Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ છે $$$$$$$$ઝાકળભીનાં મોતી ૭૭૭ "એકમાં શાંતિ, બેમાં અશાંતિ.” * * * ઝાકળભીનાં મોતી છે સાથે અથડાવા લાગ્યાં. એ મધુર અવાજ નમિ રાજના કાનમાં શૂળની પેઠે ભોંકાવા લાગ્યો. એકાએક ગુસ્સાથી નમિરાજ બોલી ઊઠચા : “અરે ! આવો કર્કશ અવાજ બંધ કરો. એક તો શરીરની આટલી વેદના છે અને તેમાં પાછો આવો કર્કશ અવાજ કોણ કરે છે ? મંત્રી રાજ, શેનો અવાજ છે આ ?” મંત્રીએ કહ્યું : “મહારાજ, આ અવાજ તો રાણીઓનાં રત્નકંકણોનો છે. ” નમિરાજ બોલ્યા : “ઓહ ! એક સમયે કેવો મીઠો મધુર લાગતો હતો એ રત્નકંકણનો અવાજ આજે એ કાનમાં સીસું રેડે તેવો લાગે છે. એક વાર જેને સાંભળવા માટે હું ઝંખતો હતો, એ જ રત્નકંકણનો અવાજ આજે સાંભળવોય ગમતો નથી.” મંત્રી કશું કહે તે પહેલાં ચતુર રાણી ઓ વાત સમજી ગઈ. કંકણનો અવાજ આપોઆપ બંધ થઈ ગયો. નમિરાજને આશ્ચર્ય થયું. એમણે મંત્રીને પૂછ્યું, “હવે કેમ અવાજ આવતો નથી ?” મંત્રીએ કહ્યું : “મહારાજ, રાણીઓએ એમના હાથ પરથી એક-એક કંકણ કાઢી નાખ્યું. એમના હાથે એક કંકણ રહેવાથી હવે અવાજ આવતો નથી.” નમિરાજના હૃદયમાં એકા એક આનંદનો સૂર્ય પ્રગટયો. તેઓ બોલી ઊઠી : માનવી આજે એકની શાંતિ ભૂલીને બેની અશાંતિ માટે ઉધમાત અને દોડધામ કરે છે. વ્યક્તિએ એકલા રહીને આનંદ મેળવવાની શક્તિ ગુમાવી દીધી છે. ક્યારેય એ એકલો મનમોજથી લટાર મારવા નીકળી જતો નથી. ક્યારેય એ એકલો કોઈ પંક્તિઓને મસ્તીથી ગીતો-ગાતો ઝૂમી ઊઠતો નથી. ક્યારેય એ એકલો પોતાના આત્માના ખૂણાઓને શોધવાની યાત્રા કરતો નથી. માત્ર યંત્રોએ માનવીનું જીવન પરાવલંબી બનાવ્યું નથી. માનવીએ માનવીનું જીવન પરાવલંબી બનાવ્યું છે. વ્યક્તિ પોતાના જીવનમાં બીજાના તાલે આનંદ મેળવે છે. કોઈની ટીખળમાં એને મોજ આવે છે, કોઈની નિંદામાં એને એ ક્ષય રસ મળે છે. કોઈની હાનિમાં લાભ જુએ છે. એને ચાલવા માટે, ગાવા માટે કોઈ “કંપની ” તો જોઈએ જ. એકડે એક અને બગડે તે બે એટલે કે બે થાય એટલે બગડે. એકમાં સંવાદ છે, તો બેમાં વિસંવાદ છે. એકમાં સંતોષ છે, તો એમાં અસંતોષ છે. એકમાં સ્નેહ છે, તો બે થતાં ઢેય આવે છે. આવો, આપણે ‘એક’નો આનંદ માણતાં શીખીએ. ઉહહહહહફફ8 17 &

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92