________________
ફફફ ઝાકળભીનાં મોતી
જે સમજ છીછરી હોય છે. એના અભિપ્રાયો ઉપરછલ્લા હોય છે. સતત શબ્દોનો ઉપયોગ કરનાર એની પીઠ પાછળ ઊભેલા મનને ભૂલી જાય છે. શબ્દોના ઓછા વપરાશથી માત્ર શરીરની શક્તિ જ બચતી નથી, કિંતુ મનની શક્તિ વધે છે.
આજના સમયનું સૂત્ર છે : “શબ્દો બચાવો.”
જઝાકળભીનાં મોતી હજહક | એણે પોતાની વાણીને વહેતી મૂકી દીધી. જીભ ચાલવા નહિ પણ દોડવા લાગી. જરૂરી અને બિનજરૂરી એવી બધી વાતો એણે કરવા માંડી. એને પોતાની વાણીની છટા બતાવવી હતી પછી ચૂપ કઈ રીતે રહી શકે ?
એનું લાંબું, ઢંગધડા વગરનું બોલવું સાંભળીને સૉકેટિસે કહ્યું, “જો ભાઈ ! તને હું ભાષણની કળા શીખવીશ ખરો: પરંતુ આ શિક્ષણ માટે તારે બીજા કરતાં મને બમણી ફી આપવી પડશે.”
પેલો જુવાન તો ચમકી ઉઠયો. એકા એક આટલો બધો ફી વધારો કેમ થયો, એની એને કશી સમજ પડી નહિ. આથી સૉક્રેટિસને પૂછયું,
શા માટે મારી બમણી ફી ?”
“તને એક વિદ્યા શીખવવાથી નહિ ચાલે, મારે તને બે વિદ્યા શીખવવી પડશે : એક તો ભાષણ કરવાની કળા અને એ થીય વધુ મૌન રહેવાની કળા. આથી તારી બમણી ફી લઈશ.”
માનવી બોલવાની કળા શીખ્યો છે. પરંતુ ખામોશ રહેવાની કળા ગુમાવી બેઠો છે. એ સતત બોલતો જ રહે છે. એનો જિવા ઇન્દ્રિય પર કાબૂ રહ્યો નથી.
સતત બોલનાર સપાટી પર જીવે છે. એની જીવનની
કરુહ
129 હહહહહહહહહહ.