________________
ઝાકળભીનાં મોતી $$$$$$? શાસ્ત્ર મુક્તિ ન અપાવે તેનો અભ્યાસ કરવાથી શો લાભ ? એનાથી કંઈ આત્માનું કલ્યાણ ઓછું થાય ?”
- વિદ્વત્તાના સાગરસમાં પંડિત દીનાનાથ સ્વામીજીને નમી પડ્યા. એમણે વિદ્વત્તા પૂરી કરી હતી, પણ તેનો મર્મ સ્વામીજી પાસેથી મળ્યો.
ઝાકળભીનાં મોતી આપ તો સંસ્કૃતના પ્રકાંડ શાસ્ત્રી છો. આપની વિદ્વત્તાનાં સઘળે વખાણ થાય છે. આપની યાદશક્તિ પણ અજોડ છે. એક પ્રશ્ન પૂછું ?”
“પૂછો, જરૂર પૂછો.” શાસ્ત્રી દીનાનાથ ભટ્ટને થયું કે સ્વામીજી એમની પરીક્ષા કરવા માગે છે.
શ્રી સહજાનંદ સ્વામીએ પૂછયું, “આપને કેટલા શ્લોક્સે મોઢે છે ?”
પંડિત દીનાનાથ ભટ્ટ જવાબ વાળ્યો, "પૂરા અઢાર હજાર ! કહો તો અત્યારે જ ગાઈ સંભળાવું.”
શ્રી સહજાનંદ સ્વામી એ પ્રશ્ન કર્યો : “મારે એ શ્લોકો સાંભળવા નથી, પરંતુ તમારી પાસેથી એ જાણવું છે કે આ અઢાર હજાર લોકોમાંથી કેટલા લોકો તમને મોક્ષ અપાવવામાં સહાયરૂપ બનશે ?”
પંડિતજી તો ઊંડા વિચારમાં પડી ગયા. એમણે આજ સુધી શ્લોકનો વિચાર કર્યો હતો, મોક્ષનો નહિ. આથી એમણે
આમ, શાસ્ત્રો એ જીવનદીપક છે. જો એ શાસ્ત્રોને સંચિત ભાવનાઓમાં રહેચી નાખવામાં આવે, જો એ શાસ્ત્રોને માત્ર જડ ક્રિયાઓમાં ફેરવી દેવામાં આવે, તો એ શાસ્ત્રો શાસ્ત્રો નથી રહેતાં, પરંતુ માનવીની જીવંતતાને હણનારાં શસ્ત્રો બની જાય છે.
આધ્યાત્મિકતાની પહેલી કેડી એ અંતર છે. જે અંતરને અજવાળે એ શાસ્ત્ર, જે અંતરને અવરોધે એ અશાસ્ત્ર,
શાસ્ત્ર ગોખવાની વિદ્યા નથી. આંખો મીંચીને આચરવાના નિયમો નથી. શાસ્ત્ર એ તો સત્યના માર્ગને ચીંધનારાં છે. જીવનની કેડીને અધ્યાત્મ થી ઉચ બનાવનારાં છે. શાસ્ત્રના શબ્દોને પકડનાર એના સત્યને ગુમાવે છે, જ્યારે એના સત્યને પામનાર પરમાત્માની સમીપ પહોંચી જાય છે.
“ઓહ ! સ્વામીજી ! એની તો મેં ક્યારેય ગણતરી કરી જ નથી. એવો હિસાબ તો કદી મેં માંડ્યો જ નથી.”
તો પછી આટલા બધા શ્લોકો યાદ રાખવાનો અર્થ શો ? એમ તો પોપટ પણ ક્યાં શ્લોક નથી બોલતા ? જે