________________
1 ૨૦]
જે ઝાકળભીનાં મોતી
જ મારું જીવન ધ્યેય છે. એ માટે લડવા તૈયાર છું. પ્રાણ આપવા તૈયાર છું.”
ગામના શ્રેષ્ઠીને મળ્યો તો એણે કહ્યું કે, “મારી તો એટલી ચિંતા છે કે આ અઢળક ધન કઈ રીતે સાચવવું ? આમાં ને આમાં તો મને અનિદ્રાનો રોગ લાગુ પડડ્યો છે.”
કોઈ યુવાનને પૂછ્યું તો એ બોલી ઊઠ્યો કે, “જીવનને આવા હેતુથી બાંધવું જોઈએ નહિ. જીવન એ તો વહેતા ઝરણા જેવું છે. ગાતાં પંખી જેવું છે. મોજમજા ઉડાવો, ગાતા જાઓ. બસ, આ જ આપણું તો જીવન.”
કોઈ રૂપસુંદરીને મળ્યો. તો એ નમણી નારી એ જવાબ આપ્યો કે, “જીવન એટલે જ રૂપની જાળવણી, બીજું વળી
મુક્તિ તરફ મુખ
મધુર રમણીય પ્રભાતે એક મુમુક્ષુએ અકળાઈને ભગવાન બુદ્ધને કહ્યું,
પ્રભુ ! મને આ જગતનો ખેલ સમજાતો નથી. આપ કહો છો કે બધાને મોક્ષ મળી શકે. જો મોક્ષ સહુ કોઈને મળતો હોય તો પછી કેમ કોઈનેય પ્રાપ્ત થતો નથી ?”
ભગવાન બુદ્ધના પ્રશાંત ચહેરા પર હાસ્યની એક લકીર ઊપસી આવી. એમણે જિજ્ઞાસુને કહ્યું કે, “તું એક કામ કર. આ નગરમાં જા અને તપાસ કર કે કોની શી શી ચાહના છે ? દરેક વ્યક્તિ શું મેળવવા મથે છે ?”
મુમુક્ષુ તો રાજા પાસે ગયો, તો રાજાએ કહ્યું કે, “બસ, હું તો રાત-દિવસ એક જ ઈચ્છા રાખું છું અને તે દુમનનો પરાજય, મારા રાજ્યનો વધુ ને વધુ વિસ્તાર કરવો, એ જ
સાધુસંતોને મળ્યો. કોઈ મંદિર બંધાવવાના ખર્ચની ચિંતામાં પડ્યા હતા, કોઈ આશ્રમની વ્યવસ્થામાં ગૂંથાયેલા હતાં. કેટલાક સેવકોની સેવા ચાકરીમાં બંધાયેલા હતા. કોઈએ કહ્યું કે ખર્ચ વધ્યો છેહવે એના નિભાવની ચિંતા વધતી જાય છે.
યુવાન પાછો આવ્યો. એણે જો હું તો કોઈને યશની ઝંખના હતી, કોઈને પદની ચાહના હતી, કોઈ ધન માટે, તો કોઈ વૈભવ માટે વલખાં મારતા હતા.
મુમુક્ષુ ભગવાન બુદ્ધ પાસે આવ્યો. એણે કહ્યું કે,