા અને વેષવાળા પ્રસન્નચંદ્ર વેશ્યાને ઈ ચલાયમાન થયા જેથી તેમને નરકમાં પડવું પડયું. ”