________________
****** ઝાકળભીનાં મોતી
9440
આમ ગણી-ગણીને મુદ્રા નાખવામાં ઘણો સમય વીતી ગયો. યુવકને પાછા ફરતાં વાર લાગી. સ્વામી રામકૃષ્ણે પૂછ્યું ત્યારે યુવકે જણાવ્યું કે એણે એક-એક સુવર્ણમુદ્રા ગણી-ગણીને ગંગામાં પધરાવી.
શ્રી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા,
“જે જગાએ તું એક કદમ ઉઠાવીને પહોંચી શક્યો હતો, ત્યાં પહોંચવા માટે તે નકામાં હજાર કદમ ઉઠાવ્યાં.”
* * *
માનવીની સૌથી મોટી મર્યાદા એ છે કે જે કામ તત્કાળ થઈ શકે તેને માટે કેટલીય વખત લગાડે છે. એ દુર્ગુણ છોડવા ચાહે છે, પણ એનો એકાએક ત્યાગ કરવાને બદલે ધીરે ધીરે ત્યાગ કરવાનું વિચારે છે. પરિણામે એ દુર્ગુણમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી.
ધીરે ધીરે ત્યાગ કરવાનો કોઈ અર્થ જ નથી. કોઈ માનવી આગથી ભડકે બળતો હોય ત્યારે એમાંથી ધીરેધીરે નીકળશે ખરો ? જો એ ધીરે ધીરે નીકળે તો માનવું કે એને આગ શું છે એની જ ખબર નથી.
સત્યને એક ધક્કાની જરૂર હોય છે. એની જાણ થતાં એને અપનાવવા માટે હિંમતની જરૂર હોય છે. આવે સમયે માનવી એક-એક કરીને ગણવા બેસે તો પાર જ ન આવે. જે વસ્તુ પળમાં શક્ય હતી તેને માટે વર્ષો વીતી ગયાં.
n
૪૫
ટોરાનો પીછો
એક સૂફી ફકીર એની અનાસક્તિ અને આધ્યાત્મિકતા માટે વિખ્યાત હતા.
આ ફકીરને મળવા માટે એક ભિખારી એની છાવણીમાં ગયો. એણે જોયું તો ફકીરની છાવણી આલીશાન હતી. સોનાના ખીલા સાથે તો છાવણીનાં દોરડાં બાંધ્યાં હતાં. આ દમામ જોઈને ભિખારી આશ્ચર્ય પામ્યો. એ એકાએક બોલી ઊઠો,
"અરે ! હું ક્યાં આવ્યો છું ? પીર સાહેબ ! મેં તો આપની આધ્યાત્મિકતા અને અનાસક્તિની ઘણી વાતો સાંભળી હતી. આપને લોકો ત્યાગી અને વૈરાગી સમજે છે. પણ આપનો આ બાદશાહી ઠાઠ જોઈને મને આશ્ચર્ય અને અફસોસ થાય છે. આટલી બધી સંપત્તિ હોય, તેને નિઃસ્પૃહી કઈ રીતે કહી શકાય ?”
◆ 139 000