________________
ઝાકળભીનાં મોતી
આવી વેઠ કરવી પડે છે. શું કરીએ ? જીવવા માટે ક્યાંક જોતરાવું તો પડે ને ?”
રાહદારી ત્રીજા મજૂર પાસે ગયો. ત્રીજા મજૂરના શરીર પરથી પરસેવો વહેતો હતો. તાપ અકળાવનારો હતો, પણ એ મજુર તો આનંદથી ગીત ગાતો જાય અને પથ્થર તોડતો જાય.
રાહદારીએ પૂછ્યું, “અરે ભાઈ ! તમે શું કરો છો ?”
ગીતની મસ્તીમાં અને હથોડાના ઘાના અવાજમાં પહેલી વાર તો રાહદારીની વાત મજૂરને સંભળાઈ નહિ. એણે ફરી પ્રશ્ન પૂછયો ત્યારે પોતાના ગીતને વચમાં અટકાવીને ત્રીજા મજૂરે જવાબ આપ્યો,
જુઓ ! હું મંદિર બનાવું છું.”
આ જવાબ આપતી વખતે એ મજૂરના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ ઊછળતો હતો. એના હૃદય માંથી ગીત વહેતું હતું. એની આંખોમાં નવસર્જનની ચમક હતી.
$ઝાકળભીનાં મોતી $$$$$$? છે. જીવવા માટે કમાવું જરૂરી અને કમાવું હોય તો કામ જરૂરી - એવા ગણિત સાથે આનંદ કે વિષાદની કોઈ પણ લાગણી સિવાય જીવન વ્યતીત કરે છે.
જ્યારે કેટલાક પોતાના કાર્યમાંથી સર્જનનો આનંદ માણે છે. આવો આનંદ બધી જગ્યાએ અને સર્વ કાર્યમાં હોય છે. પરંતુ ખરી જરૂર તો એનો અનુભવ કરી શકે તેવા હૃદયની છે.
ત્રણ મજૂરોએ આપેલા ઉત્તરો જીવન પ્રત્યેનાં ત્રણ દેષ્ટિબિંદુઓ સૂચવે છે. જીવન તો એનું એ જ છે; પરંતુ ખરું મહત્ત્વ તો જીવન જોનારની દષ્ટિનું છે. આ દષ્ટિ જ વિષાદ આપી શકે તેમ આનંદ પણ આપી શકે.
જીવન જોવાની દૃષ્ટિ જેવી હોય તેવી સૃષ્ટિ લાગે. આ દૃષ્ટિ એવી પણ હોય કે જે ગુલાબને કાંટા બનાવી છે. અને એવી પણ હોય કે કાંટામાં ગુલાબ ખીલવી દે.
જગતમાં આવા ત્રણ પ્રકારના માણસો જોવા મળશે. કેટલાક પોતાના કામને વેઠ ગણે છે. જીવનને બોજો માને છે. ચિંતાનો ભાર ઉપાડી રાત-દિવસ ચાલ્યા કરે છે.
બીજા પ્રકારના લોકો કામને જીવનની જરૂરિયાત માને