Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ T ૨T મeણ છે, તો રમeણ છે ! = = = = = = = = = = = = = જેલની કાળ-કોટડીમાં એક કેદી હતો. એને ફાંસીની સજા થઈ હતી. કેદી પ્રભુનો પ્યારો હતો. સવારથી સાંજ સુધી ભગવાનનું નામ સ્ટયો કરે, સૂવું કેવું ? ખાવું કેવું ? હરદમ પ્રભુ નામનું સ્મરણ ! જેલનો ઉપરી આ પ્રભુભજતા કેદી પર પ્રસન્ન રહે. વાહ ! શું ઊંચો જીવ છે ! આલાને બદલે માલો ઝડપાઈ ગયો લાગે છે. પ્રભુનામ વિના પળ ના વિતાવનાર ખરાબ વર્તણૂક ન કરે. આખી જેલનું વાતાવરણ પ્રભુમય થઈ ગયું. એક દિવસ ખરા બપોરે જેલનો ઉપરી ફરવા નીકળ્યો. પણ આજ પ્રભુનામની ધૂન સંભાળાય નહિ ! જેલરને અચરજ થયું. પાસે જઈને જોયું તો ફાંસીની સજા પામેલો કેદી લાંબો થઈને પડેલો ! 8888888888 12 88888888888 ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ જેલરને થયું કે ની આ પ્રભુભક્તિનું હૃદય બંધ પડી ગયું ને ભગવાને મોકલેલા વિમાનમાં વૈકુંઠ પહોંચી ગયો; નહિ તો રામ નામ વિના એક શ્વાસ પણ ન લેનાર આમ ચૂપ ન હોય. જેલરે દરવાજો ખોલાવ્યો. પાસે જઈને જોયું તો કેદીનાં નસકોરાં બોલે; નિરાંતની ઊંઘ કાઢે. જેલરે કેદીને જગાડયો ને કહ્યું : “ભલા, આવા તાપમાં નીદ કેવી ? અને પ્રભુનામ ક્યું બિસારા ?” કેદીએ કહ્યું : “હવે તાપ લાગતો નથી. કાલે હુકમ મળી ગયો. મને ફાંસી નહિ થાય. સાત સાલ જેલ ભોગવવી પડશે. પ્રભુ નામ સ્મરણનો આ પ્રતાપ છે. મારું કામ થઈ ગયું. હવે નાહક દીનાનાથને હેરાન શું કામ કરું ?” જો મરણ છે તો સ્મરણ છે ?” જેલરથી બોલાઈ ગયું. * * * મરણ અને સ્મરણને કેટલાં પ્રગાઢ રીતે સાંકળી દીધાં છે ! જ્યાં મરણ છે, ત્યાં સ્મરણ છે. કિંતુ વાસ્તવમાં તો મરણની બનાવટ કરવા સ્મરણની દંભી સૃષ્ટિ રચી છે ! માનવી જીવનને તો છેતરતો જ રહે છે, પરંતુ સ્મરણથી મરણને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે !! નારકી જીવન જીવનાર કાશી માં જઈને મોક્ષ પામવાની ચાહના સુખે છે. કાશી પહોંચતાં જ પાપનો નાશ થાય એવી આસ્થા રાખે છે. વાત-વાતમાં વૈકુંઠ મેળવવાની ઈચ્છા રાખે છે. જીવજો ગમે તે રીતે પણ મરજો તો કાશીમાં જ !

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92