Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 59
________________ [૩૩] કર્મ અને કામના -- - - - - - - બગદાદ શહેરમાં ખૂબ મોટી આગ લાગી. એવામાં વળી પવન ફૂંકાયો, એટલે આગ ચોતરફ ફેલાવા લાગી. સમયસૂચકતા વાપરીને બિનકાસિમ અને તેનાં કુટુંબીજનો તો બળતા ઘરમાંથી બહાર નીકળી ગયાં. પરંતુ બે ગરીબ ગુલામો એમાં સપડાઈ ગયા. બિનકાસિમ અનેરો અમીર હતો. એને મન તવંગર અને ગુલામ સરખા હતા. બિનકાસિમ આ બે ગુલામોને ઉગારવા માટે વારંવાર મોટા-મોટા ઇનામની જાહેરાત કરે. કદાચ કોઈ મરજીવો સાંભળે અને આગમાં ઝંપલાવીને સપડાયેલા ગુલામોને બચાવે. પણ કોઈ ઇનામનો પડકાર ઝીલવા આગળ વધતું નહોતું. એવું કોણ હોય કે જે સામે ચાલીને રિબામણા મોતને હહહ ઝાકળભીનાં મોતી સ્વીકારી લે. એવામાં ફરતાં ફરતાં એક ઓલિયો આવી ચડ્યો. એણે આ અમીરને હાંફળો-ફાંફળો બનીને આમતેમ આંટા લગાવતો જોયો. મોટેથી બૂમો પાડતો જોયો. ઓલિયા એ પાસે જઈને અમી રને પૂછયું, “અરે ! એવી તે કઈ આફત તમારે માથે ચડી આવી છે કે તમે આટલા બધા અકળાઈ ગયા છો ?” અરે ! મારા બે નેક ગુલામો આ આગમાં સપડાઈ ગયા છે. એમને કોઈ બચાવો ! કોઈ બચાવો ! નહિ તો આ આગમાં બળીને ખાખ થઈ જશે.” ઓહ ! આટલી જ વાત છે ને.” આમ કહીને પેલો ઓલિયો ફકીર તો આગમાં કૂદી પડ્યો. બળબળતી આગ અને ઘેરાયેલા ધુમાડા વચ્ચેથી જગ્યા કરતો એ પેલા ગુલામાં પાસે જઈ પહોંચ્યો. એકને ખભે બેસાડી બહાર લાવ્યો. વળી આગમાં ઝંપલાવ્યું અને બીજાને પણ બહાર લઈ આવ્યો. અમીરના આનંદનો પાર ન રહ્યો. પોતાના ગુલામોને એ ભેટી પડ્યો. એની આંખમાં હર્ષનાં આંસુ હતાં. પેલો ઓલિયો ફકીર તો આગળ ચાલવાની તૈયારી કરતો હતો. અમીરે જોરથી બૂમ પાડીને તેને અટકાવ્યો અને કહ્યું : “અરે ! મર્દ અને મસ્ત માનવી ! તું ક્યાં ચાલ્યો ? થોડી વાર થોભી જા.” ઓલિયા એ અમીર ભણી નિહાળતાં કહ્યું, “અરે $$$$હહહહહહ 11 ફફફફફ ફફફ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92