________________
૧૯]
કાંટામાં ગુલાબ
ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ જ
ધર્મની આસ પાસ ધન-વૈભવ વીટળાઈ વળે ત્યારે આવું થાય. સાચો ધર્મ ભુલાઈ ગયો છે. ભાવનાની ઉપાસના ચાલી ગઈ છે. આદર્શની પ્રાપ્તિ માટેની મથામણ ધર્મમાં ક્યાંય દેખાતી નથી. સર્વત્ર ધનની બોલબાલા છે.
- જેની પાસે અધિક ધન અને પ્રભુની પૂજાનો પહેલો અધિકાર. જે ધન આપે તે ધાર્મિક કહેવાય, પછી ભલે એ ધન ખોટે માર્ગે મેળવેલું હોય કે ગરીબોને ચૂસીને એકઠું કર્યું હોય. ધર્મભાવના ન જાણતો માનવી ધનિક હોય તો તેનો મહાધાર્મિક ગણવામાં આવે છે.
આમ ધન ધર્મનું ગળું ટૂંપી રહ્યું છે. સાચી ધર્મ-આરાધના ક્યાંય દેખાતી નથી. અહીં તો વૈભવની પૂજા ચાલે છે. ધનની રેલમછેલ ઉડે છે. ધનિકોનો જયજયકાર થાય છે.
ધર્મકાર્યમાં મેળવેલા પુણ્યનો નહિ, પણ ખર્ચેલા પૈસાનો હિસાબ મંડાય છે. વધુ ધન વાપરનારનો ડંકો વાગે છે. વરઘોડાઓ વધતા જાય છે. પૈસાની જાહોજલાલીના દેખાડાનો કોઈ પાર રહ્યો નથી. પરિણામ એ આવ્યું છે કે ધર્મ ધનની દાસી બની ગયો છે. એણે ધનિકોને ધાર્મિકો બનાવી દીધા. આવી પૈસા અને પરિગ્રહની ઝાકમઝોળમાં ધર્મની ભાવના ખોવાઈ ગઈ છે !
ધોમધખતા તાપમાં ત્રણ મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. નજીકમાં એક દેવાલય તૈયાર થતું હતું, અને ત્રણે એનું કામ કરી રહ્યા હતા.
રસ્તા પરથી એક રાહદારી પસાર થતો હતો. એણે પહેલા મજૂરને પૂછ્યું,
“અરે ભાઈ ! આ તું શું કરે છે ?”
થાકેલા અવાજે મજૂરે ઊંડા દુઃખ સાથે કહ્યું, “જુઓ ને, હું પથ્થર તોડી રહ્યો છું. પથ્થરને તોડવાનું કામ કરી-કરીને હવે તો પારાવાર કંટાળી ગયો છું. પણ બીજું કશુંય શું ?”
રાહદારી બીજા મજૂર પાસે ગયો. એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. બીજા મજૂરે જવાબ આપ્યો :
ભાઈ ! પાપી પેટની આ પીડા છે. પેટને ખાતર
ફફફફ88888 66 88888888888
܀܀܀܀܀܀܀܀܀܀܀ 67 ܀܀܀܀܀܀܀܀܀܀܀