Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ 1 ૧૨ ઝાકળભીનાં મોતી જે સમજે છે કે આપણું જીવન કોઈ બીજો માનવી હણી શકતો નથી, આપણી તાકાત કોઈ ખૂંચવી શકતું નથી, આપણી શક્તિને કોઈ અશક્તિ બનાવી દે તેમ નથી, એ માનવી જ હતાશામાંથી બહાર આવે છે. હૃદય માંથી ક્રોધને અળગો કરનાર જ આનંદ પામી શકે છે. શંકાના સળવળતા કીડાને ખતમ કરનાર જ સઘળે શ્રદ્ધા રોપી શકે છે. પોતાની પરિસ્થિતિ માટે બીજાને દોષ દેવાનો ન હોય. કોઈને ફરિયાદ કરવાની ન હોય. કોઈને ગુનેગાર ઠેરવવાનો નું હોય. એ માટે જો કોઈનેય ફરિયાદ કરવાની હોય તો એ આપણી જાતને અને કોઈને સજા કરવાની હોય તો તે આપણી દુભવનાઓને ! પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે --- ---- ---- - - - - - - - - મુલ્કમશહૂર શિલ્પી, બટન થોવલ્ડસન થઈ ગયો. એણે આખી જિંદગી ઉત્તમ કલાકૃતિઓ કંડારવામાં ગાળી. નારીની નમણાશ હોય કે વીરની વીરતા હોય, પણ પોતાની શિલ્પમાં એને અનેરી છટાથી સાકાર કરે. સહુ કહે : “આ શિલ્પી તો મુગા પથ્થરને બોલતા કરી પણ શિલ્પીને સહેજે નિરાંત નહિ. એ માનતો કે પ્રગતિ માટે ગતિ સતત આવશ્યક છે ! આથી વળી એક હાથમાં હથોડી અને બીજા હાથમાં ટાંકણું લે. પોતાની કલાકૃતિને ધારી-ધારીને નીરખે, એમાં અપૂર્ણતા રહી ગઈ નથી એનું સૂક્ષ્મ અન્વેષણ કરે. લોકોએ સંપૂર્ણ કલાકૃતિ કહીને વધાવી હોય એવી

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92