________________
१८
ઘર્મ એ પુણ્યનો વેપારી, પૈસાનો નહિ. – ––– –– ––– –– –– ––– –– એક ગૃહસ્થ. મહાયા કરતા હતા, યજ્ઞનું ફળ પણ એવું જ મહાન.
યજ્ઞ પૂર્ણ થાય તો યજમાન સદેહે વર્ગમાં જાય, યજ્ઞ માટે નિકામ બ્રાહ્મણો એકત્ર કર્યા. પૂરા એક હજાર બ્રહાણ એકઠા કર્યા.
સવારથી રાત સુધી મંત્ર જપે. સતત મંત્ર જપે જ ખવાના. નિયમિત પાઠ ચાલે. યજ્ઞ આગળ વધે. પૂર્ણાહુતિનો સમયે ધીરે ધીરે નજીક આવતો જતો હતો.
સ્વર્ગના રાજા ઇન્દ્રને ચિંતા પેઠી. એને થયું કે આ યજ્ઞ પૂરો થશે તો મારું ઇંદ્રાસન જશે.
યજ્ઞ કરનારા બ્રાહ્મણોને યમ-નિયમ પાળવાના હોય. યજ્ઞ દરમિયાન બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળવાં જોઈએ.
રાજા ઈંદ્ર મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોની વચમાં હીરાજડિત વીટી ગોઠવી દીધી.
જે ઝાકળભીનાં મોતી
જ બ્રાહ્મણો તો એકધારા જોશથી મંત્રોચ્ચાર કરતા હતા. પણ એમાં એક બ્રાહ્મણની નજર એ વીટી પર પડી.
મંત્ર પરથી એનું ધ્યાન ખેંચ્યું. પેલી વસ્તુ પર ધ્યાન કર્યું. કુતૂહલથી એ હીરાજડિત વસ્તુને જોઈ રહ્યો.
એને આમ એકીટશે જોતો જોઈને બીજાએ એ તરફ જોયું. બીજાને જોઈ ત્રીજાએ એ તરફ જોયું અને એમ એક પછી એક બધા બ્રાહ્મણો મંત્રોચ્ચાર ભૂલીને હીરાજડિત વસ્તુને ટગર ટગર જોવા લાગ્યા.
આને પહેલા જોનાર બ્રાહ્મણે દાવો કર્યો કે આ વસ્તુ એણે પહેલાં જોઈ, માટે એને મળવી જોઈએ. બીજાએ એનો અસ્વીકાર કર્યો.
એક વયોવૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે વયને કારણે પોતાને મળવી જોઈએ. ત્યાં બીજાએ કહ્યું કે એના જેટલો શાસ્ત્રપારંગત કોઈ નથી, માટે વિદ્યાને કારણે એને મળવી જોઈએ.
ત્યાં વળી એક બ્રાહ્મણે કહ્યું કે વય કે વિદ્યા એ તો સામાન્ય છે. ધર્મમાં તો મહત્ત્વ છે તપનું. મોટા તપસ્વી તરીકે આ વસ્તુ મને મળવી જોઈએ.
યજ્ઞભૂમિ વિખવાદભૂમિ બની ગઈ.
તકરાર થઈ. એકબીજા સામસામે બાખડવા લાગ્યા. યજ્ઞ યજ્ઞના ઠેકાણે કહ્યો અને અહીં તો અંદરોઅંદર યુદ્ધ જામી પડ્યું.
એવામાં પેલી હીરાજડિત વીંટી એકા એક અદૃશ્ય થઈ ગઈ. સહુ એકબીજાનાં મોઢાં વકો સતા રહી ગયા.