Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 78
________________ [૪૮] ફફફ ફફફ ઝાકળભીનાં મોતી $$$$$ વીણા મળતાં જ ભજનિક આનંદથી નાચી ઊઠચો. વીણાના તાર સાથે સૂર વહેવડાવવા લાગ્યો. અમાસની રાત્રિ હતી. નિર્જન વન હતું. પહેલાં તો લૂંટારાઓએ વીણાના સૂર પર કશું ધ્યાન ન આપ્યું પણ ધીરે ધીરે એની એમના ચિત્ત પર અસર થવા લાગી. એમાંથી કોઈ અનેરો આનંદ્ર મળવા લાગ્યો. ભજનિકે બરાબર જમાવટ કરી હતી. વીણાવાદન પૂરું થયું ત્યારે તો લૂંટારાઓ ભાવવિભોર બની ગયા હતા. સંગીતની અસર આગળ લૂંટારાઓની દુષ્ટતા ઓગળી ગઈ. બધા વૃદ્ધ સંગીતકારના ચરણોમાં પડેયી, લૂંટારાઓએ આંચી લીધેલું ધન પાછું આપ્યું અને વૃદ્ધ ભજનિકને સલામત રીતે વન પાર કરાવ્યું. વીણાનો સૂર હાથમાં વીણા, કંઠમાં હલક, એક ભજનિક વનની વાટે ચાલ્યો જાય, એવામાં કેટલાક લૂંટારાઓ આવ્યા. એમણે ભજનિકને આંતયોં, ધાકધમકી આપી. એની પાસે જે થોડીઘણી ધન સંપત્તિ હતી તે પડાવી લીધી. એક લૂંટારા એ એની વીણા પણ છીનવી લીધી. આ ભજનિક મધુર વીણાવાદન કરતો હતો. એણે પેલા લૂંટારાઓને વીણા પાછી આપવા વિનંતી કરી. લૂંટારાઓને થયું કે આ કેવો માણસ છે ? સંપત્તિ માગતો નથી અને આવી વીણા માગે છે ? આવી નજીવી ચીજનું એ શું કરશે ? વળી લૂંટારાઓને આ વાજિંત્ર કશા ખપનું લાગતું નહોતું. એમણે ભજનિકને એની વીણા પાછી આપી દીધી. માનવીએ સંપત્તિને નહિ, પણ સંગીતને શોધવાની જરૂર છે. આ સંગીત હરદમ માનવીના અંતરમાં વાગતું હોય છે. એની સૂરાવલિઓ સતત વહેતી હોય છે, પરંતુ સંપત્તિ અને સમૃદ્ધિની લાલસાને કારણે માનવી પોતાના આત્માનું સંગીત સાંભળી શકતો નથી. $$$$$$ 149 $$$$$$$$

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92