Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૯] વિઘા સાધ્ય છે, સાઘન નહિ ! –––– ––– ––––– ––– ઝાકળભીનાં મોતી $$$$$$ પહેલા બે જણે કહ્યું : “અંધારું થાય છે, માર્ગ હજુ ઘણો કાપવાનો બાકી છે. સંભાળીને ચાલ્યો આવ.” ત્રીજાએ જવાબ દીધો : “મારાથી એમ ને એમ આવી શકાશે નહિ. રસ્તામાં કાંટા પડ્યા છે. અંધારું થાય છે. આપણી પાછળ આવનારાઓને અંધારાને લીધે કંઈ ખબર નહિ પડે માટે કાંટા વીણવા જરૂરી છે.” બે જણા આગળ વધી ગયા. એમના ગ્રામજનો એમના સ્વાગત માટે ઉતાવળા હતા, ત્રીજો વિદ્યાર્થી મોડો પહોંચ્યો. પણ ત્યાં ગુરુજી સામા ઊભા હતા. તે બોલ્યા : "તમાં ત્રણેમાંથી પાછળ રહેલો એક જ પાસ થયો છે. વિદ્યાનો અર્થ સ્વાર્થ નહિ, પરમાર્થ છે એ એ એકલો સમજ્યો છે.” એક ગુરુકુળ હતું. ત્રણ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ ઉત્તીર્ણ થયા હતા. ગુરુએ કહ્યું, "એક વરસે પાછા આવજો. તમે વિદ્યા કેવી રીતે પચાવી છે, તે જાણીને પદવી આપીશ.” ત્રણેય વિદ્યાર્થી ઘેર જવા નીકળ્યા. એક નાનકડી પગદંડી પર થઈને રસ્તો જતો હતો. સૂરજ ઢળી ગયો હતો. અંધારું ચારે તરફ ઘટ્ટ થતું હતું. સાથે સાથે રસ્તે કાંટા આવતા હતા. થોડો રસ્તો તો શૂળથી ભરેલો મળ્યો. પહેલો વિદ્યાર્થી પહેલવાન હતો. આખો રસ્તો ઠેકી ગયો. બીજો વ્યવહારુ હતો. તેણે કેડીના છેડે છેડે ચાલીને કાંટાળો રસ્તો પસાર કર્યો. ત્રીજો પીઠ પરનો બોજો અળગો કરી કાંટા વીણવા લાગ્યો ને રસ્તો સાફ કરવા લાગ્યો. આજે વિદ્યા વધુ ને વધુ એકલપટા માનવીની ચીજ બની રહી છે. વિદ્યાવાન કાં તો વિદ્યાનો ઘમંડ રાખીને ફરે છે અથવા તો વિદ્યાને કારણે બીજાથી વેગળો રહે છે. માત્ર એકઠું કરેલું જ્ઞાન કામનું નથી. ગોખી રાખેલી વિદ્યા સહેજે ઉપયોગી નથી. વિદ્યા તો વ્યક્તિના વ્યક્તિત્વમાં ઓળઘોળ બની ગઈ હોય ત્યારે જ પચી ગઈ કહેવાય, જ્યારે ફફફફ ફફફ ફફફ 35 $$$$$$

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92