________________
ઝાકળભીનાં મોતી $$$$
ગમે તેવો હુમલાખોર એની એક એક કાંગરી પણ તોડી ન શકે. બસ, મારા એ મજબૂત કિલ્લામાં જઈને બેસી રહીશ.”
સંન્યાસીની આ વાત કોઈ વિદન સંતોષીને કાને પહોંચી અને વિચાર કર્યો કે આ સંન્યાસીની ભાળ મેળવવી જોઈએ. એક બાજુ સંન્યાસ લીધો છે અને બીજી બાજુ કોઈ તોડી ન શકે તેવો મજબૂત કિલ્લો બાંધીને બેઠો છે !
એક દિવસ આ વિદનસંતોષી એ સાધુને કેદ કર્યો અને પછી એણે કહ્યું : “વાત તો ઘણી મોટી કરતા હતા. ક્યાં ગયો તેમા સે પેલો મજબૂત કિલ્લો ?”
સંન્યાસી ખડખડાટ હસી પડયો અને પોતાના હૃદય પર હાથ મૂકીને બોલ્યો.
જુઓ, આ છે મારો અભેદ્ય કિલ્લો. એના પર કોઈ હુમલો કરી શકતું નથી. કોઈ એને તોડી શકતું નથી. એની અંદર છે તેનો કોઈ નાશ કરી શકતું નથી.”
ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ હુમલો એને કશું કરી શકતો નથી. ભયાનક હથિયાર પણ એની આગળ હેઠું પડી જાય છે. ભલભલા વિરોધીઓ ભોંયભેગા થઈ જાય છે.
જેને આ સુરક્ષિત કિલ્લાની ખબર નથી એ સદાય શત્રુઓથી ઘેરાયેલો રહે છે. ભય અને મોતથી ડરતો એ બહાર આશરો શોધે છે. પણ બહારનો આશરો કદી બચાવી શકતો નથી. જે અંતરનો આશરો શોધે છે, જે પોતાના આત્મકિલ્લાને જાણે છે એની શાંતિ અને સુરક્ષા સદાય સલામત રહે છે.
પ્રસંગનો મર્મ એ છે કે જે વ્યક્તિ પોતાના આ મજબૂત કિલ્લાને જાણતી નથી, એ સદાય ભય અને ડર વચ્ચે જીવે છે. ક્યારે એ જમીનદોસ્ત થઈ જશે એની એને પણ ખબર હોતી નથી.
જે આ કિલ્લાને જાણે છે એ નિર્ભય છે. ગમે તેવો
8888888888 164 88888888888
$$$$૪૪૪૪૪ 165 $$$$$$$$$