Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ ફફફ ઝાકળભીનાં મોતી જે “જા ઓ ! જલદી જા ઓ ! ઠેર ઠેર ઘૂમી વળો ! પેલા યાચકને હમણાં જ બોલાવી લાવો.” ચોમેર માણસો દોડી ગયા. થોડા જ સમયમાં યાચકને લઈને આવી ગયા. ધર્મરાજાએ યાચકને કહ્યું, “મેં તને કાલનો વાયદો કર્યો હતો, એ મારી ભૂલ હતી. મારે જે કામ કરવાનું છે. તે આજે જ કરવું જોઈએ, વાયદાનો વેપાર આમાં ન ચાલે.” આમ કહી યુધિષ્ઠિરે યાચકને દાન આપીને સંતુષ્ટ કર્યો. * * * છે કે ઝાકળભીનાં મોતી છે કે જે ભીમ ભારે ઊંડા વિચારમાં ડૂબી ગયો. એને થયું કે જો આ વિશે મોટાભાઈને કંઈ કહું તો કદાચ અવિનય લેખાશે. આમ છતાંય મોટાભાઈની ભૂલ તો મારે સુધારવી જ જોઈએ, નહિ તો એમના દાનીપણાને કલંક લાગે. એકાએક ભીમના મનમાં એક વિચાર ઝબક્યો. જોશભેર દોટ લગાવીને ચોગાનમાં પહોંચી ગયો. ચોગાનમાં પડેલા નગારાને ખુબ જોરથી વગાડવા લાગ્યો. ધર્મરાજા યુધિષ્ઠિરે નગારાનો સાદ સાંભળ્યો. તેઓ તો નવાઈ પામી ગયા. એમણે કહ્યું, “અરે ! અત્યારે આવા સમયે વળી કોણ નગારું વગાડી રહ્યું છે ?” સેવકોએ તપાસ કરી, ખબર લાવ્યા કે આ તો ખુદ એમનો નાનો ભાઈ ભીમ નગારું વગાડે છે. મહારાજ યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યો અને પૂછ્યું, “અરે ભીમ, તું નગારું વગાડતો હતો ? શા માટે ?” મોટાભાઈ, તમે કાળને જીતી લીધો, સમયને બાંધી લીધો એના આનંદના ઉત્સાહમાં હું નગારું વગાડતો હતો.” ભીમે જવાબ આપ્યો. મહારાજ યુધિષ્ઠિર તરત જ ભીમસેનની વાત સમજી ગયા. એમણે રાજસેવકોને આજ્ઞા કરી : ફફફફ88888 52 88888888888 આ પ્રસંગનો મર્મ એ છે કે વાયદાનો વેપાર જ વ્યક્તિના જીવનને વણ સાવી નાખે છે. કાલ પર રાખનારનું કામ કોઈ દિવસ કે કદીય થતું જ નથી. એ સદા આવતી કાલની આશામાં જ લપેટાતું રહે છે, અને આવું ઠેલાતું રહે છે. બસ, આજે ખૂબ કમાણી કરી લઉં, અને આવતી કાલે ધર્મની ઉપાસના કરીશ એમ વિચારનાર અંતે તો રોજ કમાવાની નવી નવી ઘેલછામાં સપડાતો જતો હોય છે. ધર્મ તો એને છેક મૃત્યુનો ધક્કો લાગવાનો હોય ત્યારે જ એકાએક ચોકી જઈને યાદ આવે છે. કદી કોઈ સંતે એમ કહ્યું નથી કે “કાલે” હું મારા પરમાત્માની પૂજા કરીશ. સંતોએ તો સદા ઉપાસના કરી અને કાલની બધી ચિંતા ઈશ્વરને જ સોંપી દીધી. આજ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92