Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 69
________________ [૪૧] આવરણ એ જ ઓળખ એક વૃદ્ધ અંધ ભિખારી રાજમાર્ગની વચ્ચે જ ઊભો રહ્યો. રાજાની સવારી આવતી હતી છતાં એ વચ્ચેથી ખસ્યો જે ઝાકળભીનાં મોતી જ પેલો અંધ વૃદ્ધ ધક્કો ખાઈને નીચે ગબડી ગયો. ઊઠતાં ઊઠતાં એ એટલું જ બોલ્યો. “બસ, આ જ કારણ.” ફરી પેલો વૃદ્ધ ભિખારી રસ્તાની વચ્ચે ઊભો રહ્યો. સવારીની આગળ ચાલતા રાજાના મંત્રી આવ્યા. એમણે આ ભિખારીને રસ્તાની વચ્ચે ઊભેલો જોઈને કહ્યું, “અરે ! રસ્તામાંથી ખસી જાવ, ખસી જાવ. રાજાની સવારી આવી રહી છે.” પેલો અંધ ભિખારી તો એની જગ્યાએ જ ઊભો રહ્યો અને બોલ્યો. બસ, આ જ કારણ.” એટલામાં રાજાની સવારી આવી પહોંચી. રાજાએ રસ્તાની વચ્ચોવચ વૃદ્ધ અંધ ભિખારીને ઊભેલો જોયો. રાજાએ નીચે ઉતરી એ વૃદ્ધને પ્રણામ કર્યા અને હાથ ઝાલીને સંભાળથી રસ્તાની બાજુએ ઊભા રાખ્યા. ભિખારી ફરી હસ્યો અને બોલ્યો, હં.... રાજા લાગે છે. બસ, આ જ કારણ.” આજુબાજુ ઊભેલા લોકોને આશ્ચર્ય થયું. તેઓ સમજી ન શક્યા કે વૃદ્ધ ભિખારી શા માટે હસતો હતો અને “બસ, આ જ કારણ” એમ બોલતો હતો. નહિ. રાજાની સવારીની આગળ ચાલનાર સૈનિકો આવી પહોંચ્યા. સૈનિકો રસ્તા પર ઊભેલા સહુને બાજુમાં ખસેડતા હતા. સવારીને માટે રસ્તો ચોખ્ખો કરતા હતા. એમણે અંધ ભિખારીને રસ્તાની વચ્ચે ઊભેલો જો યો. એક સૈનિકે આવીને અપશબ્દ સાથે આ અંધ ભિખારીને ધક્કો માર્યો અને કહ્યું, “બેવકૂફ, ભાન નથી તને. માર્ગમાંથી બાજુએ ખસ. આંધળા તે આંધળા જ રહ્યા. એટલીયે ગમ નથી કે રાજાની સવારી આવે છે અને આપણે બાજુએ હટી જઈએ. ભગવાન ક્યાંથી આવી ખોપરીઓ પેદા કરતો હશે ?”

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92