Book Title: Updesh Mala Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ છે. પ્ર-સ્તવના શાસ્ત્રો સાધુની આંખ છે અમાસની ઘોર અંધારી રાત છે. એક વ્યક્તિને મોટરમાં બેસી પરગામ જવું છે. એની પાસે મોટર છે. મોટ૨ સારી છે. તે વ્યક્તિને પરગામ લઈ જવા સમર્થ છે. માત્ર એ મોટરની લાઈટ ચાલુ નથી. એ વ્યક્તિ પરગામ જવા શું કામિયાબ બની શકશે? કદાચ હિંમત અને લાઈટ વિનાની મોટરને લઈને પરગામ જવાનું સાહસ કરશે તો રસ્તામાં અથડાવા-કૂટાવાનું જ આવે. વળી, પરગામ પહોંચશે જ એ નિશ્ચિત નહીં. અંધારામાં રસ્તો ભૂલી અન્ય ગામે પહોંચે અથવા રસ્તામાં જ અટકી પડે ન આગળ જઈ શકે, ન પાછો આવી શકે કારણ? માર્ગદર્શક લાઈટનો તેની પાસે અભાવ છે. સ્પષ્ટ ભાષામાં કહીએ તો પરગામ લઈ જનાર મોટ૨ ચક્ષુવિકલ છે. જો મોટરને લાઈટ રૂપી ચક્ષની પ્રાપ્તિ થઈ જાય તો તે મોટ૨ વિનામુસીબતે વ્યક્તિને ઈચ્છિત પરગામે પહોંચાડવા સમર્થ બની જાય... ખરું ને? વાત આપણી છે – અમાસની ઘોર અંધારી રાત સમાન સંસાર...! વ્યક્તિ સમાન આપણે સાધુ-સાધ્વીજી...! મોટર સમાન આપણું સાધુજીવન...! પરગામ સમાન આપણી સદ્ગતિ-પરમગતિ...! મોટરની લાઈટ સમાન કોણ? જે આપણને આ સંસારમાં સદ્ગતિ અને પરમગતિના માર્ગ પર ધારી રાખે.. આ સ્થળે પૂ. મહોપાધ્યાયજી યાદ આવે છે. જેઓશ્રીએ જ્ઞાનસાર પ્રકરણના ૨૪મા અષ્ટકમાં આનો જવાબ આપણને આપતા કહ્યું છે કે, સાવ: શારદા આ સંસારમાં આપણને સદ્ગતિ અને પરમગતિના માર્ગ પર ધારી રાખવા મોટરની લાઈટ સમાન શાસ્ત્રો છે...! સાધુજીવન પરલોક-પ્રધાન છે. એની દિનચર્યામાં આ લોકના સુખોની પ્રાપ્તિની કારણતા ક્યાંય નથી..Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 138